આ મુવી માટે વિકી કૌશલ બેસી રહેતા હતા સ્મશાન ઘાટમાં, ફિલ્મ થઈ હતી સુપરહિટ.

બૉલીવુડ એક્ટર વિકી કૌશલ આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. કેટરીના કેફ સાથે આજકાલ એ અફેર અને સગાઈની અફવાઓને લઈને ઘણા ચર્ચામાં પણ છે. વિક્કી કૌશલના ફિલ્મી કરિયરની વાત કરીએ તો મસાન ફિલ્મે એમની કિસ્મત બદલી નાખી હતી. આ એ જ ફિલ્મ છે જેને વિકકીની બોલીવુડમાં એક ઉભરતા સારા કલાકાર તરીકે ઓળખ અપાવી.એ પહેલાં એ 3 4 ફિલ્મોમાં નાના મોટા રોલ જ કરતા હતા. વિકકીની લીડ અભિનેતા તરીકે આ પહેલી ફિલ્મ હતી. ફિલ્મ મસાન વિક્કી માટે સરળ નહોતી કારણ કે એમાં જે એક્ટિંગ વિકકીએ કરી એ બહુ ઓછા એકટર કરી શકે. આ ફિલ્મનું શૂટિંગ દરમિયાન વિકકીનો ઘણા દિવસ સુધી મડદા સાથે સામનો થતો હતો. દરેક લાશને એ પોતાની આંખોની સામે સળગતા જોતા હતા. એટલું જ નહીં વિક્કી કૌશલના રોલ સાથે જોડાયેલા મોટાભાગના સીનનું શૂટિંગ સ્મશાન ઘાટ પર જ થયું હતું. જાણી લો મસાન ફિલ્મના એ રોલ વિશે જેમને ફિલ્મને જીવંત બનાવવા માટે કલાકો સ્મશાન ઘાટમાં સમય પસાર કર્યો હતો.

image source

મસાન યુવા નિર્દેશક નીરજ ઘેવાનની પહેલી ફિલ્મ હતી. મસાનનું શૂટિંગ શરૂ થતાં પહેલાં વિક્કી કૌશલ રોજ મણિકર્ણીકા ઘાટ પર કલાકો બેસી રહેતા હતા. એ દરમિયાન કાળા, ગોરા, સુંદર, કદરૂપા, ગરીબ, જાડા, પાતળા ન જાણે કેટલી લાશો એમને રાખમાં ફેરવાતા જોઈ હતી. વિકકીને ઘણીવાર ઘાટ પર બેઠા બેઠા અહેસાસ થતો હતો કે લોલો ચાલ્યા જાય છે અને ફક્ત એમનું કામ એમની પાછળ રહી જાય છે.

image source

મસાન ફિલ્મમાં વિક્કી કૌશલના પિતા બનેલા અભિનેતા વિનિતનો રોલ પણ ખૂબ જ મુશ્કેલ જતો. એ ફિલ્મમાં ડોમરાજાનો રોલ કરી રહ્યા હતા. ડોમ એ હોય છે જે મળદાને બાળે છે. આ ફિલ્મ માટે વિનિતે એક અઠવાડિયા સુધી મણિકર્ણીકા ઘાટ પર લાશો સળગાવી હતી.એ રોજ 10 કલાક ઘાટ પર કામ કરતા હતા જેથી ફિલ્મમાં એ સારી રીતે કામ કરી શકે.

image source

ફિલ્મ મસાનને બનારસના અલગ અલગ સ્મશાન ઘાટ પર ફિલ્માવવામાં આવી હતી. આ દરમિયાન ફિલ્મના કલાકરો સળગતી લાશની વચ્ચે એક્ટિંગ કરતા હતા. એટલે સુધી કે ચિતા સળગાવવાથી લઈને મડદુ પલટવા સુધીના દ્રશ્યો અસલમાં ફિલ્માવવામાં આવ્યા હતા. કોઈપણ અભિનેતા માટે આ પ્રકારનું કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે પણ અભિનેતાઓએ આ ફિલ્મમાં જીવ રેડવા માટે પુરી લગન સાથે પોતપોતાનો રોલ કર્યો હતો.

image source

આ ફિલ્મમાં વિક્કી કૌશલની સાથે સાથે પંકજ ત્રિપાઠી, સંજય મિશ્રા, શ્વેતા ત્રિપાઠી મુખ્ય રોલમાં હતા. આ ફિલ્મને વર્ષ 2015માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બે એવોર્ડ પણ મળ્યા હતા. એ સાથે જ ક્રિટિક્સે પણ ફિલ્મની સ્ટોરી અને એક્ટિંગને ખૂબ વખાણી હતી. નિર્દેશક નીરજ ઘેવાનને પણ પહેલી જ ફિલ્મમાં ઘણા વખાણ મળ્યા.