ઇન્ડિયન આઇડલના વિજેતાને મળ્યા ગોલ્ડન ટ્રોફી સાથે આટલી રોકડ રકમ,

સોની ટીવીના સૌથી મોટા કાર્યક્રમ ઇન્ડિયન આઇડલ 12નો ગ્રાન્ડ ફીનાલે ગઈ કાલે 12 કલાક સુધી ચાલ્યા બાદ પૂર્ણ થયો છે જેમાં 40થી વધુ એક્ટ્સના 200 ગીતો હતા. એમાં ઘણા ખાસ મહેમાનો પણ હતા. ઉદિત નારાયણ, કુમાર સાનું, અલકા યાજ્ઞિક, જાવેદ અલી, રેપર મિકા સિંહ જેવા ગાયકોથી લઈને શેરશાહની જોડી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા આડવાણી સુધી, ફીનાલે ખૂબ જ મજેદાર રહ્યો. શોના ટોપ 6 કન્ટેસ્ટન્ટની જો વાત કરવામાં આવે તો એમાં શનમુખ પ્રિયા, પવનદીપ રાજન, મોહમ્મદ દાનીશ, સાયલી કાંબલે, અરુણીતા કાંજીવાલા, નિહાલ ટોરોનું નામ સામેલ હતું. આ કન્ટેસ્ટન્ટ વચ્ચે જોરદાર ટક્કર હતી.

image source

તમને જણાવી દઈએ કે ગ્રાન્ડ ફિનાલેમાં પોતાના મેજિકલ પરફોર્મન્સથી સમગ્ર દેશના લોકોના મન જીતનારા ઉત્તરાખંડના પવનદીપ રાજન આ શોનો વિજેતા બન્યો છે.

image source

ઇન્ડિયન આઇડલના નિર્માતાઓએ સિઝન 12 માટે પણ એક શાઈનિંગ ટ્રોફી રાખી હતી. આ ટ્રોફી ગોલ્ડન કલરની છે..આ ટ્રોફી પર 12 લખેલું હતું. એ સાથે જ ઇન્ડિયન આઇડલની 12મી સીઝનમાં વિજેતા બનેલા પવનદીપ રાજનને આ ટ્રોફીની સાથે ઇનમાં તરીકે 25 લાખ રૂપિયા નકદ રાશિ પણ આપવા આવી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિજેતા પવનદીપ રાજનને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની સાથે એક મોટો કોન્ટ્રાકટ પણ મળી શકે છે.

image source

તમને જણાવી દઈએ કે પવનદીપ અગાઉ 2015 માં ધ વોઈસ ઈન્ડિયાના વિજેતા રહી ચૂક્યા છે. આ શો જીત્યા બાદ પવનદીપને 50 લાખ રૂપિયાનું ઇનામ અને એક અલ્ટો કે 10 કાર મળી. આ શો પછી, પવનદીપને તેના રાજ્ય ઉત્તરાખંડમાં ગાયક તરીકે ઘણી ઓળખ મળી. પવનદીપ રાજને 2015માં યાર્શ નામનું આલ્બમ બહાર પાડ્યું હતું. આ પછી 2017 માં તેણે રોમિયો અને બુલેટ નામની ફિલ્મમાં તેરે લિયે ગીત ગાયું હતું. પવનદીપે મ્યુઝિક આલ્બમ ચોલીયાર માટે બે ગીતો ગાયા હતા.

image source

તમને જણાવી દઈએ કે શોમાં સન્મુખ પ્રિયા છઠ્ઠા નંબરે હતી. તેના પછી નિહાલ ટોરો પાંચમા સ્થાને છે. નંબર 4 પર મોહમ્મદ દાનિશ, સાયાલી કાંબલે સેકન્ડ રનર-અપ બની અને ફર્સ્ટ રનર-અપ તરીકે અરુણિતા વિજયથી માત્ર એક ડગલું દૂર હતી. બીજી બાજુ, પવનદીપની જીત પર, તેના પ્રેક્ષકોમાં બેઠેલી તેની માતા ખૂબ જ ભાવુક થઈ ગઈ. જણાવી દઈએ કે પવનદીપને હવે સ્વિફ્ટ કાર સિવાય ઈન્ડિયન આઈડલ 12 ની ટ્રોફી અને ઈનામ તરીકે 25 લાખ રૂપિયા મળી રહ્યા છે.