આ ગુજરાતીએ પાકિસ્તાન સામેની લડાઈમાં આપ્યો સિંહફાળો, જાણો લડતની ખાસ વાતો

વર્ષ 1971માં ભારતે મેળવેલી જીતના ઈતિહાસને દર્શાવતી બોલિવુડની ફિલ્મ ભુજ હવે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિંહા સહિતના સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મ કચ્છના ભુજમાં બનેલી યુદ્ધ વખતની સત્ય ઘટના પર આધારિત છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1965 અને 1971ના યુદ્ધમાં ભારે પાકિસ્તાન પર જીત મેળવી હતી. આ જિતમાં સિંહફાળો એક ગુજરાતીનો પણ છે જે આજે ચર્ચામાં આવ્યા છે.

image source

આ વ્યક્તિ છે બનાસકાંઠાના સૂઈ ગામના રણછોડદાસ રબારી ઉર્ફે પગી. એક સમયે રણમાં દેખાતા પગલાંઓને જોઈ તેમણે બોર્ડર સીક્યુરીટી ફોર્સનાં જવાનોને તેમણે જણાવ્યું હતું કે એક ઊંટ જેના પર વજન રાખેલું હતું તે અહીંથી પસાર થયું છે. જવાનોએ એકાદ કલાકમાં તે ઊંટને પકડી પાડ્યું તેનું નામ મુશર્રફ હતું અને તેના પર 22 કિલો આરડીએક્સ હતું. રણમાં આ રીતે ઘૂસણખોરો વિશે જાણી લેતા પગી કાકા ભારતીય સૈન્યના ખૂબ જ લાડકા હતા. તેમણે 1965 અને 1971નાં યુદ્ધમાં પણ ભારતીય સૈન્યને મદદ કરી હતી.

image source

પગીના હૂલામણા નામથી ઓળખાતા તેઓ વર્ષ 2013માં 112 વર્ષની ઉંમરે મરણ પામ્યા. હવે તેમને બોલિવૂડની ફિલ્મમાં પણ યાદ કરવામાં આવ્યા છે. તેમના યોગદાન અને મદદને ધ્યાને લઈ ભારતીય સીમા સુરક્ષા દળે ઉત્તર ગુજરાતની સુઈગામ આંતરરાષ્ટ્રીય સીમા ચોકીને ‘રણછોડદાસ પોસ્ટ’ નામ આપ્યું છે.

image source

પરિવાર સાથે વિચરતું જીવન જીવી મોટા થયેલા રણછોડભાઈને બાળપણથી જ માટીમાં કે ઘાસમાં પડેલા પગલાઓની છાપ જોવાનો અભ્યાસ હતો. તેઓ એટલા પારખું હતા કે તેઓ સચોટપણે જણાવી દેતા કે રણની રેતીમાં શું થયું છે. જ્યારે 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાનની સેનાએ ભારતના 100 જેટલા જવાનોને મારી નાખ્યા અને કચ્છની સીમા ઉપર આવેલી વિદ્યાકોટ ચોકી ઉપર કબજો કરી લીધો. તે સમયે કચ્છના રેતાળ ભૂગોળથી અજાણ એવી 10 હજાર ભારતીય સૈનિકોને ટુકડીને અહીં પહોંચવા આદેશ મળ્યો. આ સમયે ભારતીય સૈન્યને રણછોડ પગીની મદદ મળી હતી.

image source

તેઓ પાકિસ્તાનની સેનાને ખબર પણ ન પડી તે રીતે ભારતીય સૈન્યના હજારો સૈનિકોને રણનાં ટુંકા રસ્તેથઈ લઈ ગયા. આ સિવાય તેમણે રણના ક્ષેત્રમાં સંતાયેલા 1200 પાકિસ્તાની સૈનિકોનાં અડ્ડા પણ શોધી કાઢયા હતા જે યુદ્ધ દરમિયાન અન્યને શસ્ત્રો પહોંચાડતા હતા. તેમની મદદે ભારતીય સૈન્યને જીત અપાવવામાં ખૂબ મદદ કરી હતી. તેમની આ કામગીરી બદલ તેમને સંગ્રામ , સમર સેવા સ્ટાર તથા પોલીસ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.