નવી શોધઃ એક એવી હેલ્મેટ જેને પહેરવાથી જ બ્રેન ટ્યુમર અને બ્રેનકેન્સરમાં પણ થઈ શકે છે ફાયદો

હેલ્મેટ, આપણે આ શબ્દને જ્યારે મોટરસાયકલ લઈને ક્યાંક બહાર જઇ રહ્યા હોય ત્યારે આપણી પોતાની સલામતી અને ટ્રાફિક પોલીસ દંડ ન ફટકારે તે માટે માથા પર પહેરવામાં આવતા એક મુગટ તરીકે જાણીએ છીએ.

image source

પણ ટેકનોલોજીની દુનિયામાં રોજેરોજ નવા નવા સંશોધનો અને શોધ થતી હોય છે. અને હેલ્મેટ જેને આપણે મોટરસાયકલમાં મુસાફરી કરવા સમયે પહેરીએ છીએ તેનો અલગ ઉપયોગ પણ થઈ શકે છે અને તેની શોધ પણ થઈ છે.

આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં આપણા જીવનમાં ઘણા બધા કામો અને સવલતો ટેકનોલોજી આધારિત જ છે. હાથમાં રહેતા મોબાઈલ અને કેટલાય ટન વજન ધરાવતી ક્રેનો ટેકનોલોજીના જ દાખલા છે. ત્યારે આ પહેલા જ એવા પ્રયોગો થઈ ચુક્યા છે જેમાં હેલ્મેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દવાઈએ આપણે બ્રેન ટ્યુમર ડિટેકટ કરી શકતા હતા. હવે તેમાં એક પગલું આગળ વધતા વૈજ્ઞાનિકોએ એક એવું મેગ્નેટિક હેલ્મેટ તૈયાર કર્યું છે જેના દ્વારા આપણે બ્રેન ટ્યુમરને ડિટેકટ કરવાની સાથે સાથે તેનો નાશ કરવા અંગે પણ કાર્ય કરી શકીશું. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે આ નવીન શોધ વિશે વિસ્તારથી જાણીએ.

વૈજ્ઞાનિકોએ કર્યો પ્રયોગ

image source

ન્યુરોલોજીના એક તાજેતરના જ પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ એક એવું હેલ્મેટ તૈયાર કરવામાં સફળતા મેળવી હતી જે બ્રેન ટ્યુમર સામે લડવામાં મહદઅંશે કારગર નીવડી છે.

image source

વૈજ્ઞાનિકોએ આ હેલ્મેટમાં ઉપલબ્ધ મેગ્નેટિક ફિલ્ડ દ્વારા એક 53 વર્ષના દર્દીના ડેડ ટ્યુમરને લગભગ એક તૃતિયાંશ ભાગ સુધી ઓછું કરી નાખ્યું હતું. જો કે આ દર્દીનું અન્ય કોઈ કારણોસર મૃત્યુ થઇ ગયું પરંતુ ઓટોપ્સીમાં જાણવા મળ્યું કે દર્દીનું ટ્યુમર બહુ ઓછા સમયમાં અંદાજે એક તૃતીયાંશ ભાગ સુધી ઓછું થઈ ગયું હતું. આ પ્રયોગ વિશ્વના પહેલા બ્રેન કેન્સરના ખતરનાક સ્ટેજ ગ્લયોબ્લાસ્ટોમા ( glioblastoma ) ની નોન ઇનવેસિવ થેરેપી માનવામાં આવી હતી.

કઈ રીતે કામ કરે છે તે પણ જાણો

આ હેલ્મેટમાં ત્રણ સતત ફરતા રહેતા મેગ્નેટ જેને માઈક્રોપ્રોસેસર બેઝડ ઇલેક્ટ્રોનિક કંટ્રોલર દ્વારા જોડવામાં આવ્યા છે, આ એક રિચાર્જ થઈ શકે તેવી બેટરી સાથે જોડેલ છે. આ થેરેપીમાં દર્દીએ આ હેલ્મેટને 5 સપ્તાહ સુધી ક્લિનિકમાં પહેરેલું રાખ્યું હતું અને ત્યારબાદ તેમના પત્નીની સહાયતા લઈ ઘરે પણ પહેરી રાખ્યું હતું. ત્યાર પછી આ હેલ્મેટનો ડેટા રીડ કરવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું કે દર્દીએ દરરોજ ઓછામાં ઓછું 6 કલાક સુધી આ હેલ્મેટને પહેરવું પડશે. આ હેલ્મેટને પહેર્યા બાદ દર્દીને થયેલા બ્રેન ટ્યુમરનો આકાર અંદાજે એક તૃતીયાંશ ભાગ ઓછો થઈ ગયો હતો.

image source

હોસ્ટન મેથોડિસ્ટ ન્યુરોલોજિકલ ઇન્સ્ટિટયૂટના ન્યુરોસર્જરી ડિપાર્ટમેન્ટના ડાયરેકટર ડેવિડ બસ્કિનએ જણાવ્યું કે, આ હેલ્મેટ દ્વારા ભવિષ્યમાં બ્રેન કેન્સરનો કોઈ નુકશાન વગર ઈલાજ કરવાની પ્રોસેસ સંભવ થઈ શકશે.