પલાળેલા ચણા જ નહી પરંતુ, તેનુ પાણી પણ છે આરોગ્ય માટે અમૃત, વાંચો આ લેખ અને જાણો તેના ફાયદા…

પલાળેલા કાચા ચણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. તેમાં રહેલા ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સ જેવા ઘણા વધુ પોષક તત્વો શરીરમાં ઘણી સમસ્યાઓ દૂર કરવામાં વિશેષ ભૂમિકા ભજવે છે. તેથી ઘણા લોકો સવારે પલાળેલા કાચા ચણા નું સેવન કરવાનું પસંદ કરે છે પરંતુ, કેટલાક લોકો તેના ફાયદાને કારણે તેમને ખાવામાં અસમર્થ હોય છે કારણકે, તેમને કાચા ચણા ખાવાનું ગમતું નથી. આ કિસ્સામા તમે પલાળેલા ચણાના પાણીની મદદ લઈ શકો છો.

image source

તે તમારા સ્વાસ્થ્ય માટે ભીના ચણા જેટલું જ ફાયદાકારક હોય શકે છે. આ માટે ચણા ને ધોઈને આખી રાત પાણીમાં પલાળી ને સવારે આ પાણી નું સેવન કરો. કાચા ચણાનું પાણી પણ ન પીવું હોય તો ચણાને ઉકાળીને તેનું પાણી ગાળીને શેકેલા જીરા, કાળું મીઠું અને લીંબુ પણ ઉમેરી શકો છો. ચાલો જાણીએ ભીના ચણાનું પાણી પીવાથી કયા સ્વાસ્થ્ય લાભ મળી શકે છે.

image source

ચણાના પાણીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને ઝિંક હોય છે. આ પાણી પીવાથી હાડકા મજબૂત થાય છે. આનાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. અને હદયની બીમારીઓથી પણ બચાવે છે. જો ઘોડા જેવું શક્તિ જોઈતી હોય તો ચણાનું સેવન જરૂર કરવું જોઈએ.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે :

image source

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે તમે દરરોજ સવારે ખાલી પેટ કાચા ચણાના પાણી નું સેવન કરી શકો છો. તેનાથી શરીરને દરેક પ્રકારના રોગોથી બચાવશે અને વારંવાર બીમારી થવાનું જોખમ ઘટશે.

ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે :

image source

ચણા નું પાણી ડાયાબિટીસ ને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. રોજ ચણાનું પાણી પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે :

image source

વજન ઘટાડવા માટે તમે ચણાના પાણી ની મદદ પણ લઈ શકો છો. તેને પીવાથી થાક અને નબળાઈ પણ નથી થતી અને પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે.

પાચનક્રિયા સુધારે છે :

ખાલી પેટે રોજ ચણા નું પાણી પીવા થી પાચન ક્રિયા સુધરે છે. તેનાથી કબજિયાત દૂર કરવામાં અને પેટ સાફ કરવામાં ઘણી મદદ મળે છે. તેનાથી ગેસ, અપચો જેવી સમસ્યાઓમાંથી પણ રાહત થાય છે.

ત્વચાને સાફ કરે છે :

image source

ચણા નું પાણી ત્વચા ને આંતરિક રીતે સાફ કરવામાં પણ મદદ કરે છે. તે ત્વચાની વિવિધ સમસ્યાઓને અટકાવે છે અને કુદરતી સૌંદર્યને વધારે છે.