વિશ્વમાં વધી રહી છે જોડિયા બાળકોની સંખ્યા, વર્ષની સંખ્યા જાણીને આંખો થઈ જશે પહોળી

તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં હવે જોડિયા બાળકોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. આ સંખ્યા એટલી વધારે છે કે જાણીને કદાચ તમને પણ નવાઈ લાગે તે શક્ય છે. સંશોધકોએ કહ્યું કે વિશ્વમાં જોડિયા બાળકોના જન્મનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તેનાથી ઈતિહાસમાં આ સંખ્યા નોંધાઈ છે.

આ રીતે વધી રહ્યો છે દર

image source

હાલમાં જે પણ ડિલિવરી થઈ રહી છે તેમાં દર 42 ડિલિવરીમાંથી એક જન્મ જોડિયા બાળકનો થાય છે. આ પ્રમાણ કોઈ જાતિને આધારે નથી. વિવિધ દેશની વાત કરવામાં આવે તો જાણવા મળે છે કે હાલમાં જોડિયા બાળકોની બોલબાલા ચાલી રહી છે.

વિશ્વમાં વર્ષે આટલા જોડિયા બાળકો જન્મે છે

image source

એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં દર વર્ષે લગભગ 16 લાખ જોડિયા બાળકો જન્મે છે. પહેલાની વાત કરીએ તો 80ના દશકામાં 1000માંથી 9 ડિલિવરી જોડિયા બાળકોની હતી. આ પ્રમાણ હવે વધી રહ્યું છે. તે 9થી 12નું થયું છે. આ સિવાય એક રિસર્ચ અનુસાર દર 42 ડિલિવરીમાંથી એક જન્મ જોડિયા બાળકનો થાય છે.

શું કોઈ ચોકક્સ કારણ હોય છે જોડિયા બાળકોના જન્મનું

image source

જોડિયા બાળકોના જન્મનું કોઈ ખાસ કારણ હોતું નથી. કેટલીક જગ્યાઓએ ડોક્ટર્સ અને દંપતિ ફર્ટિલિટીની મદદ લઈ રહ્યા છે અને જોડિયા બાળકને જન્મ આપી રહ્યા છે. વાત કરીએ સૌથી વધારે જોડિયા બાળકો ક્યાં જન્મે છે તેની તો તમને જણાવી દઈએ કે સૌથી વધારે જોડિયા બાળકોનો જન્મ ઉત્તર અમેરિકામાં થતો હોવાનું જાણવા મળે છે અહીં કુલ સંખ્યાના 71 ટકા જોડિયા બાળકોનો જન્મ થઈ રહ્યો છે. આ પછી યુરોપનો નંબર આવે છે જ્યાં 60 ટકા જોડિયા બાળકો જન્મ લે છે. આ પછી એશિયામાં 32 ટકા કેસમાં જોડિયા બાળકો જન્મ લે છે.

આ કારણો પણ હોઈ શકે છે જવાબદાર

image source

વિશ્વમાં સતત આ પ્રમાણમાં વધારો થવો એ પણ એક ચિંતાનો વિષય છે. વિશ્વનું દરેક 40મું બાળક એક જોડિયા બાળક તરીકે જન્મે છે. વૈજ્ઞાનિકોએ આઈવીએફ ટેકનોલોજીના કારણે થતાં જન્મને આના માટેનું સૌથી મોટું કારણ ગણાવ્યું છે. સંશોધકો એમ પણ કહી રહ્યા છે કે ધીરે ધીરે આ પ્રમાણ ભારતમાં પણ વધી શકે છે. આ સિવાય અન્ય કારણમાં વિકસિત દેશોમાં 1970ના દાયકાથી પ્રજનન તકનીક એઆરટી શરુ થઈ. જેના બાદ જોડિયા વધુ જન્મ્યા હતા.

image source

ઘણી સ્ત્રીઓ હવે મોટી ઉંમરે માતા બની રહી છે અને બાદમાં તેમને જોડિયા થવાની સંભાવના વધારે છે. આ પ્રકારના કેસમાં બાળકોના મોત થવાના, અધૂરા મહિને જન્મ લેવાના અને ઓછા વજનના હોવાના કિસ્સા પણ વધારે જોવા મળી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!