આ મુસ્લિમ દેશમાં ઘરની દીવાલો પર પત્નીનો ફોટો લગાવે છે લોકો, જાણી લો અહિયાની ચોંકાવનારી વાતો.

દુનિયામાં બધા દેશોમાં અજીબોગરીબ વસ્તુઓ જોવા મળે છે. કોઈ દેશના રીતરિવાજ અને પરંપરા એને બીજા દેશ કરતા અલગ બનાવે છે. એવો જ દુનિયાનો એક મુસ્લિમ દેશ છે જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. મુસ્લિમ દેશ બ્રુનેઇમાં ઘણી એવી રસપ્રદ વાતો છે જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહિ થાય.

image soucre

દુનિયાના ધનવાન દેશોમાં બ્રુનેઇની પણ ગણતરી થાય છે. ધનવાન દેશના લોકો એમના રહેવા માટે સારા બંગલા બનાવે છે અને એ સાથે જ ઘણી લકઝરી ગાડીઓ પણ રાખવાનું પસંદ કરે છે. પણ બ્રુનેઇના લોકોની પસંદ વિશે આના કરતાં સાવ અવળી છે. બ્રુનેઇના લોકોની પસંદ વિશે જાણીને તમને નવાઈ લાગશે અને વિશ્વાસ પણ નહીં થાય. તમે કહેશો કે શું કોઈ દેશના લોકો આવું પણ કરી શકે પણ અમે તમને જે જણાવવા જઈ રહ્યા છે એ એકદમ હકીકત છે. તો ચાલો જાણી લઈએ બ્રુનેઈની અજીબોગરીબ અને રસપ્રદ વાતો.

image soucre

અહિયાંના લોકોને ઘર કરતા એમની પાસે લકઝરી ગાડીઓ રાખવાનું પસંદ છે. આ દેશમાં ઘર કરતા વધારે ગાડીઓ છે. અહીંયા હજી પણ રાજનું શાસન છે. દુનિયાના ઘણા દેશોની જેમ બ્રુનેઇ પર પણ અંગ્રેજોનું રાજ હતું. આ દેશ 1 જાન્યુઆરી 1984માં આઝાદ થયો હતો. આ દેશના રિવાજ વિશે જાણીને તમને નવાઈ લાગશે. અહીંયા દીવાલો પર પત્નીનો ફોટો લગાવવામાં આવે છે. એ સાથે જ અહીંયા સુલ્તાનનો પણ ફોટો લગાવવામાં આવે છે.

image soucre

અહિયાના લોકોના ખાનપાન પણ બીજા લોકો કરતા અલગ છે. અહીંયા લોકો ફાસ્ટ ફૂડ નથી ખાતા. એ કારણે તમને અહીંયા ફાસ્ટ ફૂડના રેસ્ટોરેન્ટ પણ એકાદ જ જોવા મળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે બ્રુનેઇમાં લોકોને ગાડીઓ એટલી પસંદ છે કે અહીંયા ઘરો કરતા ગાડીઓ વધુ છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે અહીંયા એક હજાર લોકોની વચ્ચે 700 ગાડીઓ છે. સૌથી ખાસ એ છે કે અહીંયા તેલના ભાવ ખૂબ જ ઓછા છે અને પરિવહન ટેક્સ પણ ખૂબ જ ઓછો છે.

image soucre

બ્રુનેઇના રાજા દુનિયાના સૌથી ધનવાન રાજાઓમાં સામેલ છે. વર્ષ 2008માં એક રિપોર્ટ આવ્યો હતો એના અનુસાર રાજાની સંપત્તિ લગભગ 1363 અરબ રૂપિયા હતી. એમને ગાડીઓનો એટલો શોખ છે કે એમની પાસે 7000 ગાડીઓ છે. એમને પોતાની અંગત કારને સોનાથી મઢાવી છે. એ 700 રૂમના મહેલમાં રહે છે.