રસી ન લેનારા સાવધાન, તમારી સેલેરી પણ પડી શકે અસર, જાણો શું છે કંપનીઓનો પ્લાન

કોરોના રસીકરણની ગતિ વધારવા માટે સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે અને આ પ્રયત્નોની અસર પણ હવે જોવા મળી રહી છે. તેથી તે જ સમયે, કોર્પોરેટમાં પણ રસીકરણ વધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પહેલ હેઠળ હવે કંપનીઓ ઘણી ઘોષણા કરી રહી છે. હકીકતમાં, કંપનીઓ ઇચ્છે છે કે તેમના કર્મચારીઓને વહેલી તકે રસી આપવામાં આવે જેથી તેઓ તેમના કર્મચારીઓને કામ કરવા બોલાવી શકે અને તેમનુ કામ પહેલાની જેમ પૂર્વરત થઈ જાય. આ કડીમાં હવે કંપનીઓએ રસીકરણ ન લેનાર કર્મચારીઓના ઈન્ક્રીમેન્ટ અંગે કેટલીક ઘોષણાઓ પણ કરી છે.

image source

આ અંગે રોજગાર સાથે જોડાયેલા વકીલો અને ઈન્ડસ્ટ્રીઝ એક્ઝિક્યૂટિવના કહેવા પ્રમાણે દેશની ઘણી બધી કંપનીઓ આવનારા 3થી 4 મહિનામાં ઓફિસ ખોલવા માગે છે. જેથી તમામ કર્માચારીઓએ રસી લેવી જરૂરી બને છે જ્યાં સુધી બધા લોકો રસી ન લે ત્યાં સુધી ઓફિસ ખોલવી જોખમી રહે છે. તેવામાં કંપનીઓ રસીકરણ માટે આને ઈન્સેન્ટિવ કમિશન અને ઈનક્રિમેન્ટ સાથે જોડી રહી છે. તમને જણાવી દઈએ કે, કોઈ પણ કંપની પોતાના કર્મચારીઓનું જબરજસ્તીથી રસીકરણ કરાવી શકતી નથી જેથી કરીને કર્મચારીઓ પર થોડુ દબાણ બનાવવાની રીત શોધી રહી છે. જેથી કર્મચારીઓ રસી લઈને અને કંપનીન ફરી શરૂ થાય.

એક અહેવાલ મુજબ, દેશની સૌથી જૂની લો કંપની ખૈતાન એન્ડ કંપનીના અંશુલ પ્રકાશ કહે છે કે કોઈને રસીકરણ માટે દબાણ કરવું એ કાયદાની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં, કંપનીઓ કર્મચારીઓના જોખમને ધ્યાનમાં લીધા પછી રસીકરણ અંગે નિર્ણય લઈ રહી છે. કંપનીઓ માને છે કે જે કર્મચારીઓ રસી લેતા નથી તેઓ કંપનીની સાથે સાથે બાકીની વસ્તીને જોખમમાં મૂકતા હોય છે. એક અહેવાલ મુજબ નામ જાહેર ન કરવાની શરતે ઓદ્યોગિક કંપનીના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે કહ્યું છે કે જો કોઈ કર્મચારીને રસી ન લગાવે તો તેની અસર તેના ઈન્ક્રીમેન્ટ ઉપર પણ જોવા મળી શકે છે. જોકે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે તેનો હેતુ માત્ર એટલા માટે છે કે વધુને વધુ કર્મચારીઓને રસી અપાય.

image source

પગાર પર પણ અસર થશે?

ઇન્ક્રીમેન્ટ અટકાવવા ઉપરાંત, કેટલીક કંપનીઓ રસી ન લેનાર કર્મચારીઓના પગારમાં પણ ઘટાડો કરી રહી છે. ફાઇનાન્સિયલ સર્વિસીસ કંપનીએ તેના કર્મચારીઓને સ્પષ્ટ કરી દીધું છે કે, જો તેઓ રસી નહીં લે તો તેમનો પગાર 5 ટકા કપાઈ આવશે. જો કે, રસી લઈ લીધા પછી કપાયેલા પૈસા પાછા મળી જશે.

image source

હકીકતમાં, કંપનીઓ ઇચ્છે છે કે તેમની કંપનીના દરેક કર્મચારીને જલ્દીથી રસી આપવામાં આવે જેથી ઓફિસ ખુલે ત્યારે કોઈ જોખમ ન રહે અને કંપનીઓએ તેને ફરીથી બંધ ન કરવી પડે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે દેશની ઘણી કંપનીઓ આગામી 3-4 મહિનામાં ઓફિસ ખોલવા માંગે છે. તેથી જ તેઓએ કેટલાક સખત નિર્ણયો પણ લેવા પડશે.

image source

ઘણા લોકો કોરોનાની બીજી વેવમાં મરી ગયા, જે પછી રસી એકમાત્ર ઉપાય બચ્યો છે. આવી સ્થિતિમાં, ઉદ્યોગ જગત પ્રયાસ કરી રહ્યુ છે કે શક્ય તેટલી વહેલી તકે વધુને વધુ કંપનીઓમાં રસીકરણ પૂર્ણ થઈ શકે. જેથી આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળી શકે અને કોઈને પણ જોખમ ન રહે. તેથી જો તમે પણ એવું વિચારી રહ્યા છો કે હું ઘરેથી કામ કરું છું, તો મને રસીકરણની શું જરૂર છે, પછી સાવચેત રહો. કદાચ તમારે ઈન્ક્રીમેન્ટથી હાથ ધોવા પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!