કરણ જોહરે જણાવ્યા ઇન્ડિયન આઇડલ 12ના ટોપ 3 કન્ટેસ્ટન્ટ, કર્યો મોટો ખુલાસો

સિગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12માં ગયા વિકેન્ડે સેમિફાઇનલ એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ખાસ એપિસોડમાં કરણ જોહર સ્પેશિયલ ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. આ એપિસોડમાં સીઝનના ટોપ 6 સિંગર્સને કરણ જોહરની ફિલ્મોના સુપરહિટ ગીતો ગાયા. બધાનું જ પરફોર્મન્સ શાનદાર રહ્યું. એ સાથેબજ કરણ જોહર બધા માટે ખાસ ભેટ પણ લઈને પહોંચ્યા હતા.

કરણ જોહરને ત્રણ કન્ટેસ્ટન્ટે કર્યા ઈમ્પ્રેસ.

image source

કરણ જોહરે આ ખાસ ભેટ ફક્ત ત્રણ કન્ટેસ્ટન્ટને આપી છે. આ ગિફ્ટ એમની પ્રોડક્શન કંપની ધર્માનો સિગિંગ કોન્ટ્રાકટ હતો. શો દરમિયાન કરણ જોહરને જેને પણ પોતાની ગાયિકીથી ઈમ્પ્રેસ કર્યા એને કરણ જોહરે આ ખાસ ભેટ આપી. બધા કન્ટેસ્ટન્ટસે કરણ જોહરને ઈમ્પ્રેસ કરવાની પુરી કોશિશ કરી. એમાંથી ત્રણ લોકો સફળ થઈ શક્યા. કરણ જોહરને ઈમ્પ્રેસ કરવામાં પવનદીપ રાજન, અરુણીતા કાંજીવાલા અને મોહમ્મદ દાનીશને સફળતા હાથ લાગી હતી.

ત્રણ કન્ટેસ્ટન્ટની ખુલી કિસમગ.

image source

તો સાયલી કાંબલે ,શનમુખ પ્રિયા અને નિહાર તારો ખાલી હાથ રહી ગયા હતા. તો કરણ જોહરે જણાવ્યું લે એ આ ત્રણને ફિનાલેમાં જરૂર જોવા માંગે છે. એ પછીથી જ લોકો અટકળો લગાવવા લાગ્યા છે કે આ કન્ટેસ્ટન્ટ ટોપ થ્રિમાં દેખાશે. તો લોકો પવનદીપ રાજન, અરુણીતા કાંજીવાલા અને મોહમ્મદ દાનીશ ત્રણેયને આટલી મોટી તક મળવા બદલ વધામણાં પણ આપી રહ્યા છે.

15 ઓગસ્ટે છે ફિનાલે.

image source

વાત કરીએ આ સિઝનની તો આ સિઝનનો ફિનાલે 15 ઓગસ્ટે હશે. એમાં પવનદીપ રાજન, અરુણીતા કાંજીવાલા, મોહમ્મદ દાનીશ, શનમુખ પ્રિયા, નિહાલ તારો અને સાયલી કાંબલે ટ્રોફી માટે એકબીજા સાથે લડત દેખાશે.

image source

ઇન્ડિયન આઇડલના જજ હિમેશ રેશમિયાએ ગ્રાન્ડ ફિનાલે માટે પોતાની ઉત્સુકતા જાહેર કરતા કહ્યું છે કે 12 કલાકના ઇન્ડિયન આઇડલ 12નો ગ્રાન્ડ ફિનાલે મ્યુઝિકનો જશન મનાવતા અને સાથે જ લોકોનું મનોરંજન કરતા શાનદાર તરીકે કરવામાં આવશે. આ શોમાં એક જજ તરીકે મારો શાનદાર કાર્યકાળ રહ્યો છે અને આ રીતની પ્રતિભાઓ અને તૈયારીઓ જોઈને મને ખુબ જ ગર્વ મહેસુસ થાય છે. આ છ કન્ટેસ્ટન્ટમાંથી કોઈ એકને પસંદ કરવું ખૂબ જ કપરું છે અને હું આ જોવા માટે ખુદને રોકી નથી શકતો કે આ સિઝનની ટ્રોફી કોણ જીતશે. મને વિશ્વાસ છે કે આ બધાને ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સારું કામ મળશે અને એ ઇન્ડિપેન્ડટ તરીકે પોતાની એક અલગ જગ્યા બનાવશે.

આ અવસર પર હિમેશ રેશમિયા અને સોનું કક્કર પણ પોતાના શાનદાર પરફોર્મન્સ કરશે. એ પુરા 12 કલાકના ગ્રાન્ડ ફિનલેમાં મ્યુઝિક જગતના અલગ અલગ કલાકાર ઘણા ગીતોનું પરફોર્મન્સ કરશે. જેમ જેમ આ સાંજ આગળ વધશે શોના મેજબાન શોના કન્ટેસ્ટન્ટ અને આ ત્રણેય જજ સાથે રમતા પણ દેખાશે. આ ખાસ અવસર પર શોના 6 કન્ટેસ્ટન્ટના શાનદાર અને ઇમોશનલ સફરની પણ ઝલક શેર કરશે.