પેટ્રોલના ભાવની સામે આ કંપનીની સાયકલો બની શકે છે બેસ્ટ ઓપ્શન, જાણો તમે પણ

Nexzu Mobility Roadlark : ઇલેક્ટ્રિક વાહન બનાવતી બેંગલુરૂની કંપની Nexzu Mobility એ માર્ચમાં પોતાની ઇલેક્ટ્રિક સાયકલ Roadlark લોન્ચ કરી હતી. કંપનીના દાવા મુજબ આ સાયકલને એક વખત ચાર્જ કરવાથી તે 100 કિલોમીટર સુધી ચાલી શકે છે. જો બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો સાયકલને પેડલ મારીને પણ ચલાવી શકાય છે.

image source

આ સાયકલમાં ડ્યુઅલ બેટરી સિસ્ટમ છે જેમાં પ્રાયમરી 8.7 Ah ની હલકી અને રિમુવેબલ બેટરી આપવામાં આવી છે જયતર 5.2 Ah ની સેકન્ડરી ઇન ફ્રેમ બેટરી આપવામાં આવી છે. આ સાયકલને ઘરે જ સરળતાથી ચાર્જ કરી શકાય છે. આ સાયકલની કિંમત 42000 રૂપિયા છે અને તે વધુમાં વધુ 25 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ચાલી શકે છે.

image source

Toutche Heileo M100 : બેંગલુરુની જ એક અન્ય કંપની છે Toutche જેણે પોતાની ઇલેક્ટ્રિક સાયકલ Heileo M100 ને બજારમાં ઉતારી છે. જો કે આ કંપની પાસે ઇલેક્ટ્રિક સાયકલમાં ઘણી વેરાયટી છે પરંતુ Heileo M100 એક કિફાયતી સાયકલ છે. આ સાયકલની રેન્જ 60 કિલોમીટરની છે અને તેમાં 0.37 kWh ક્ષમતાની બેટરી આપવામાં આવી છે. જો તમે તેની રેન્જ વધારવા માંગતા હોય તો બેટરીને ફ્રી માં અપગ્રેડ કરાવી શકો છો ત્યારબાદ તેની રેન્જ વધીને 75 કિલોમીટર થઈ જાય છે. કંપનીએ આ સાઇકલની કિંમત GST સહિત 49,900 રૂપિયા રાખી છે.

image source

GoZero : ભારતમાં અનેક વિદેશી કંપનીઓ પણ છે જે ઇલેક્ટ્રિક સાયકલો વેંચે છે. તેમાં એક કંપની છે GoZero જે ભારતમાં ઘણી રેન્જની ઇલેક્ટ્રિક સાયકલો વેંચે છે. આ કંપનીની સૌથી વધુ રેન્જ આપતી ઇલેક્ટ્રિક સાયકલ છે Skellig Pro. તે એક વખત ચાર્જ કરવાથી 70 કિલોમીટર સુધી ચાલી શકે છે. તેમાં 250 W પાવરની મોટર આપવામા આવી છે. તેની કિંમત 39,999 રૂપિયા રાખવામાં આવી છે. આ કંપનીની અન્ય બે સાયકલ પણ છે Skellig Lite ની કિંમત 19,999 રૂપિયા છે જ્યારે Skelling ની કિંમત 32,499 રૂપિયા છે.

image source

RadRover 6 Plus : અમેરિકન કંપની RadRover એ પોતાની નવી ઇલેક્ટ્રિક સાયકલ RadRover 6 Plus રજૂ કરી છે. આ કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક સાયકલ છે જેમાં સેમી ઇન્ટિગ્રેટેડ બેટરી આપવામાં આવી છે. આ બેટરીને સરળતાથી કાઢી શકાય છે અને ફરીથી લગાવી પણ શકાય.છે. આ સાયકલની કિંમત 1,999 ડોલર એટલે કે અંદાજે 1.5 લાખ ભારતીય રૂપિયા છે. આ સાયકલમાં 48V, 14 Ah ની લીથીયમ આયન બેટરી આપવામાં આવી છે જે એક વખત ચાર્જ કરવાથી 72 કિલોમીટરથી વધુ ચાલી શકે છે. હાલ આ સાયકલ ગ્લોબલ માર્કેટમાં વેંચાણ માટે ઉપલબ્ધ છે અને ભારતમાં પણ તેનું ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે.

image source

Nahak : ઇલેક્ટ્રિક સાયકલ બનાવતી કંપની Nahak મોટર્સએ બે ઇલેક્ટ્રિક સાયકલો બજારમાં ઉતારી છે 1) Garuda અને 2) Zippy. આ સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા સાયકલો છે. તેનું બુકીંગ કર્યા બાદ હોમ ડિલિવરી ઓગસ્ટથી શરૂ થઈ જશે. Garuda મોડલની કિંમત 31,999 રૂપિયા છે અને Zippy મોડલ 33,499 રૂપિયા છે. તેમાં સ્વેપેબલ બેટરી આપવામાં આવી છે જેને માત્ર 3 કલાકમાં જ ફૂલ ચાર્જ કરી શકાય છે. ફૂલ ચાર્જ કર્યા બાદ સાયકલ 40 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ સાયકલની રનિંગ કોસ્ટ માત્ર 10 પૈસા પ્રતિ કિલોમીટર છે.