જાણો BSNL ના આ ધમાકેદાર રિચાર્જ પ્લાન વિશે, જેમાં યુઝર્સને મળી રહ્યો છે અઢળક લાભ

ભારતીય સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ BSNL એ પોતાના ગ્રાહકો આકર્ષવા માટે અવનવા શાનદાર અને સસ્તા ભાવના રિચાર્જ પ્લાન રજુ કરતી હોય છે. ખાસ કરીને 15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી જેવા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કંપની ખાસ પ્લાન રજૂ કરે છે. ત્યારે આ વેળા 15 મી ઓગસ્ટ પહેલા જ કંપનીએ વિશેષ રૂપે કોરોના મહામારીથી પ્રભાવિત થઈ ઘરેથી કામ એટલે કે વર્ક ફ્રોમ હોમ કરી રહેલા લોકો માટે અનેક એવા પ્લાન રજૂ કર્યા છે જેમાં અનલિમિટેડ ડેટા મળે છે. જો તમે લાંબી વેલીડીટી ધરાવતા રિચાર્જ પ્લાનની શોધમાં હોય તો તમારી શોધ અહીં પુરી થઈ જશે. કારણ કે BSNL એ પોતાના ગ્રાહકો માટે 1999 રૂપિયા વાળો લોન્ગ ટર્મ વેલીડીટી વાળો પ્લાન રજૂ કર્યો છે જેમાં યુઝરને અનલિમિટેડ ફ્રી વોઇસ કોલ સાથે ડેટા પણ આપવામાં આવે છે.

image source

BSNL ના 1999 રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં BSNL યુઝરને 365 દિવસની વેલીડીટી મળે છે. BSNL નો આ લોન્ગ ટર્મ વેલીડીટી રિચાર્જ પ્લાનમાં યુઝરને અનલિમિટેડ ફ્રી વોઇસ કોલની સાથે સાથે 600 GB ઈન્ટરનેટ ડેટા પણ મળે છે. આ ડેટાનો ઉપયોગ BSNL યુઝર આખા વર્ષ દરમિયાન કરી શકશે.

image source

આ.ઈન્ટરનેટ ડેટામાં કંપનીએ દરરોજના વપરાશની કોઈ સીમા નક્કી નથી કરી. સાથે જ આ રિચાર્જ પ્લાનમાં યુઝરને 100 sms ની સુવિધા પણ આપવામાં આવે છે અને તેનો ઉપયોગ પણ યુઝર આખા વર્ષ દરમિયાન કરી શકે છે.

એરટેલ અને વોડાફોન આઈડિયા આપી રહી છે 50 GB ડેટા

image source

અન્ય ટેલિકોમ કંપનીઓની વાત કરીએ તો એરટેલ પોતાના યુઝરને 50 GB સુધીના ઈન્ટરનેટ ડેટાની સુવિધા વાળા રિચાર્જ પ્લાનની ઓફર કરી રહી છે. જ્યારે વોડાફોન આઈડિયા પોતાના યુઝરને મેક્સિમમ 100 GB સુધીના ઇન્ટરનેટ ડેટા પ્લાનની ઓફર કરી રહી છે.

BSNL નો નવો 447 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન પણ થયો લોન્ચ

image source

BSNL નો નવો 447 રૃપિયા વાળો રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્લાનમાં યુઝરને 60 દિવસની વેલીડીટી અને 100 GB બંડલ ડેટા મળે છે. આ ડેટાનો ઉપયોગ યુઝર 60 દિવસો સુધી કરી શકે છે. અને તેની દૈનિક વપરાશની કોઈ સીમા રાખવામાં નથી આવી. ડેટા પૂરો થઈ ગયા બાદ આ પ્લાનમાં ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 80 Kbps થઈ જાય છે. એટલું જ નહીં આ પ્લાનમાં યુઝરને અનલિમિટેડ વોઇસ કોલ અને દરરોજના 100 sms પણ મળે છે.