ગુજરાતમાં આવેલી છે વાઘા બોર્ડર જેવી મસ્ત જગ્યા, તમે પણ આ શિયાળામાં અચુકથી બનાવો અહિં ફરવા જવાનો પ્લાન

ગુજરાતમાં પાકિસ્તાન સાથેના સીમા વિસ્તારમાં એક એવું સ્થળ આવેલું છે, જ્યાં વાઘા બોર્ડરની જેમ રિટ્રીટ પરેડ યોજાય છે. આપણે વાત કરીએ છીએ બનાસકાંઠાના નડાબેટ ગામની. ભારત-પાકિસ્તાનની સરહદ નજીક સૂઈગામ તાલુકાનું નડાબેટ ધામ આવેલું છે. જેમાં અતિ પુરાણું આઈ મા શક્તિ વરુડીનું પ્રખ્યાત મંદિર આવેલું છે. જ્યારે દર વર્ષે લાખો શ્રદ્ધાળુ ઉમટી પડે છે ને ભગવતી મા વરુડીના દર્શન લઈ ધન્યતા અનુભવે છે. જ્યાંથી ભારત-પાકિસ્તાનની ૦ પોઈન્ટનીબોર્ડર માત્ર ૩૭ કિ.મી. દૂર છે, જેને નડાબેટ બોર્ડર કહેવામાં આવે છે. જે બોર્ડર પર પર્યટક બનાવતાં ગત શનિવાર અને રવિવારે દશ હજારથી વધુ પર્યટકોએ બોર્ડરની મુલાકાત લીધી હતી. જે મુલાકાત દરમિયાન લાંબા વિસ્તારમાં પથરાયેલા સફેદ રણ અને રણમાં જાણે કુદરતે ખજાનો ઠાલવ્યો હોય તેવા ધોરાવાળા લીલાબેટ દૂર દૂર રણમાં ઘુડખર- સહિત નાર (વરુ) સહિત અનેકવિદેશીપક્ષીઓ જોઈ પ્રવાસીઓ આનંદિત થઈ ઉઠયા હતા. એમાંય રાત્રિ દરમિયાન ચંદ્રના અજવાળે રણમાં જાણે હીરા-મોતી પથરાયેલા હોય તેવો કુદરતી નજારો સહિત નાચની રોશની જોવા મળે છે.

image source

આપણા દેશના જવાનો આપણી સુરક્ષા માટે દિવસ રાત જાગે છે જેથી આપણે શાંતિથી સુઈ શકીએ. દેશના આ સપૂતો દેશ માટે પોતાના પ્રાણ પણ કુરબાન કરી દે છે. આવા શુરવીરોની વાત કરતા આપણી છાતી ગજ ગજ ફૂલી જાય તો તેમના કાર્ય સ્થળને જોવાની અને તેમની પરેડ માણવાની તો કેવી મજા આવે?

ગુજરાતમાં આવેલી છે વાઘા બોર્ડર જેવી જગ્યા

image source

ગુજરાતમાં જ એક એવી જગ્યા છે જેને જોઈને તમારો દેશપ્રેમ જાગી જશે. આ જગ્યાને કદાચ ગુજરાતમાં આવેલી વાઘા બોર્ડર પણ કહી શકાય. બનાસકાંઠાના નડાબેટ ગામના સીમા દર્શનમાં તમને વાઘા બોર્ડર જેવો જ માહોલ જોવા મળશે.

નડા બેટ – સીમા દર્શન

image source

24 ડિસેમ્બર 2016થી વાઘા બોર્ડરની જેમ નડા બેટ ખાતે સીમા દર્શન કાર્યક્રમમાં  ગુજરાત પ્રવાસન અને બોર્ડર સિક્યોરિટી ફોર્સે BSFની સયુંકત રિટ્રીટ પરેડની શરૂઆત કરવામાં આવી. આ સીમા દર્શનમાં તમને BSF જવાનોની બહાદુરી અને દેશદાઝ જોવા મળશે જે તમારા રુંવાટા ઉભા કરી દેશે. સૂર્યાસ્તના સમયે ડૂબતા સૂર્યની સામે ક્યારેય પણ ના ડૂબતી આપણા બહાદુર જવાનોની હિંમત જોવાનો આ લ્હાવો ગુજરાતમાં આ એક જ જગ્યા એ મળે છે.

ફ્યુઝન બેન્ડ અને ઊંટસવારીના ખેલ અહીંનું આકર્ષણ

image source

BSFની આ રિટ્રીટ સેરિમની અહીંનું મુખ્ય આકર્ષણ છે જેને જોવા માટે દેશના ખૂણે ખૂણેથી લોકો નડા બેટ ખાતે ઉમટી પડે છે. આ સાથે ફ્યુઝન બેન્ડ અને ઊંટસવારીના જે ખેલ યોજવામાં આવે છે એના જોરશોરમાં વખાણ થાય છે. આ ઉપરાંત તમને BSFના કેમ્પ પર હથિયારનું પ્રદર્શન, ફોટો ગેલેરી અને BSFના જવાનોની શૂરવીરતાના સુર તણી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ જોવા મળશે.

શનિવાર અને રવિવારે સાંજે 5 થી 6 વચ્ચે અહીં સીમા દર્શન કાર્યક્રમ યોજાય છે

image source

દર શનિવાર અને રવિવારે સાંજે 5 થી 6 વચ્ચે આ સીમા દર્શન કાર્યક્રમનું આયોજન થાય છે પણ આપણે 5 વાગે પહોંચી જવું હિતાવહ છે જેથી જવાનોની પરેડને નજીકથી જોઈ શકાય. હવે આટલે દૂર ગયા હોય તો ફોટા પાડીને ફેસબૂક ને ઇન્સ્ટગ્રામમાં નાખવાના જ હોય! તો એની પણ સગવડતા છે અહીં. રણમાં સેલ્ફી લેવા માટે 3 ટાવર ઉભા કરવામાં આવ્યા છે જ્યાં તમે મસ્ત સેલ્ફી લઇ શકશો.

નડેશ્વરી માતાનું પ્રાચીન મંદિર

image source

અહીં બાજુમાં જ નડેશ્વરી માતાનું પ્રાચીન મંદિર છે એના પણ દર્શન કરી જ લેજો. નડેશ્વરી માતા ફક્ત ગુજરાતમાં જ નહીં આખા દેશમાં સુરક્ષાના માતાજી તરીકે પૂજાય છે. અહીંના ઇતિહાસમાં એવું માનવામાં આવે છે કે પ્રાચીન કાળમાં રાજા નવઘણે તેમની બહેનને બચાવવા માટે મુસ્લિમ હુકુમત ઉપર હુમલો કર્યો હતો. આ માટે તેમણે અહીંની સ્થાનિક ચારણ કન્યાઓને માર્ગ પૂછ્યો હતો જેના ઉપરથી અહીં નડેશ્વરી માતાનું મંદિર બન્યું છે. આ ઉપરાંત 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ભારતના આર્મી અધિકારીઓએ નડેશ્વરી માતાના દર્શન કર્યા હતા અને માતાજીના પરચાથી દુશ્મનોએ ફેંકેલા અહીં ટોપગોળા ફૂટ્યા જ નહીં. આ કદાચ ભારતનું એકમાત્ર એવું મંદિર હશે જ્યાં માતાજીની સેવા, આરતી, અર્ચના અને પૂજા કોઈ પૂજારી નહીં પણ BSFના જવાનો પોતે જ કરે છે.

ધર્મશાળા કે હોટેલમાં રોકાઈ શકો છો

image source

હવે આ બધું પૂરું કરશો તો મોડું થઈ જ જવાનું તો રોકાવા માટે ત્યાં  ધર્મશાળા છે જ્યાં નજીવા ખર્ચે રોકાઈ પણ શકો છો ને હોટેલમાં રોકાવું હોય તો 85 કિમિ દૂર થરાદ અથવા 50 કિમિ દૂર ભાભર જવું પડશે. ખાસ વાત એ છે કે અહીં એક દિવસમાં ફક્ત 600 લોકોને જ વિઝીટ કરવાની પરવાનગી છે એટલે વહેલા તે પહેલાના ધોરણે બુકીંગ કરાવીને પોતાનો પાસ કઢાવી લેવાનો.

આશરે કેટલો ખર્ચ થશે?

image source

એક ફેમિલીનો આવવા એટલે 4 લોકો હો, એમનું જવા માટેનું કારનું ભાડું અમદાવાદથી 530 કિમિના 6,000 થી 9,000 થશે,1 ડે સ્ટેના આશરે 2,500 થી 5,000 થશે સાથે 1 દિવસના જમવાનો ખર્ચ 2000 થી 3000 થઈ શકે અને શોપિંગ નો ખર્ચો 1,500 થી 2,000 પકડી લો એટલે નડા બેટ પર ફેમિલી સાથે જાવ તો તમને ટોટલ ટ્રીપ 12,000 થી 16,000 રૂપિયામાં પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત