બજારમાં મળતી મીઠાઈ શુદ્ધ છે કે ભેળસેળવાળી, તે તપાસવા માટે અહીં જણાવેલી સરળ રીત અપનાવો.

પવિત્ર શ્રાવણ મહિનામાં ઘણા લોકો ઉપવાસ કરે છે, વ્રત કરે છે અને આ મહિનામાં રક્ષાબંધન, સાતમ-આઠમ, નાગ પંચમી જેવા તહેવારો પણ આવે છે. તહેવારની સીઝનમાં વધતી માંગને પહોંચી વળવા અને સાથે વધારે નફો કમાવવાના હેતુથી અનેક દુકાનદાર મિઠાઇમાં મિલાવટ કરે છે. તમે પણ મિઠાઇના નામે ‘મીઠું ઝૈર’ તો નથી ખાઇ રહ્યા ને..જી હા, બરફી, લાડુથી લઇને અનેક પ્રકારની મિઠાઇમાં મિલાવટ થાય છે. મિઠાઇ બનાવવામાં વપરાતા દૂધ અને માવામાં મિલાવટના કારણે તેનાથી બનતી મિઠાઇ કોઈ ઝૈરથી ઓછી નથી. એટલું જ નહીં મિઠાઇને સારો કલર આપવા માટે તેમાં કેમિકલ્સ પણ મિક્સ કરાય છે. જે તમારી કિડની ખરાબ કરી શકે છે. મિલાવટી ખાદ્ય પદાર્થ આંતરડા માટે ખતરનાક છે. આ પદાર્થોની પાચનતંત્ર પર સીધી અસર થાય છે. તેના સેવનથી ફૂડ પોઇઝનિંગ સિવાય કિડની અને લિવર ખરાબ થઇ શકે છે. આ ચીજોના સેવનથી કેન્સર જેવા રોગ પણ થાય છે. વધારે ખાંડવાળી મિઠાઇ સતત ખાવાથી બાળકોમાં ડાયાબિટિસની સમસ્યા જોવા મળે છે. આજકાલ ઘણા લોકો મીઠાઈમાં એવા પાવડર પણ મિક્સ કરે છે, જે આપણા હાડકાને નબળા બનાવે છે, સાથે આ પાવડર બાળકોના હાડકા માટે ખુબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

image source

અત્યારે દરેક લોકો ઘરે મીઠાઈ બનવાનું ટાળે છે અને માર્કેટમાં મળતી મીઠાઈઓ લાવે છે. કારણ કે આ ખુબ સરળ છે, માર્કેટમાં મળતી મીઠાઈ લાવવામાં કોઈપણ પ્રકારની મહેનત થતી નથી. જેથી ઘણા લોકો તહેવારના દિવસોમાં બહારથી મીઠાઈઓ ખરીદે છે અને તહેવારોની મજા લે છે, પરંતુ ક્યારેક આ મીઠાઈઓ તમારે ખુશીઓને દુઃખમાં ફેરવી શકે છે. એટલે કે બીમાર થવાના કારણે તમારા તહેવારો અને તમારું સ્વાસ્થ્ય બંને બગાડી શકે છે. તેથી માર્કેટમાં મિઠાઇ ખરીદો તે પહેલાં તેને આ સામાન્ય વાતોથી ચેક કરો. ભૂલથી પણ ખાટી અને બદલાયેલા સ્વાદની મિઠાઇ ન ખરીદો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે મિલાવટી મિઠાઇથી બચવાની અને તેને ટેસ્ટ કરવાની કેટલીક ખાસ રીત…

મીઠાઈ ખરીદતા પહેલા તેને આ રીતે ચેક કરો.

image source

મિઠાઇને હાથમાં લેવાથી તેનો રંગ હાથ પર લાગે તો તેનો અર્થ એ કે મિઠાઇ નકલી છે.

કલર આ રીતે કરો ચેક

image source

આર્ટિફિશિયલ કલર્સ ખાસ કરીને મેટાનિલ યલો અને ટારટ્રાજાઇનને ફૂડમાં યૂઝ કરવા પર બેન છે. તેમ છતાં મિઠાઇને સુંદર રંગ આપવા માટે તેનો ઉપયોગ કરાય છે. તેના ઉપયોગથી કિડની ખરાબ થાય છે.

માવાને આ રીતે કરો ચેક

image source

એક ટેસ્ટ ટ્યૂબમાં થોડો માવો લો અને તેમાં પાણી મિક્સ કરો. તેને ગરમ કરો. માવો ઠંડો થાય ત્યારે તેમાં પાંચ ટીપાં આયોડિન નાંખો, જો માવાનો કલર જાંબલી થઇ જાય છે તો તેમાં સ્ટાર્ચ મિક્સ કરાયો છે. તેથી આ માવો નકલી છે.