કમાણીની બાબતમાં બોલીવુડની અભિનેત્રીઓથી જરાય ઓછી નથી સાઉથની આ એક્ટ્રેસ, લે છે કરોડો રૂપિયા ફી

એકબાજુ સાઉથ ફિલ્મોના હીરો બૉલીવુડ અને હોલીવુડ સુધી પોતાની જગ્યા બનાવી રહ્યા છે તો બીજી બાજુ હિરોઇન પણ નામ કમાવામાં પાછળ નથી. દક્ષિણ ભારતીય ફિલ્મોને આખા દેશમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. બી ટાઉન ડીવાઝની જેમ જ દક્ષિણ ભારતીય અભિનેત્રીઓ પણ કમાણીની બાબતમાં કોઈનાથી પાછી પડે એમ નથી. આજે અમે ટોલીવુડ ઇન્ડસ્ટ્રીના ચર્ચિત ચહેરા વિશે જણાવવા જઈ રહ્યા છે જેમની કમાણી સાંભળીને તમારી આંખો ચાર થઈ જશે.

કાજલ અગ્રવાલ.

image source

કાજલ અગ્રવાલે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ સિંઘમ અને સ્પેશિયલ 26 જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરીને ડેબ્યુ કર્યું હતું. કાજલ અગ્રવાલ સાઉથ ફિલ્મોની મોટી હિરોઇનના લિસ્ટમાં સામેલ છે. કાજલ અગ્રવાલ સાઉથની એક ફિલ્મના એક કરોડથી સવા કરો રૂપિયા ચાર્જ કરે છે. એમનું નામ સાઉથની સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીઓમાં સામેલ છે.

નયનતારા.

image source

દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી નયનતારા બોલીવુડની ઘણી એક્ટ્રેસ કરતા પણ વધુ ફી લે છે. એમને સાઉથ ફિલ્મોની ટોચની અભિનેત્રી માનવામાં આવે છે. નયનતારા એક ફિલ્મ માટે અઢી કરોડથી ત્રણ કરોડ રૂપિયા લે છે.

અનુષ્કા શેટ્ટી.

image source

બાહુબલી ફેમ હિરોઇન અનુષ્કા શેટ્ટીને આજે હિન્દી સિનેમામાં બધા જ ઓળખે છે. સાઉથ ફિલ્મોમાં અનુષ્કા શેટ્ટીનું નામ ખૂબ જ જાણીતું છે. અનુષ્કા શેટ્ટીએ પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક ફિલ્મ કરવામાટે અનુષ્કા લગભગ 4થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

તમન્ના ભાટિયા.

image source

અનુષ્કા શેટ્ટીની જેમ જ બાહુબલી જેવી સુપરહિટ ફિલ્મનો ભાગ રહી ચુકેલી તમન્ના ભાટિયા મોંઘી હિરોઇન ગણાય છે. તમન્ના ભાટિયા કેટલીક બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક હિન્દી ફિલ્મ કરવા માટે તમન્ના લગભગ 90 લાખથી એક કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

કીર્તિ સુરેશ .

image source

પોતાના અભિનયથી બધાને દીવાના બનાવનારી અભિનેત્રી કીર્તિ સુરેશને કોઈ ઓળખાણની જરૂર નથી. કીર્તિ સુરેશ પોતાના ફેન્સ સાથે જોડાઈ રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કીર્તિ એક ફિલ્મમાં કામ કરવા માટે લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે

પ્રિયામણી.

image source

પ્રિયામણિ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે જે મુખ્ય રૂપથી કન્નડ, તેલુગુ, મલયાલમ અને તમિલ ફિલ્મોમાં જોવા મળે છે. મીડિય રિપોર્ટ્સ અનુસાર પ્રિયા એક ફિલ્મ કરવા માટે અઢીથી ત્રણ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

શ્રેયા સરન

image source

સાઉથની સુંદર અભિનેત્રી શ્રેયા સરન પણ એક ફિલ્મ માટે ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરે છે. શ્રેયા મિસ ઇન્ડિયાનો ખિતાબ પણ જીતી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *