આ અભિનેત્રીઓના ડિવોર્સ રહ્યા ખૂબ જ ચર્ચામાં, જેમાં કરિશ્માએ તો પતિ પર એવો આરોપ લગાવ્યો હતો કે…

બોલિવુડના ઘણા કલાકારો પોતાની ફિલ્મોની સાથે સાથે અંગત જિંદગીના કારણે પણ ચર્ચામાં રહે છે. એવામાં ઘણા કલાકારો છે જે પોતાની જિંદગીમાં એકબીજાને ડિવોર્સ આપવાના કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે. અમુક કલાકાર એવા પણ છે જેમને લગ્નના થોડા સમય પછી જ એકબીજા સાથે ડિવોર્સ લેવાનો નિર્ણય કરી લીધો, તો અમુક એવા પણ છે જે લાંબા સમય સુધી એકબીજા સાથે રહ્યા અને પછી અલગ થઈ ગયા. આને અમે તમને બોલીવુડના એ કલાકારો વિશે જણાવીશું જેમનો ડિવોર્સ રહ્યો ચર્ચામાં.

કરિશ્મા કપૂર અને સંજય કપૂર.

image source

બોલીવુડની સુંદર અભિનેત્રી કરિશ્મા એક સમયે ચર્ચિત અભિનેત્રી રહી છે. એમને દિલ્લીના બિઝનેસમેન સંજય કપૂર સાથે વર્ષ 2003માં લગ્ન કર્યા હતા પણ એ બંનેએ પછી અલગ થવાનો નિર્ણય કર્યો અને વર્ષ 2016માં ડિવોર્સ લઈ લીધા. કરિશ્મા કપૂર અને સંજય કપૂરના બે બાળકો સમાયરા અને કિયાન છે. તો ડિવોર્સ પછી સંજયે ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવ સાથે લગ્ન કરી લીધા હતા.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ.

image source

આ બોલિવુડના ચર્ચિત કપલ્સમાંથી એક હતા. સૈફ અલી ખાન અને અમૃતા સિંહે વર્ષ 1991માં લગ્ન કર્યા હતા. અમૃતા સૈફ અલી ખાન કરતા 12 વર્ષ મોટી હતી પણ એક સમય પછી આ બંનેમાં મતભેદ શરૂ થઈ ગયો અને બન્નેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો. સૈફ અલી ખાન અને અમૃતા સિંહે વર્ષ 2004માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા.

દિયા મિર્જા અને સાહિલ સાંગા.

image source

બોલીવુડની અભિનેત્રી દિયા મિર્જાએ વર્ષ 2014માં સાહિલ સાંગા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ એમને ગયા વર્ષે એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. દિયા મિર્જાએ પોતાના ડિવોર્સની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

અર્જુન રામપાલ અને મેહર જેસીયા.

image source

આ પણ બોલિવુડના ચર્ચિત કપલ્સમાંથી એક હતા. અર્જુન રામપાલ અને મેહર જેસીયાએ વર્ષ 2018માં એકબીજા સાથે ડિવોર્સ લઈ
લીધા હતા. આ બન્નેને બે દીકરીઓ પણ છે. ડિવોર્સ પછીથી અર્જુન રામપાલની બન્ને દીકરીઓ મેહર પાસે જ રહે છે. અર્જુન રામપાલ અને મેહર જેસીયાએ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા.

મલાઈકા અરોરા અને અરબાઝ ખાન

image source

અભિનેતા અરબાઝ ખાનની પત્ની બોલીવુડની સુંદર અભિનેત્રી મલાઈકા અરોરા હતી. એ બન્નેએ લગભગ 18 વર્ષ સાથે રહ્યા પછી એકબીજા સાથે ડિવોર્સ લઈ લીધા. મલાઈકા અરોરા અને અરબાઝ ખાનને એક દીકરો અરહાન ખાન છે. ડિવોર્સ પછી અરહાન મલાઈકા સાથે જ રહે છે જો કે એ પિતા અરબાઝ સાથે ઘણીવાર જોવા મળે છે.

ફરહાન અખ્તર અને અધુના.

image source

બોલીવુડના દિગગજ અભિનેતા અને ગાયક ફરહાન અખ્તરે પણ લાંબા સંબંધ પછી પોતાની પત્ની અધુના સાથે વર્ષ 2017માં ડિવોર્સ લઈ લીધા હતા.આ બંનેએ વર્ષ 2000માં લગ્ન કર્યા હતા. અંદરોઅંદરના મતભેદના કારણે આ બન્નેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. ફરહાન અને અધુનાની બે દીકરીઓ શાક્યા અને અકિરા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *