બાયોડેટા રાખો તૈયાર કારણ કે આ કંપની કરવા જઈ રહી છે 22,000 ફ્રેશર્સની નિયુક્તિ

પોતાની કંપનીના સારું કામ કરતાં કર્મચારીઓ અન્ય કંપનીમાં ન જાય અને તેમની સાથે જ રહે તે માટે કંપનીઓ તેમના કર્મચારીઓ માટે ઈંક્રીમેન્ટ, ઈન્સેન્ટીવ અને વિવિધ પ્રોત્સાહન પુરા પાડે છે. આમ કરવાનું કારણ એક એ પણ હોય છે કે બેસ્ટ કર્મચારી સારું કામ કરતાં રહે અને તેમને અન્ય કંપનીમાં જવાનો વિચાર પણ ન આવે. જો કે આવું તો દરેક કંપનીમાં થતું હોય છે પરંતુ એચસીએલએ જે જાહેરાત કરી છે તેવું તો અત્યાર સુધી કોઈ કંપનીએ કર્યું નથી.

image source

એચસીએલએ કરેલી જાહેરાત અનુસાર કંપનીમાં કામમાં સારું પ્રદર્શન કર્મચારીને તેઓ કાર ગિફ્ટ કરશે. આ ગિફ્ટની કાર પણ સામાન્ય કે સસ્તી કાર નહીં હોય. આ કાર હશે લાખોની કીંમતની મર્સિડીસ કાર. આ જાહેરાતથી રીતસર ખળભળાટ મચી ગયો છે. આ જાહેરાતથી તો હવે શક્ય છે કે આ કંપનીના કર્મચારી બનવા લોકો તલપાપડ રહે.

image source

કંપનીમાંથી કોઈ કર્મચારી જાય અને તેની જગ્યાએ નવા કર્મચારીની ભરતી કરવાની થાય તે કંપનીને 20 ટકા મોંઘુ પડે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી કંપની ઈચ્છે છે કે તેમના સારા કર્મચારી કંપનીનો સાથ છોડે નહીં. આવી જ ઈચ્છા સાથે એચસીએલ ટેકનોલોજી કંપનીએ કંપનીના ટોપ પરફોર્મસ કર્મચારીને મર્સિડીસ કાર ગિફ્ટ કરવાનું નક્કી કર્યું છે.

image source

એચસીએલ ટેકનોલોજી ચાલુ નાણાકીય વર્ષમાં 22,000 ફ્રેશર્સને નિયુક્ત કરવાની યોજના બનાવી રહી છે. ગત વર્ષે કંપનીએ 15,600થી વધુ લોકોની ભરતી કરી હતી. મળતી જાણકારી અનુસાર કર્મચારીઓ માટે કંપની પાસે ત્રણ વર્ષની કૈશ ઈંસેંટિવ સ્કીમ સાથે સારું એવું રિટેંશન પેકેજ છે જે દર વર્ષે સીટીસીના 50થી 100 ટકા છે. લીટરશિપ ટીમ્સમાં ઓછામાં ઓછી 10 ટકા મહત્વપૂર્ણ પ્રતિભાઓને તેનાથી લાભ થયો છે.

image source

ભારતીય આઈટી કંપનીઓ જોબ ઓફર્સ ઠુકરાવી ચુકેલા કેંડિડેટ્સ સાથે પણ ડીલ કરે છે. જોબ ઓફર રિજેક્ટ કરનારની સંખ્યા હવે વધી છે તો શક્ય છે કે તેમાંથી જોબ સીકર્સને નોકરીની સારી તક પણ મળે. ટીસીએસ કંપનીના મિલિંદ લક્કડનું કહેવું છે કે જોબ માર્કેટમાં હાલ તેજી છે.

image source

કોરોના કાળમાં ઘણા લોકોને પોતાના ધંધા રોજગાર બંધ કરવા પડ્યા છે તો વળી કેટલાક લોકોને નોકરી પણ ગુમાવવી પડી છે. તેવામાં શક્ય છે કે હવે જે જોબ માર્કેટમાં તેજી આવી છે તેનાથી લોકોની રોજગારીની સમસ્યા દૂર થવા લાગશે. તેમાં પણ જો એચસીએલમાં જ જોબ લાગી જાય તો તો સોનામાં સુગંધ ભળી જાય. કારણ તે તેવી સ્થિતિમાં તો નોકરી સાથે લાખેણી કાર પણ મળી શકે છે.