વધતી ઉંમરની સાથે શરીરમાં થયેલા ફેરફાર અંગે આ અભિનેત્રીએ કહ્યું…’મારું શરીર હવે પહેલા જેવું નથી, કારણકે મારી પણ ઉંમર વધી રહી છે અને…’

પ્રિયંકા ચોપરા જેને દેશી ગર્લ પણ કહેવામાં આવે છે પણ હવે એ વિદેશી પણ બની ગઈ છે અને બની ગઈ છે ઇન્ટરનેશનલ સ્ટાર. નિક સાથે લગ્ન પછી પણ પ્રિયંકા અને નિકની ઉંમરના અંતર વિશે લોકોએ ઘણું બધું કહ્યું હતું પણ પ્રિયંકા લોકોની વાતોથી પ્રભાવિત ન થઈ અને જે કરે છે એ પુરા કોન્ફિડન્સથી કરે છે.

Priyanka Chopra
image source

પ્રિયંકા હાલ હોલિવુડના ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કરી રહી છે અને એમની ઘણી હોલીવુડ ફિલ્મો પણ આવવાની છે પણ ઘણીવાર લોકો પ્રિયંકાની બોડીને લઈને વાત કરે છે. પ્રિયંકા વર્ષ 2000માં મિસ વર્લ્ડ બની હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી શરીરમાં જે ફેરફાર થયા એના પર એમને ખુલીને વાત કરી છે. એક ઇન્ટરવ્યૂમાં 38 વર્ષની પ્રિયંકાએ કહ્યું કે મારું શરીર હવે એવું નથી જેવું 10 કે 20 વર્ષ પહેલાં હતું કારણ કે મારી ઉંમર વધી રહી છે અને ઉંમરની સાથે શરીરમાં પણ ફેરફાર થાય છે અને બધાના જ શરીરમાં ફેરફાર થાય છે.

Priyanka Chopra
image source

પ્રિયંકાએ કહ્યું કે હું જૂઠું નહિ બોલું કે મને એને પ્રભાવિત નથી કર્યું કારણ કે મેં એને માનસિક રીતે સ્વીકાર્યું છે. હું એ જ વિચારું છું કે ઠીક છે હવે હું એવી જ દેખાઉં છું અને મારી બોડી એવી જ દેખાય છે તો કઈ વાંધો નહિ કારણ કે મારે આ બોડી સાથે જ કામ કરવાનું છે ન કે દસ કે વીસ વર્ષ પહેલાંવાળા શરીર સાથે. મેં માનસિક રીતે ખુદને આ શરીર સાથે ઢાળી લીધી છે અને એ પણ ખુશી ખુશી પોઝિટિવ રીતે.

Priyanka Chopra
image source

એ ખૂબ જ જરૂરી છે કારણ કે જ્યારે તમે બહાર નીકળો છો તો તમને તમારી બોડીને લઈને પણ કોન્ફિડન્સ હોવું જોઈએ એટલે હું મારા વિશે સારું વિચારું છું અને સારું મહેસુસ કરું છું. ઘણીવાર એવું પણ થાય છે કે તમારો દિવસ સારો નથી વીતતો અને તમે તમારા શરીરને લઈને પણ નાખુશ થવા લાગો છો પણ એવામાં પણ હું એ જ વસ્તુ કરું છું જે મને ખુશી આપે છે. પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરું છે અને પોતાની સાથે પણ. પોતાની સાથે પણ સારો સમય પસાર કરવો જરૂરી હોય છે.

image source

હું એ નક્કી કરું છું કે જો મને મ્યુઝિક સાંભળવાનું મન છે તો હું જરૂર સાંભળું છું, વર્ક આઉટ કરું છું, બાથ ટબમાં બેસીને કે માસ્ક લગાવીને પોતાના વિચારોને આકાશ આપું છું. કારણ કે પોતાના માટે સમય કાઢવો જ નહીં પોતાની સાથે સમય પસાર કરવો પણ જરૂરી હોય છે અને તમારે જાતે તમારી પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે. જ્યારે હું મારા રૂમમાં જઉં છું તો મને સારૂ લાગે છે, મને એ વિચારીને પણ સારું લાગે છે કે મને પ્રેમ કરવાવાળા લોકો છે અને મારા શરીરનું એ સાથે કઈ લેવાદેવા નથી. આ બધી વસ્તુ તમને હળવું અને વધુ સારું ફિલ કરાવે છે.