13 વર્ષની કિશોરીએ 84 સેકન્ડમાં 84 સિરામિક ટાઈલ્સ તોડીને બનાવ્યો રેકોર્ડ

હૈદરાબાદની 13 વર્ષીય યુવતીએ સોમવારે 84 સેકન્ડમાં 84 સિરામિક ટાઇલ્સ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો. દર વર્ષે 2 જૂને ઉજવવવામાં આવતા તેલંગાણા સ્થાપના દિવસના અવસર પર કરાટે બ્લેક બેલ્ટ ધારક ગણા સંતોષી રેડ્ડીએ જણાવ્યું હતું કે, 84 સિરામિક ટાઇલ્સ તોડવાનું નક્કી કર્યું કારણે કે, 2 જૂન 2014ના રોજ તેલંગાણાની સ્થાપનાના 84 મહિના પુરા થાય છે.

એક નવો રેકોર્ડ બનાવ્યો

image source

તેમણે કહ્યું, ‘તેલંગાણાની રચના થયાને 84 મહિના થયા છે, તેથી મેં 31 મેના રોજ 84 સેકન્ડમાં 84 સિરામિક ટાઇલ્સ હાથથી તોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું નક્કી કર્યું. મહિનાઓ સુધી પ્રેક્ટિસ કરી અને ટાઇલ્સને ઘણી વખત તોડી નાખી અને આ રીતે એક નવો રેકોર્ડ બનાવ્યો.

નૃત્ય, યોગ અને કરાટે માટે બાલા સૂર્ય એવોર્ડ મળ્યો

image source

સંતોષીનીએ તેના નામે ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે, જેમાં એક બાજુથી બીજી બાજુ માથું ઘુમાવવાનો (ડાબેથી જમણે અને જમણેથી ડાબે)નો વિશ્વ રેકોર્ડ સામેલછે. તેણે 2012માં 39 મિનિટમાં તેને પૂર્ણ કર્યું. રેડ્ડીએ કહ્યું, હું 39 મિનિટમાં 3,315 વાર માથુ ઘુમાવ્યું અને આ મારો પહેલો રેકોર્ડ હતો. વર્ષ 2013 માં, મને એક જ પ્રદર્શનમાં નૃત્ય, યોગ અને કરાટે માટે બાલા સૂર્ય એવોર્ડ મળ્યો છે.

તેના પિતા કરાટે માસ્ટર છે

વર્ષ 2019માં 5માં તેલંગાણા સ્થાપના દિવસ પર સંતોષિની રેડ્ડી અને તેની બહેન બંનેને તેમની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે કરાટે ખૂબ મહત્વનું છે અને તે મહિલા સશક્તિકરણમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. તેના પિતા કરાટે માસ્ટર છે અને હૈદરાબાદમાં કરાટે એકેડેમી ચલાવે છે. તે તેના શિક્ષક છે.

સંતોષીનું આઈએએસ અધિકારી બનવાનું સપનું છે

image source

સંતોષીની હવે રમતમાં પોતાનું નામ કમાવવા અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી લેવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે આઈએએસ અધિકારી બનવા અને લોકો અને સરકારની સેવા કરવા માંગે છે. મીડિયા સાથે વાત કરતા સંતોષી રેડ્ડીના પિતા ડો.જી.એસ.ગોપાલ ગોલ્ડીએ જણાવ્યું હતું કે મહિલાઓએ કોઈપણ સંજોગોમાં પોતાનો બચાવ સક્ષમ બનવુ જોઈએ.

પિતાને પુત્રીઓ પર ગર્વ કરે છે

image source

તેણે કહ્યું, મને ખૂબ ગર્વ છે કે મારી બંને પુત્રીઓએ ઘણા પુરસ્કારો જીત્યા છે અને ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે. સ્ત્રીઓએ આવું કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મારું માનવું છે કે કરાટે એ એક વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધારવા માટે છે અને ખાસ કરીને સ્ત્રીઓને પૂરતો આત્મવિશ્વાસ હોવો જોઈએ અને કોઈપણ પરિસ્થિતિમાં પોતાનો બચાવ કરવામાં સક્ષમ હોવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!