જાહેર પાર્કમાં એક્સેસાઇઝનુ મશીન જાતે જ હલવા લાગ્યુ, વિડિયો છે ડરામણો, જોયો તમે?

જાહેર પાર્કમાં એક્સરસાઇઝની મશીન જાતે જ હલવા લાગી – વિડિયો થઈ રહી છે વાયરલ

image source

આપણને હંમેશા ભૂત-પ્રેતની વાતોમાં રસ પડતો હોય છે. બની શકે કે આપણે ભૂત વિગેરે જેવી બાબતોમાં ન માનતા હોય પણ આવી બાબતો આપણા મનમાં કૂતુહલ તો ચોક્કસ જગાડતી હોય છે. નાનપણથી અત્યાર સુધીમાં આપણે આપણા વિસ્તારથી માંડીને આપણા ગામની ભૂતો સાથે જોડાયેલી ઘણી બધી વાતો સાંભળી હશે અને ક્યારેક તો તેને સાંભળીને આપણા રૂંવાડા પણ ઉભા થઈ જતા હોય છે.

image source

તાજેતરમાં આવી જ એક વિડિયો વાયરલ થઈ રહી છે. ઘટના ઉત્તર પ્રદેશના ઝાંસીની છે અહીંના એક જાહેર પાર્કની એક વિડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહી છે. આ વિડિયોને જોઈ ઘણા બધા લોકો ભયભીત થઈ ગયા છે. કારણ કે આ પાર્કમાં સરકાર દ્વારા જે એક્સરસાઇઝ ઇક્વિપમેન્ટ ઇનસ્ટોલ કરવામાં આવ્યા છે તેમાંનું એક તેની જાતે જ ઉપરનીચે ઝડપથી થવા લાગે છે. અન તેના પર કોઈ બેઠેલું પણ નથી. અને તેને જોઈને એવું લાગી રહ્યું છે કે કોઈ ઇનવિઝિબલ વ્યક્તિ તેના પર કસરત કરી રહી હોય. અને માટે જ આ વિડિયોને હાલ સોશિયલ મિડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહી છે.

image source

મશીનના આપમેળે ચાલ્યા બાદ સ્થાનિક લોકોએ પોલીસને આ ઘટના સ્થળે બોલાવી હતી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે પણ તે મશીન હલી રહ્યું હતું. વિડિયોમાં હાજર કેટલાક પોલિસ કર્મિ પણ તમે જોઈ શકો છો તેમાંના કેટલાક પણ તે મશીનની વિડિયો ઉતારી રહ્યા છે.

વિડિયો વાયરલ થાય બાદ કેટલાક લોકોએ તેને અંધવિશ્વાસ સાથે જોડીને કોઈ ભૂત પ્રેતનો પડછાયો ઝણાવ્યો હતો. તો કેટલાકે પાર્કમાં કોઈ આત્મા ફરી રહી હોવાનું પણ કહ્યું. તો વળી કેટલાક લોકો કોઈ અલૌકિક શક્તિ દ્વારા આ મશીન હલી રહ્યું હતું તેવું જણાવી રહ્યા હતા.

image source

છેવટે ઝાંસીના કાશીરામ પાર્કમાં મશીનના આપ મેળે ચાલવાને લઈને બધા જ દાવાઓ વચ્ચે એક સત્ય હકીકત સામે આવી ગઈ. ઝાંસીના સીટી સીઓ સંગ્રામ સિંહે જણાવ્યું કે એક્સસાઇઝ મશીનમાં હાલમાં જ ગ્રીસ (મશીન વચ્ચે ઘર્ષણને ઓછું કરવા માટે જે ઓઇલીંગ કરવામાં આવે છે તે) નાખવામાં આવ્યું હતું જેના કારણે તેમાં હલચલ થવા લાગી હતી.

સાથે સાતે અહીંના ગાર્ડે પણ બધી જ અફવાઓને ખોટી ઠેરવી છે. તેમે ઝણાવ્યું કે તે 8 વર્ષથી ત્યાં નોકરી કરે છે અને અત્યાર સુધી તેવું કશું જ ત્યાં ઘટ્યું નથી. માટે અહીં કોઈ ભૂત-પ્રેત નથી.

એક સામાન્ય માનસિકતા પ્રમાણે ભૂત-પ્રતેની વાતો ખોટી હોય કે સાચી માણસને પ્રથમ ક્ષણથી જ તેના માટે કંઈક જાણવાની ઉત્સુકતા થવા લાગે છે. અને પછી તે ખબરને લઈને અફવાઓનું બજાર જોર પકડે છે. અહીં પણ તેવું જ થયું છે.

Source : Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત