વિનોદ ખન્ના આ એક્ટ્રેસને લાવ્યા હતા ઇંગ્લેન્ડથી, જે હવે લાઈમલાઈટથી છે ગાયબ, જાણો કોણ છે આ વાંકડિયા વાળ વાળી છોકરી

બોલીવુડમાં ક્યારે ક્યાં સ્ટાર ઊંચાઈ પર પહોંચી જાય અને ક્યારે આસમાનમાં જતા રહે કઈ જ કહી ન શકાય. 90ના દાયકાની ઘણી અભિનેત્રીઓ આજે પણ ફિલ્મો કરી રહી છે તો ઘણી એવી પણ છે જે લાઈમલાઈટથી એકદમ ગાયબ થઈ ચૂકી છે. આજે આપણે વાત કરીશું એવી જ એક અભિનેત્રીની જેનું નામ છે. અંજલા જાવેરી. અંજલા જાવેરીની શોધ જાણીતા એકટર વિનોદ ખન્નાએ ઇંગ્લેન્ડમાં કરી હતી.

image source

વાત જાણે એમ હતી કે એ દિવસોમાં વિનોદ ખન્ના પોતાના દીકરા અક્ષય ખન્નાને બોલીવુડમાં લોન્ચ કરવા માટે હિમાલય પુત્ર નામથી ફિલ્મ બનાવી રહ્યા હતા જેના માટે એમને એક નવા ચહેરાની શોધ હતી. એમની આ શોધ અંજલા જાવેરીના રૂપમાં પુરી થઈ. પણ એ ફિલ્મ ન ચાલી. એનું પરિણામ તમે જોઈ શકો છો કે જાણીતા એક્ટરના દીકરા હોવા છતાં પણ અક્ષય લીડ રોલમાં ન દેખાયા. એમને સાઈડ રોલથી જ કામ ચલાવવું પડ્યું.

image source

હિમાલય પુત્રમાં દેખાયેલી આ એક્ટ્રેસ ભલે આજે ગુમનામ છે પણ એક સમયે એમને સલમાન ખાન અને કાજોલની ફિલ્મ પ્યાર કિયા તો ડરના કયામાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મના અંજલા જાવેરી કાજોલની મિત્રનું પાત્રમાં દેખાઈ હતી. શુ તમે જાણો છો કે અંજલા આજકાલ ક્યાં છે અને શું કરી રહી છે?

image source

પ્યાર કિયા તો ડરના ક્યાં પછી એમને બીજી ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું પણ આ ફિલ્મ એમના કરીયરને આગળ ન વધારી શકી. એમની એક માત્ર હિન્દી ફિલ્મ જે હિટ રહી એ હતી જબ પ્યાર કિયા તો ડરના ક્યાં. આ ફિલ્મમાં એમનું સ્પોર્ટિંગ પાત્ર હતું જેમાં એમને ઘણું જ પસંદ કરવામાં આવ્યા હતા. અંજલાએ આમ તો પોતાના કરિયર દરમિયાન ઘણી ફિલ્મો કરી પણ એમને સફળ એક્ટ્રેસનું પદ ન મળી શક્યું.

image source

અસલ જિંદગીમાં અંજલા જાવેરીએ મોડલ અને એકટર તરુણ અરોરા સાથે લગ્ન કર્યા છે. આજે અંજલા ઝાવેરી પોતાની વિવાહિત જિંદગીમાં ખુશ છે.તરુણ અરોરા એ જ છે જેમને ફિલ્મ જબ વી મેટમાં કરીનાના બોયફ્રેન્ડનો રોલ કર્યો હતો. હિન્દી ફિલ્મોમાં હવે અંજલાની કિસ્મત ન ચમકી તો એમને સાઉથ ફિલ્મો તરફ પગ માંડ્યો. સાઉથમાં એ એક જાણીતું નામ છે.

image source

સાઉથમાં અંજલા જાવેરીએ તમિલથી લઈને તેલુગુ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને બધી ફિલ્મો લગભગ હિટ જ રહી છે. લોકપ્રિયતાની બાબતમાં એ સાઉથની બીજી હિરોઇન કરતા જરાય પાછળ નથી. જો કે હવે એ ફિલ્મો ઓછી કરે છે. બોલીવુડમાં વધુ ફિલ્મો ન ચાલવાના કારણે અંજલા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળી અને પછી જાણે ગુમ જ થઈ ગઈ. આમ તો ઇન્ડસ્ટ્રીમાં તારા શર્મા, કિમિ કાટકર, ફરાહ નાઝ, આયશા જુલકા જેવી ઘણી અભિનેત્રીઓ છે જે એમ જ અચાનક ગાયબ થઈ ગઈ. એમાંથી મોટાભાગની અભિનેત્રીઓ ફિલ્મોમાં સફળતા ન મળવાના કારણે પણ ગાયબ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *