આતુરતાનો આવ્યો અંત, ધોરણ-10ના 8.60 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ થયું જાહેર, પરંતુ માત્ર સ્કૂલો જ જોઈ શકશે

આખરે આજે રાત્રે 8 વાગ્યે ધોરણ 10ના વિદ્યાર્થીનું પરિણામ આવી ગયું અને વિદ્યાર્થીની આતુરતાનો અંત આવી ગયો છે. કારણ કે કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જ્યારથી એની જાહેરાત થઈ ત્યારથી જ વિદ્યાર્થીઓ રાહ જોતા હતા. માસ પ્રમોશન આપ્યા બાદ આજે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ પરિણામ ફક્ત સ્કૂલો જ જોઈ શકશે એવી જોગવાઈ કરવામાં આવી છે.

image source

આ સાથે જ માહિતી મળી રહી છે કે વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે. gseb.org પર પરિણામ 8 વાગ્યાથી જોવા મળશે. સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્કશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે. જો વિગતે વાત કરીએ તો માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ગણાશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે.

image source

પરિણામ કઈ રીતે તૈયાર કરવામાં આવ્યું એના વિશે જો વાત કરીએ તો ધોરણ 10નું પરિણામ આગળની ત્રણ પરીક્ષાનાં રિઝલ્ટ પરથી તૈયાર કર્યું છે.. દા.ત. ત્રણ પરીક્ષામાં 50 ટકા પરિણામ આવ્યું હોય તો પરિણામ 50 ટકા જ આવશે. જો ત્રણેય પરીક્ષામાં અલગ અલગ માર્ક્સ આવ્યા, જેમ કે એકમાં 40, બીજીમાં 30 અને ત્રીજીમાં 70 માર્ક્સ આવ્યા હોય તો એની એવરેજ કાઢીને માર્ક્સ આપવામાં આવશે. ધો.9માં જેને ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય તેને આમાં ફર્સ્ટ કલાસ આવી શકે.

image source

જો કુલ બેઠક વિશે વાત કરવામાં આવે તો કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે. જો ગુજરાતની તમામ સ્કૂલો વિશે વાત કરીએ તો રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આ રીતે આજે બધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

image source

આ પહેલાની વાત કરીએ તો ધોરણ-10માં માસ પ્રમોશન મેળવનાર અને ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ એક સાથે જાહેર કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હી. તેમા એવી રજૂઆત કરી છે કે પ્રવેશ પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે આ પગલું જરૂરી છે. ધોરણ-10ની 3 ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ પોલિસી મુજબ તેમની પરીક્ષા લેવાઇ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!