પાડોશીના ઘરમાં આવતાં કબૂતરોથી પરેશાન વ્યક્તિ કોર્ટમાં કરી ફરિયાદ, મુંબઈ કોર્ટે આપ્યો આ ચુકાદો

મુંબઈમાં એક સાવ સામાન્ય બાબત કોર્ટ સુધી પહોંચી ગઈ હતી. મુંબઈ સિવલ કોર્ટે વર્લી વિસ્તારમાં એક બિલ્ડિંગમાં રહેતા પરિવારને બાલ્કનીમાં કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સોસાયટીમાં કબૂતરોની સંખ્યા વધતાં પડોશીઓએ આ અંગે ફરિયાદ કરી હતી.

image source

તમને જણાવી દઈએ કે આ સમગ્ર કેસ વર્ષ 2009નો છે. વર્લીની વિનસ હાઉસિંગ સોસાયટીમાં દિલીપ શાહની ઉપરના માળે એક એનિમલ એક્ટિવિસ્ટ રહેવા આવ્યા હતા. તેમણે પોતાની બાલ્કનીમાં પક્ષીઓને બેસવા માટે અને એમને ચણ નાખવા માટે એક મોટું પ્લેટફોર્મ બનાવ્યું.

આ અંગે દિલીપ શાહ અને તેમનાં પત્નીએ આરોપ લગાવ્યો કે એમના પડોશીએ આવું કર્યું ત્યાર પછી મોટી સંખ્યામાં કબૂતરો અહીં આવવા લાગ્યાં અને ધીમે ધીમે આ વિવાદ વધવા લાગ્યો. ત્યાર પછી વર્ષ 2011માં દિલીપ શાહે જિગિશા ઠાકોર અને પદ્મા ઠાકોર સામે સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો.

દિલીપ શાહની ફરિયાદમાં તેમને જણાવાયું હતું કે પક્ષીઓની ચરક અને ચણ તેમની બાલ્કનીમાં પડે છે, જેના કારણે તેમની બાલ્કનીમાં વાસ આવે છે. આ ઉપરાંત સ્લાઈડિંગ વિન્ડોને ખોલવામાં અને બંધ કરવામાં પણ ઘણી તકલીફ આવે છે.

image source

ફરિયાદ કરનાર આ દંપતીએ એવો આરોપ પણ લગાવ્યો હતો કે ચણમાં નાની નાની ઈયળો પણ જોવા મળતી હતી અને એ તેમના ઘરમાં પણ આવી જતી હતી. મહિલાને ચામડીની સમસ્યા હતી જે આ પછી વધી ગઈ.

તેમનું કહેવું છે કે એમને અનેક વાર ફરિયાદ કરી છતાં તેમના ઉપરના માળે રહેતા પરિવારે આ અંગે ધ્યાન ન આપ્યું. ઊલટાનું આ પરિવાર એમને કહેવા લાગ્યો કે પક્ષીઓને ચણ અને પાણી આપવાના કામમાં તમે અડચણ ઊભી કરો છે. ત્યાર પછી દિલીપ શાહે આ સમગ્ર બાબત માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

image source

દિલીપ શાહે ફરિયાદ કરી એ પછી આ કેસ જસ્ટિસ એચ લડ્ડાડ પાસે ગયો. આ સમગ્ર બાબતે બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા પછી જજે કહ્યું છે કે મારા મત મુજબ પક્ષીઓને ચણ નાખનાર પરિવારનો વ્યવહાર તેમના પડોશી અને તેમની નીચેના માળે રહેતા પરિવારને પરેશાન કરવા સમાન છે, કારણ કે તેમની બાલ્કની નીચે છે.

image source

આ અંગે કોર્ટે ઠાકોર પરિવારને પોતાની બાલ્કનીમાં પક્ષીઓ માટે ચણ ન નાખવાનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે તેઓ સોસાયટીમાં કોઈ એક જગ્યા નક્કી કરે અને ત્યાં જઈને પક્ષીઓ માટે ચણ નાખે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!