વાંસ અને કાર્બન ફાઈબરમાંથી તૈયાર કરવામાં આ ખાસ ઈ-સાયકલ, ફટાફટ જાણી લો તેની ખાસિયતો અને કિંમત વિશે

લાઈટસ્પીડ મોબિલિટી પ્રાઈવેટ લિમિટેડ અમદાવાદની જાણીતી ઈ સાયકલ નિર્માતા કંપની છે. તેમણે ભારતમાં મેડ ઈન ઈન્ડિયા અભિયાન અંતર્ગત ઈકો ફ્રેન્ડલી ઈ સાયકલ બનાવી છે. આ સાયકલની ખાસિયત એ છે કે તેની આખી ફ્રેમ વાંસ અને કાર્બન ફાઈબરથી તૈયાર કરવામાં આવી છે. આ ઈ સાયકલને તમે મોપેડ સ્કુટર અને સાયકલ બંને તરીકે ચલાવી શકો છો.

image source

કંપનીનું કહેવું છે કે આ ઈલેક્ટ્રીક સાયકલ પ્રકૃતિના બચાવ સાથે સાથે તેનું મહત્વ પણ સરળતાથી સમજાવે છે. કારણ કે તેની ફ્રેમ વાંસ અને કાર્બન ફાઈબરથી બનાવવામાં આવી છે. તો ચાલો તેના અન્ય ફીચર્સ અને કિંમતો વિશે જાણીએ.

image source

લાઈટસ્પીડ મોબિલિટી પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ તેના ઉત્પાદનોને બાંમ્બૂચી નામથી બનાવે છે. આ કંપનીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની સાઈકલોની ફ્રેમ બનાવવા માટે વાંસ અને કાર્બન ફાઈબરનો ઉપયોગ કરવામાં આવે છે. જણાવી દઈએ કે સ્ટીલની સરખામણીએ વાંસ વધારે મજબૂત અને હળવું હોય છે. તેવામાં બામ્બૂચીની બધી જ સાયકલોનું વજન નોર્મલ સાયકલ કરતાં ખૂબ ઓછું હોય છે.

image source

આ ઈ સાયકલમાં કંપનીએ એક પોર્ટેબલ લિથિયમ આયન બૈટરી આપી છે જે સિંગલ ચાર્જમાં ઈ સાયકલને 70 કિલોમીટર ચાલવાની ક્ષમતા પ્રદાન કરે છે. જ્યારે કંપની અનુસાર આ ઈ સાયકલની કીંમત 1 લાખ 50 હજાર રુપિયા રાખવામાં આવી છે. કંપનીએ આ ઈ સાયકલ મુખ્ય રીતે વિદેશમાં વેંચવા માટે તૈયાર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુરોપિયન કંટ્રીમાં ઈકો ફ્રેડલી ઈ સાયકલની માંગ ખુબ વધારે છે.

image source

લાઈટસ્પીડ વર્તમાન સમયમાં 5 પ્રકારની ઈ સાયકલનું નિર્માણ કરે છે. જે ત્રણ પ્રકાર અહીં દર્શાવ્યાનુસાર છે જેમાં GLYD, WHIZ, DRYFT, RUSH, અને FURYનો સમાવેશ થાય છે. કંપનીના જણાવ્યાનુસાર આ તમાં ઈલેક્ટ્રીક સાયકલમાં વાંસ અને કાર્બન ફાઈબરનો ઉપયોગ થયો છે. સાથે જ તેની કીંમત 13,000થી લઈ 25000 સુધીની છે. આ ઈ સાયકલોને સિંગલ ચાર્જમાં 35 કિમીથી 100 કિમીની રેન્જ સુધી ચલાવી શકે છે.

image source

ઉલ્લેખનીય છે કે માત્ર વિદેશમાં જ નહીં પરંતુ આપણા દેશમાં પણ હવે લોકો સાયકલિંગ તરફ વળ્યા છે. પર્યાવરણના બચાવ માટે તેમજ સ્વાસ્થ્યની સંભાળ માટે લોકો નિયમિત જીવનશૈલીમાં સાયકલનો ઉપયોગ કરતા થયા છે જેથી સ્વાસ્થ્યને પણ લાભ મળે અને પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટે. તેવામાં આ પ્રકારની સાઈકલ સોનામાં સુગંધ ભેળવ્યા સમાન કામ કરે છે.