૧૮૦ વર્ષ સુધી જીવિત રહેવા ધનવાન લોકો કરાવી રહ્યા છે આ કામ, જાણો તમે પણ…

મિત્રો, આપણા પૌરાણિક શાસ્ત્રોમા લખ્યુ છે કે, જે કોઈપણ વ્યક્તિનો જન્મ થયો છે તેનુ મૃત્યુ નિશ્ચિત છે અને આ વાત તમે ઘણા વિદ્વાન લોકોના મોઢે સાંભળી પણ હશે અને તે વાસ્તવિક પણ છે તેમછતા ઘણા લોકો અજર-અમર થવા માટે અનેકવિધ પ્રકારના પ્રયોગો કરતા હોય છે, આજે આવા જ એક વ્યક્તિ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ.

image source

બધા જ લોકો એવી ઈચ્છા ધરાવતા હોય છે કે, તેમનુ જીવન સારુ, સ્વસ્થ અને લાંબુ હોય અને આ કારણોસર જ લોકો શ્રમ અને કસરતને વિશેષ મહત્વ આપે છે, જેથી લાંબા સમય સુધી તંદુરસ્ત રહી શકાય. આજે અમે તમને અમેરિકાના એક એવા અબજપતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે લાંબા સમય સુધી જીવવા માટે પોતાની બોડીમા સ્ટેમ સેલ નખાવી રહ્યા છે, જેથી તે લાંબુ આયુષ્ય ભોગવી શકે છે. અમેરિકાના અબજપતિ અને બિઝનેસમેને ભવિષ્યવાણી કરી છે કે, તે આ પ્રયોગ દ્વારા ૧૮૦ વર્ષ સુધી જીવિત રહેશે.

image source

૪૭ વર્ષની ઉમર ધરાવતા ડેવ એસ્પ્રેએ લાંબી ઉંમર મેળવવા માટે અમુક વિશેષ ટેકનિક શોધવાનો દાવો કર્યો છે. લાઈફસ્ટાઈલ ગુરુના રૂપમાં જાણીતા આ વ્યક્તિનુ કહેવુ એવુ છે કે, જલદી જ ઉંમર વધવાની આ મેથડ ઘર-ઘરમા લોકપ્રિય બની જશે. એક અહેવાલ મુજબ આ વ્યક્તિ એવો દાવો કરી રહ્યા છે કે, તે વર્ષ ૨૧૫૩ સુધી જીવિત રહેશે.

આ લાંબી ઉંમર મેળવવા માટેની મેથડને તેમણે “બાયોહેકિંગ” નામ આપ્યું છે. તેમણે જણાવ્યુ કે, લાંબી ઉંમર મેળવવા માટે તે ક્રાયોથેરેપી ચેમ્બરનો ઉપયોગ કરે છે અને અમુક સમય સુધી ઉપવાસ રાખે છે. આ ઉપરાંત તે પોતાના જ સ્ટેમ સેલ્સને કાઢીને ત્યારબાદ ફરીથી તેને પોતાના શરીરમા નખાવવા પર લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે.

image source

આ મેડિકલ પ્રક્રિયા પર પ્રતિ સેશન તે ૧૮ લાખ રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. જ્યારે તેમને એમ પૂછવામા આવ્યુ કે, તમે આટલા લાંબા સમય સુધી કેમ જીવવા માંગો છો? ત્યારે તેના જવાબમા તેમણે જણાવ્યુ હતુ કે, તે ખુબ જ જિજ્ઞાસુ છે અને તેમને લાગે છે કે, માણસ ઘણી એવી વસ્તુ સારી કરી શકે છે, જેની તેણે કલ્પના પણ કરી ના હોય પરંતુ, તેની પાસે પુરતો સમય નથી હોતો. માટે આ સમય મેળવીને હુ મારી આ જીજ્ઞાસાને પૂર્ણ કરવા ઈચ્છુ છુ.

image source

તેણે જણાવ્યુ કે, પોતાના શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે તેમણે લગભગ ૭.૩ કરોડ રૂપિયા ખર્ચ કરી નાખ્યા છે. આ ધરતી પર રહેલા કોઈપણ અન્ય વ્યક્તિની સરખામણીએ સંભવતઃ તેમના શરીરમા સ્ટેમ સેલની સંખ્યા ખુબ જ વધારે છે. તેમણે જણાવ્યુ કે, પોતાના ખાવાના અને સુવાના સમય પર પણ તે ખુબ જ નિયંત્રણ રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!