આ દેશમાં છે દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર, તેમ છતાં પણ અહિયાં કોઈ હિંદુ છે નહી.

દુનિયાના કેટલાક દેશોમાં પ્રસિદ્ધ હિંદુ મંદિર છે. એક એવો દેશ છે જ્યાં દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર અને સૌથી મોટું ધાર્મિક સ્મારક છે, પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે, ત્યાં કોઈ હિંદુ છે નહી. આ દેશના ધ્વજનું ચિન્હ પણ હિંદુઓનું એક મંદિર છે. હિંદુ ધર્મ દુનિયાનો એકમાત્ર એવો ધર્મ છે, જે સૌથી પ્રાચીન છે. એવું માનવામાં આવે છે કે, હિંદુ ધર્મ ૧૨ હજાર વર્ષ કરતા પણ જુનો છે. હિંદુ ધર્મમાં મૂર્તિ પૂજા અને ધ્યાનને વિશેષ મહત્વ છે. આ વાતની કેટલીક સાબિતી છે કે, દુનિયાના કેટલાક દેશોમાં પહેલા સનાતન ધર્મ જ હતા.

image soucre

અંકોરવાટ મંદિર દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર છે. એના સિવાય આ વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક પણ છે. આ કંબોડિયા દેશના અંકોરમાં આવેલ છે. અંકોર સિમરિપ શહેરમાં મીકાંગ નદીના કિનારે આવેલ છે. આ સેકડો વર્ગ મિલમાં ફેલાયેલ છે. આ ભગવાન વિષ્ણુનું મંદિર છે. અહિયાં પહેલાના શાસકોએ મોટા મોટા શિવ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. એનું જુનું નામ યશોધપુર હતું. રાજા સૂર્યવર્મન દ્રિતીયના શાસન કાળ ઈ.સ. ૧૧૧૨ થી ૧૧૫૩ માં આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. આ મંદિરના ચિત્રને કંબોડિયાના રાષ્ટ્રીય ધ્વજમાં છાપવામાં આવ્યું છે. દુનિયાના સૌથી પ્રસિદ્ધ પર્યટક સ્થળોમાં આ સામેલ છે અને યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં પણ સામેલ છે.

image soucre

સૌથી મોટો પ્રશ્ન આ છે કે, કંબોડિયા માં દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર છે, પરંતુ ૧૦૦% હિંદુ ધર્મને માનનાર હિંદુઓ ક્યાં ચાલ્યા ગયા? કમ્બોડિયામાં દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર તો છે, પરંતુ ત્યાં કોઈ હિંદુ કેમ છે નહી? ઈતિહાસ મુજબ, અહીયાના લોકોએ અન્ય ધર્મોને અપનાવી લીધા છે. વર્તમાન સમયમાં આ દેશમાં ગણતરીના જ હિંદુ ધર્મને માનનાર બચ્યા છે, પરંતુ દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર આ દેશમાં જ છે.

image soucre

દક્ષિણ પૂર્વ એશિયાનો એક પ્રમુખ દેશ છે કંબોડિયા અને અહીયાની જનસંખ્યા અંદાજીત ૧.૭ કરોડ છે. ઈસ્ત એશિયા પહેલા પણ ૫ હજાર થી લઈને ૧ હજાર વર્ષ સુધીના જુના મંદિરોની શોધ કરવામાં આવી છે. આ રિસર્ચમાં ભારતની પ્રાચીન વૈભવશાળી સંક્સ્કૃતિની ઝલક જોવા મળી રહી છે. વૈજ્ઞાનિકોએ આ સ્વીકાર કર્યો છે કે, હજારો વર્ષમાં સમુદ્રનું જળસ્તર અંદાજીત ૫૦૦ મીટર સુધી વધ્યું છે. એનાથી સાબિત થાય છે કે, રામ- સેતુ, દ્વારકા નગરી જેવા સ્થાન આજે પણ ઉપલબ્ધ છે અને એની સાથે જોડાયેલ પાત્ર પણ સાચા છે.

image socure

એવું જણાવવામાં આવે છે કે, વર્ષો પહેલા કંબોડિયામાં હિંદુ ધર્મ હતો. પહેલા એનું સંસ્કૃત નામ કંબુજ કે પછી કંબોજ હતું. કંબોજની પ્રાચીન કથાઓ મુજબ, ઉપનિવેશનો પાયો આર્યદેશના રાજા કંબુ સ્વયંભૂ દ્વારા મુકવામાં આવી હતી. ભગવાન શિવની પ્રેરણાથી રાજા કંબુ સ્વયંભુવ કંબોજ દેશ આવ્યા. તેમણે અહીયાની નાગ જાતિના રાજાની મદદથી આ જંગલી મરુસ્થલ પર રાજ્ય વસાવ્યું. નાગરાજાની અદ્દભુત જાદુગરીથી મરુસ્થલ હર્યા ભર્યા, સુંદર પ્રદેશમાં બદલાઈ ગયો.

image soucre

કથાઓ મુજબ, કંબુએ નાગરાજાની કન્યા સાથે લગ્ન કરી લીધા અને કંબુજ રાજવંશનો પાયો મુકાયો હતો. પરંતુ અહિયાં વિદેશીઓની નજર પડે છે અને તેમણે અહિયાં રહેતા હિંદુ ધર્મને માનનાર લોકોને તલવારની અણી પર ધર્મ પરિવર્તન કરાવી દીધું. અહીયાના લોકો હજી પણ દિલથી પોતાને હિંદુ જ માને છે.