ભારતમાં બનેલી આ વેક્સિન લીધી હશે તો યુરોપના એક પણ દેશમાં એન્ટ્રી નહીં, જાણી લો ક્યાંક તમે તો નથી લીધી ને?

કોરોનાની બીજી લહેરે ભારતમાં ભારે તાંડવ મચાવ્યું હતું. પરંતુ હવે ફરી એકવાર સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે. સંક્રમણ ઘટતા લોકો દેશમાં જ નહીં વિદેશ પણ જવા લાગ્યા છે. હાલની સ્થિતિ જોતા વિદેશ જવા પર રોક તો નથી પરંતુ હાલ પાસપોર્ટની સાથે પ્રવાસ કરનારે તેની સાથે રસી લીધાનું સર્ટીફિકેટ સાથે રાખવું ફરજિયાત છે. જો કે આ બાબતે જેમણે કોરોનાથી બચવા માટે કોવિશીલ્ડ લીધી છે તેમના માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

image source

ભારતમાં બનેલી એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડ રસી કોવિશીલ્ડ રસી લેનાર યાત્રીને યૂરોપીય સંઘ ગ્રીન પાસ આપશે નહીં. મહત્વનું છે કે આ વાતની ચિંતા લોકોને વધારે સતાવશે કારણ કે ભારતમાં હાલ 18 વર્ષથી વધુની વયના લોકોનું રસીકરણ થઈ રહ્યું છે અને મોટાભાગના લોકોને કોવિશીલ્ડ જ આપવામાં આવી રહી છે. તેવામાં આ વાત સામે આવતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે. કારણ કે આ રસી લેનાર લોકોને યૂરોપીય સંઘના દેશોમાં જવા માટે પરવાનગી મળશે નહીં.

image source

આમ થવાનું કારણ છે કે કોવિશીલ્ડને યૂરોપિયન યૂનિયને હજુ સુધી મંજૂરી આપી નથી. તેથી આ રસી લેનારને ગ્રીન પાસ મળશે નહીં. જેના કારણે ભારતથી યૂરોપના અલગ અલગ દેશમાં જવા ઈચ્છતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો કે આ મામલે સીરમ ઈંસ્ટિટ્યૂટના સીઈઓ અદાપ પૂનાવાલાએ પ્રતિક્રિયા આપતા લોકોને સાંત્વના આપી છે કે આ મુદ્દાને તેઓ ટુંક સમયમાં હલ કરી દેશે.

image source

યૂરોપિયન યૂનિયને ગ્રીન પાસ સિસ્ટમ શરુ કરી છે. જેમાં યૂરોપિયન મેડિસિન એજન્સીએ જે રસીને અપૂર્વ કરી છે તેને લેનાર વ્યક્તિને જ ગ્રીન પાસ મળશે. આ પાસ લઈ તે યૂરોપના 27 દેશમાંથી કોઈપણ દેશમાં જઈ શકે છે. ખાસ કરીને આ સિસ્ટમ ઈયૂ દેશો માટે છે જે લોકો કામ અને ટૂરિઝમ માટે સરળતાથી આવ જા કરી શકે. આ ગ્રીન પાસ સિસ્ટમ જુલાઈ માસથી સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. હાલ આ સિસ્ટમ સ્પેન, જર્મની, ગ્રીસ, પોલેન્ડ જેવા કેટલાક દેશોમાં શરુ કરવામાં આવી છે.

image source

જો કે મામલે આશ્ચર્ય કરાવે તેવી વાત એ પણ છે કે ઈએમએએ જે ચાર રસીને મંજૂરી આપી છે તેમાં ઓક્સફોર્ડ- એસ્ટ્રાજેનિકાનું નામ હોવા છતાં આ સમસ્યા સર્જાય છે. કારણ કે રસી નામનું અલગ છે. ઓક્સફોર્ડ, એસ્ટ્રાજેનિકાએ ભારતમાં સીરમ ઈંસ્ટિટ્યૂટ સાથે મળી અને પોતાની વેકસીનને કોવિશીલ્ડ નામ આપ્યું છે. જ્યારે બ્રિટન-યૂરોપીય દેશોમાં આ રસીનું નામ વૈક્સજેવરિયા છે. ઈએમએએ અત્યારે ચાર રસીને મંજૂરી આપી છે. જેમાં બાયોટેક ફાયઝરની કોમિરનાટી, મોડર્ના, વૈક્સજેવરિયા જે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનિકા અને જાનસેન જે જોનસન એન્ડ જોનસન કંપનીની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!