નકલી વેક્સિનેશનનો કારોબાર વધ્યો..રસી લેતા પહેલા આ રીતે અસલી કે નકલી વેક્સિનની કરી લો ઓળખ, નહિં તો…

હાલ ભારતમાં વેકસીનેશન ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. 21 જૂનથી સરકારે નવી વેક્સિનેશન પોલિસી લાગુ કરી છે અને એ પછી વેક્સિનેશન પ્રોગ્રામે ઝડપ પકડી છે. અત્યાર સુધીમાં 32 કરોડથી વધારે વેકસીનના ડોઝ આપી દેવામાં આવ્યા છે, પણ આ સાથે દેશમાં નકલી વેક્સિનનો બિઝનેસ પણ વિકસી રહ્યો છે. મહારાષ્ટ્ર બાદ પશ્ચિમ બંગાળમાં પણ નકલી વેક્સિન લગાવવાનો કેસ સામે આવ્યો છે.

તો આજે અમે તમને જણાવીશું કે વેક્સિનેશનના નામ પર વિશ્વભરમાં કેવી રીતે નકલી વેક્સિનનો બિઝનેસ ચાલી રહ્યો છે?

image source

નકલી વેકસીન લગાવવાની પહેલી મોટી ઘટના મુંબઈમાં સામે આવી હતી. મુંબઈના કાંદિવલી વિસ્તારમાં હીરાનંદાની હેરિટેજ સોસાયટીમાં 30 મેના રોજ વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું. એમાં 390 લોકોને વેક્સિન લગાવવામાં આવી. આ નકલી વેક્સિનનો ઘટસ્ફોટ ત્યારે થયો, જ્યારે વેક્સિન લગાવ્યા બાદ કોઈને વેક્સિનેશન પછી દેખાતા સિમ્પ્ટમ્સ દેખાયાં નહીં. આ અંગે લોકોની આશંકા ત્યારે વધી, જ્યારે વેક્સિનેશનનું સર્ટિફિકેટ આપાયાં. સર્ટિફિકેટમાં જે હોસ્પિટલોનું નામ લખવામાં આવ્યું હતું ત્યાં જઈને જ્યારે સોસાયટીના લોકોએ પૂછપરછ કરે ત્યારે જાણવા મળ્યું કે હોસ્પિટલે સોસાયટીમાં આ પ્રકારનો કોઈ કેમ્પ લગાવ્યો નહોતો મુંબઈમાં જે સોસાયટીમાં લોકોને નકલી વેક્સિન લગાવાઈ હતી ત્યાં SP ઈવેન્ટ્સ નામની કંપની સાથે જોડાયેલા બે લોકોએ સોસાયટીના મેમ્બરનો સંપર્ક કરી ત્યાં જ વેક્સિનેશન કેમ્પ લગાવવાની વાત કહી. 30 મેના રોજ વેક્સિનેશન કેમ્પ લગાવવામાં આવ્યો, જેમાં 390 લોકોને વેક્સિન લગાવવામાં આવી અને એક ડોઝના 1260 રૂપિયા લીધા હતા. આ સમયે કોઈપણને વેક્સિનેશનનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું ન હતું.

image source

ભારતમાં જ નહીં વિશ્વના અનેક દેશોમાંથી નકલી વેક્સિનથી લઈ નકલી સર્ટિફિકેટ સુધી બનાવવાના કેસ સામે આવ્યા છે. અમેરિકામાં વેક્સિનેશન બાદ એક કાર્ડ આપવામાં આવે છે, જે આ વાતનો પુરાવો છે કે તમને વેક્સિન લાગી ચૂકી છે. ત્યારે આ પ્રકારના જ નકલી વેક્સિનેશન કાર્ડ ઈબે, શોપીફાય અને અન્ય ઈ-કોમર્સ સાઈટ પર વેચાવા લાગયા છે.

તમે પણ વેકસીનને લગતી આવી ઠગાઇનો ભોગ ન બનો એ માટે આજે અમે તમને કેટલીક અગત્યની માહિતી આપીશું જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.

image source

વેક્સિન રજિસ્ટ્રેશનના નામે ઘણા અસામાજિક તત્ત્વો લોકોને ઠગી રહ્યા છે. વેક્સિન રજિસ્ટ્રેશનના નામે તેઓ સામે વાળી વ્યક્તિના ફોનમાં મેસેજ દ્વારા લિંક મોકલે છે, જેના પર ક્લિક કરવાથી એક એપ્લિકેશન આપમેળે તે વ્યક્તિના ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. આ એપ દ્વારા ફોનની તમામ ગુપ્ત માહિતીઓની ચોરી કરી શકાય છે.

image source

ફક્ત કોવિન એપ્લિકેશન કે પોર્ટલ દ્વારા વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરો. ભારત સરકારે કોવિન પર જ વેક્સિનેશન માટેની બધી જ સુવિધાઓ આપી છે. કોઈપણ અન્ય એપ્લિકેશન કે વેબસાઇટ ખોલો નહીં અથવા તમારી કોઈપણ માહિતી શેર ના કરો.

કોવિન પોર્ટલની લિંક- https://www.cowin.gov.in/home
કોવિન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક- https://play.google.com/store/apps/details?id=com.cowinapp.app

વેક્સિન લગાવ્યા પછી મેસેજ અને સર્ટિફિકેટ ક્યાં સુધી આવશે?

image source

વેક્સિન લગાવ્યા પછી 5 મિનિટમાં તમને કન્ફર્મેશન મેસેજ આવી જશે અને 1 કલાકમાં કોવિન પોર્ટલ પર સર્ટિફિકેટ પણ મળી જશે. એથી જો કોઈ તમને કહે કે સર્ટિફિકેટ પછી આપીશું તો તમે તેનું કારણ પૂછી શકે છો. મુંબઈમાં જે વેક્સિન સ્કેમ થયો એમાં કહેવામાં આવ્યું હતું કે તમને થોડાક સમય પછી એકસાથે સર્ટિફિકેટ આપીશું, પરંતુ સર્ટિફિકેટ તો એક કલાકમાં મળી જાય છે.

વેક્સિનેશ સર્ટિફિકેટ કેવી રીતે તપાસવું?

વેક્સિનના સર્ટિફિકેટના QR કોડને સ્કેન કરીને તમે તપાસ કરી શકો છો.

 

image source

આ સાથે તમારું નામ, ઉંમર, તારીખ અને વેક્સિનેશનનો સમય, વેક્સિનેશન કેન્દ્રનું નામ અને આરોગ્ય કર્મચારી, જેણે તમને વેક્સિન આપી છે તેનું નામ પણ પ્રમાણપત્ર પર છે. જો આ માહિતીમાં કોઈ ભૂલ હોય તો તરત જ આ અંગે ફરિયાદ દાખલ કરો. વેક્સિનેશન માટે માત્ર સરકારી વેક્સિન કેન્દ્ર પર જવું. જો કોઈ ખાનગી કેન્દ્રમાં જવું હોય તો પહેલા એ શોધી કાઢો કે આ કેન્દ્ર અધિકૃત છે કે નહીં. ખાનગી વેક્સિનેશન કેન્દ્રો પણ કોવિન પોર્ટલ પર છે. તમે કોવિન પોર્ટલ અથવા એપ્લિકેશનથી જ ખાનગી કેન્દ્રો પર સ્લોટ બુક કરી શકો છો.

image source

વેક્સિન લીધાના એક મહિના પછી તમે એન્ટિબોડી ટેસ્ટ કરાવી શકો છો. આ ટેસ્ટ દ્વારા તમે શરીરમાં એન્ટિબોડી કેટલા બન્યા છે એની માહિતી પ્રાપ્ત થશે. જો તમને વાસ્તવિક વેક્સિનનો ડોઝ અપાયો હશે તો એન્ટિબોડી પણ બન્યા હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!