જન્મતાં વેંત જ 5 કલાક જમીનમાં દાટીને રાખી, 17 વર્ષની ઉંમરે વિદેશમાં ધૂમ મચાવી, હવે ઘરે-ઘરે ગર્વથી લેવાઈ છે નામ

એક સમય એવો હતો કે કોઈના ઘરે દિકરીનો જન્મ થયો હોય તો તેમના ઘર અને જીવનમાં આનંદ ન હોય. એવુ લાગે કે જાણે દુખનો પહાડ તૂટી પડ્યો હોય. જો કે તેનુ એક કારણ દિકરીના લગ્ન કરવા, દહેજ આપવુ જેવી બાબતો પણ હતી. ઘણી વખત તો તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતી હતી. પરંતુ આજે સમાજની દિકરીઓ પ્રત્યેની વિચારસરણી બદલાઈ રહી છે તેવુ લાગી રહ્યુ છે. હવે દિકરીને એક બોજ માનવામાં આવતી નથી. આ વચ્ચે રાજસ્થાનમાં બનેલી એક ઘટના ચર્ચામા આવી છે.

image source

રાજસ્થાનમાં ઘણા વર્ષો પહેલા એક પરિવારમા પુત્રીનો જન્મ થાય તો તેની હત્યા કરી નાખવામા આવી હતી. ત્યારબાદ તેને દફનાવી દેતા હતા. અહી જે સ્ત્રીની વાત થઈ રહી છે તેની સાથે પણ આવું જ કંઈક બન્યું છે. આ મહિલાનુ નામ ગુલાબો છે. તેમના આજ વિશે વાત કરીએ તો તેઓ આજે દેશ-વિદેશ સુધી પ્રખ્યાત છે, પરંતુ તેની મુશ્કેલીઓ તેના જન્મથી જ શરૂ થઈ ગઈ હતી અને તેનુ કારણ માત્ર એટલુ જ હતુ કે તે એક દિકરી હતી.

image source

આજે ગુલાબો જેને પદ્મ સન્માનથી સન્માનિત કરવામાં પણ આવ્યા છે, આજે તેનું નામ દરેકના મુખ પર છે. તેમના આગળના જીવન વિશે વાત કરીએ તો જ્યારે તેનો જન્મ થયો હતો ત્યારે તેને મારી નાખવા માટે જમીનમાં દફનાવી દેવામા આવી હતી. પરંતુ તેની માતાએ તેને ન મરવા દીધી. તેમની માતાને જાણ થતા જ તે ગુલાબોને શોધવા નીકળી પડ્યા. તેમના માતા અને માસી તેને શોધવા લાગ્યા અને લગભગ 5 કલાક પછી ગુલાબોને કોઈક રીતે જમીનની બહાર કાઢવામાં આવી.

આ પછી તેના આગળના જીવન વિશે વાત કરીએ તો ગુલાબોનું બાળપણ પણ સરળ ન હતુ. જન્મ પછી તરત જ મૃત્યુનો ચહેરો જોયો અને પછી બાળપણ ગરીબીમાં વિતાવ્યુ. તેમણે જીવનમાં ઘણી મુશ્કેલીઓ પણ જોવી પડી પરંતુ તે કહે છે કે મુશ્કેલીઓ સામે લડનારાઓને જ સફળતા મળે છે. ગુલાબો સાથે જે થયુ તેણે જાતે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેવુ હવે આગળ કોઇ દિકરી સાથે ન થાય તે માટે ઘણા પ્રયત્નો કર્યા. ગામ લોકો પણ તેમનાથી ઘણા પ્રભાવિત છે.

image source

ગુલાબોએ ગરીબી અને આર્થિક તંગીમાં જીવન જીવ્યું પછી પણ હાર માની ન હતી. ગુલાબો મોટી થયા પછી રાજસ્થાનનું લોકનૃત્યન અને કાલબેલીયા નૃત્ય શીખ્યા અને તેમાં પ્રગતિ કરી. જો કે જ્યારે ગુલાબો ડાન્સ કરતી હતી, ત્યારે લોકોને તેના વિશે વધારે ખબર નહોતી, પરંતુ પછી ધીમે ધીમે લોકોએ જાણવાનું શરૂ કર્યું કે આ ડાન્સ શું છે. આની સાથે જ તેને માન્યતા મળવાની શરૂઆત થઈ ગઈ હતી અને તેણે આગળ શો કરવાનું શરૂ કર્યું.

image source

ગુલાબોના પિતા સાપ પાળનાર હતા અને તે ઘણીવાર તેના પિતા સાથે કામ પર પણ જતી. ગુલાબોના પિતા બીન વગાડતા વખતે સાપની જેમ નાચતા હતા. મળતી માહિતી મુજબ કાલબેલીયા નૃત્ય ફક્ત મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે. ગુલાબોનું આ નૃત્ય રાજસ્થાનમાં ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યું હતું. આ સિવાય આ નૃત્ય તેને દેશ અને દુનિયામા પણ લઈ ગઈ. જે પછી દુનિયાભરના લોકોએ તેમના વિશે જાણવાનું શરૂ કરી દીધું હતું અને ખુબ પસંદ પણ કરવા લાગ્યા હતા.

જાણવા મળી રહ્યુ છે કે ગુલાબોનું અસલી નામ ધન્વંતરી છે પરંતુ તેનુ નામ ગુલાબો રાખવાનું એક ખાસ કારણ છે. ગુલાબો બાળપણમાં ખૂબ જ રૂપાળી હતી અને તેના ગાલ પણ ગુલાબી હતા. પિતા તેના નાની પરીને ખુબ ચાહતા હતા અને તેથી જ પિતાએ તેનું નામ ગુલાબો રાખ્યું હતુ, જેના પછી તેને આ નામથી બધા બોલાવા લાગ્યા. જ્યારે ગુલાબો ફક્ત 17 વર્ષની હતી ત્યારે તેણે વોશિંગ્ટનમાં આયોજિત ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા પ્રોગ્રામમાં પર્ફોમન્સ આપ્યું હતું. તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી પણ તેમા સામેલ હતા.

image source

હવે ધીમે ધીમે સમાજની વિચારસરણી બદલાઈ રહી હતી. પહેલાં જ્યાં લોકો માનતા હતા કે છોકરીઓ આ નૃત્ય ન કરી શકે. જ્યારે અમેરિકામાં ગુલાબોએ આ પર્ફોમન્સ આપ્યુ ત્યારે સમાજની વિચારસરણી બદલાઈ ગઈ. ત્યાંથી તેને એક અલગ ઓળખ મળી ગઈ અને ત્યારે લોકો તેનો ડાન્સ પસંદ કરવા લાગ્યા. અહીંથી જ સમાજમાં ગુલાબોને અપનાવાની ખરી શરૂઆત થઈ ગઈ હતી. આ એક પર્ફોમન્સ પછી ગુલાબોનું જીવન એટલું બદલાય ગયુ કે લોકોએ તેની દિકરીઓને પણ આ નૃત્ય શીખવવાનું કહી રહ્યા છે.

જીવનમાં આટલું દુખ જોયા પછી પણ ગુલબોના જીવનમાં કંઈક અલગ કરવાનુ મન હતુ જેથી તેણે માત્ર કાલ્બેલિયા નૃત્યને નવી ઓળખ આપી હતી. મળતી માહિતી મુજબ ગુલાબો બિગ બોસમાં પણ જોવા મળી છે. ગુલાબો સાથે થયેલી વાતમા તેણે જણાવ્યુ હતુ કે, ‘મને બિગ બોસમાં પણ જવાની તક મળી, લોકોએ કહ્યું કે તેઓ ત્યાં શું કરશે, પરંતુ બિગ બોસ દ્વારા લોકો મને વધુ જાણી શક્યા, મેં આ પ્રોગ્રામમાં પણ ડાન્સ કર્યો. આટલું જ નહીં ગુલાબોએ ઘણી ફિલ્મોમાં પણ પોતાની કળા બતાવી છે.

image source

આ કાલેબિલિયા નૃત્યની શરૂઆત ગુલાબોથી જ થઈ હતી. તેણે તે ક્યાંયથી શીખી નથી. પરંતુ તે હવે તેને દરેક ઘરમાં સુધી લઈ જવા માંગે છે. આ સિવાય ગુલાબો પુષ્કરમાં એક શાળા ખોલવા માંગે છે જ્યાં મફત શિક્ષણ આપવામાં આવશે અને છોકરીઓને નૃત્ય પણ શીખવવામાં આવશે. ગુલાબોને પણ સલામ કરીએ છીએ. ખરેખર, તે આજે ઘણા લોકો માટે એક ઉદાહરણ છે. તેને કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!