24 વર્ષની ઉંમરે લાખોમાં કમાણી કરે છે ભજન ગાયિકા જયા કિશોરી, નાની ઉંમરમાં કઈ રીતે એક સાધ્વી બની ગઈ સેલિબ્રિટી જાણો તમે પણ

જયા કિશોરી એક પ્રખ્યાત કથા વાચક અને ભજન ગાયિકા છે. એક સામાન્ય પરીવારમાં જન્મ થયા બાદ રાતોરાત જયા કિશોરી પ્રખ્યાત થઈ ગયા અને જાણીતા ભજન ગાયિકા બની ગયા. આ અંગે મળતી જાણકારી અનુસાર જયા કિશોરીનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં વર્ષ 1996માં થયો હતો. તેનું સાચું નામ જયા શર્મા છે પરંતુ વર્તમાન સમયમાં તેમને જયા કિશોરી તરીકે પ્રખ્યાતિ મળી છે.

image source

સોશિયલ મીડિયા પર જયા કિશોરીના લાખો ભક્તો છે અને તેમના ભજનને કરોડો વ્યુ મળે છે. જયા કિશોરીની યૂટ્યૂબ ચેનલ પર તેના અનેક ભજન શેર કરવામાં આવ્યા છે જેમાં કરોડો વ્યુઝ મળ્યા છે.

જયા કિશોરી ખૂબ નાની ઉંમરથી જ ભગવત ગીતા, નાની બાઈનું માયરુ, નરસીના ભાત જેવી કથાઓ સંભળાવી ચુકી છે અને હજુ પણ સંભળાવી રહી છે. ખાસ વાત એ પણ છે કે તેણે કથા કરવાની સાથે પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો છે.

image source

તેમના વિશે મળતી જાણકારી અનુસાર જયા કિશોરીને નાનપણથી જ ભગવાન કૃષ્ણ પ્રત્યે ખાસ લગાવ હતો. આ જ કારણ હતું કે તેણે 9 વર્ષની ઉંમરમાં સંસ્કૃતમાં લિંગાષ્ટકમ, શિવ તાંડવ સ્ત્રોતમ, રામાષ્ટકમ જેવા અનેક સ્ત્રોતનું પઠન શરુ કરી દીધું હતું. તે આજે પણ આ સ્ત્રોતનું પઠન કરે છે.

image source

જયા કિશોરીને સૌથી પહેલા પ્રખ્યાતિ મળી 10 વર્ષની ઉંમરે. જ્યારે તે 10 વર્ષની હતી ત્યારે તેણે સુંદરકાંડનો પાઠ ગાઈ અને લાખો ભક્તોનું દિલ જીતી લીધું ગતું. ત્યારથી મળેલી પ્રખ્યાતિ હજુ પણ યથાવત છે. જયાની શ્રીકૃષ્ણ ભક્તિ જોઈ અને તેને શિક્ષા આપનાર ગોવિંદરામ મિશ્રએ તેને રાધા નામ આપ્યું હતું. ભક્તોએ તેને કિશોરી નામ આપ્યું કારણ કે તે ખૂબ નાની વયથી કથાનું રસપાન કરાવવા લાગી હતી.

image source

ત્યારબાદ જ્યારથી તેણે આ કાર્યક્રમની શરુઆત કરી ત્યારથી તેમને બધા જ લોકો સાધ્વી જયા કિશોરી તરીકે જાણવા લાગ્યા. ફેસબુક પર જયા કિશોરીના નામનું વેરિફાઈડ અકાઉંટ પણ છે જેમાં લાખોની સંખ્યામાં ફોલોવર્સ છે.

image source

જયા કિશોરી ધાર્મિક કાર્યો સાથે સેવા કાર્યો પણ કરે છે. તેમની કથાઓથી જે દાનની રકમ જમા થાય છે તે નારાયણ સેવા સ્ટ્રટમાં જમા થાય છે. આ દાનથી જયા વિકલાંગોની મદદ કરે છે. જયા કિશોરી અવિવાહિત છે અને એક મુલાકાત દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે એક સામાન્ય યુવતી જેવું જ જીવન જીવે છે અને યોગ્ય સમય આવશે ત્યારે લગ્ન પણ કરશે. જયા કુમારીનું સૌથી પ્રખ્યાત ગીત કૃષ્ણ છે જેને યુટ્યુબ પર કરોડો વખત જોવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!