Indigoની આ ખાસ ઓફરમાં માત્ર આટલા રૂપિયામાં ફરી લો પ્લેનમાં, ગોવાથી લઇને બીજા આ મોટા શહેરોમાં ફરવાનો લઇ શકો છો આનંદ

જો તમે પણ હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. ઈન્ડિગો તેના ગ્રાહકો માટે સસ્તી હવાઈ મુસાફરીની તક લાવી છે. ઈન્ડિગો મોનસૂન સેલમાં તમે ફક્ત 998 રૂપિયામાં હવાઈ મુસાફરી કરી શકો છો. આ ઓફર 25 જૂનથી 30 જૂન સુધી માન્ય છે એટલે કે તમારી પાસે તમારી ફ્લાઇટ ટિકિટ બુક કરવાની માત્ર આજનો દિવસ તક છે. આ ઓફરમાં, તમે 1 ઓગસ્ટથી 26 માર્ચ, 2022 સુધી ટિકિટ બુક કરાવી શકો છો.

image source

ઈન્ડિગોએ ટ્વીટ કરીને આ ઓફર વિશે માહિતી આપી હતી. એરલાઇને એક ટ્વિટમાં લખ્યું છે કે તમારી બેગ પેક કરો અને મોનસૂન સેલમાં જોડાવ! હમણાં જ તમારી ટિકિટ બુક કરો …. આ ઓફર ફક્ત 30 જૂન, 2021 ના રોજ 23:59 વાગ્યા સુધી માન્ય છે. આ ઓફર વિશે વધુ જાણવા માટે https://www.goindigo.in/sale.html?cid=SocialOmittedTwitter.coSaleypeCustomype28thJuneype01 આ લિંક પર વિઝિટ કરો.

તમે આ શહેરોમાં મુસાફરી કરી શકો છો

આ ઓફર અંતર્ગત તમે ચેન્નાઈ, હૈદરાબાદ, બેલ્ગામ, બેંગલુરુ, મુંબઇ, સિલચર, બગડોરા, દિલ્હી, જમ્મુ, અમદાવાદ, ઇન્દોર, ગોવા, તિરૂપતિ, વારાણસી, દહેરાદૂન, પુણે, કોલકાતા, કોચી, ગુવાહાટી, શ્રીનગર, પટના, જયપુર, અમૃતસર, સુરત, મંગલોર, વિશાખાપટ્ટનમ, કોઈમ્બતુર, ભુવનેશ્વર, રાજકોટ, તિરુવનંતપુરમ, બંદર બ્લેર, વિજયવાડા, દરભંગા, શિરડી, મદુરાઇ, દુર્ગાપુર અને ચંદીગઢથી મુસાફરી કરી શકો છે.

કર સામેલ નથી

image source

આપને જણાવી દઈએ કે કંપની દ્વારા જારી કરવામાં આવેલી આ યોજનામાં એરપોર્ટ ફી અને સરકાર દ્વારા લાદવામાં આવેલા ટેક્સનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ઓફરમાં તમે 1 ઓગસ્ટ 2021 થી 26 માર્ચ 2022 સુધીની સફરનો આનંદ માણી શકો છો. આ સિવાય કંપનીએ કહ્યું કે આ ઓફર હેઠળ મર્યાદિત ઈન્વેન્ટરી ઉપલબ્ધ છે. એરલાઇન્સના જણાવ્યા પ્રમાણે, ‘આ ફર કોઈ અન્ય ઓફર, યોજના અથવા સ્કીમ સાથે જોડવામાં આવશે નહીં. તાજેતરમાં વિસ્તારા, સ્પાઇસજેટ જેવી અન્ય એરલાઇન્સે પણ મોનસૂન સેલ શરૂ કર્યો હતો.

અગાઉ પણ કંપનીએ ઓફર આપી હતી

image source

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઈન્ડિગો 1,099 રૂપિયામાં હવાઈ મુસાફરી કરવાની તક આપતી હતી. આ ઓફર 1ઓગસ્ટથી 12 ઓક્ટોબર સુધીની મુસાફરીની હતી. ફ્લાઇટ્સનું બુકિંગ કંપનીની વેબસાઇટ, મોબાઈલ એપ, વિસ્ટારાની એરપોર્ટ ટિકિટ ઓફિસ, એરલાઇન કોલ સેન્ટર અને ટ્રાવેલ એજન્ટો દ્વારા કરી શકાય છે.

image source

આ ઉપરાંત દેશભરમાં કોરોના રસીકરણને પ્રોત્સાહન આપવા માટે કંપનીએ તમામ મુસાફરોના ભાડામાં 10 ટકાની છૂટની જાહેરાત કરી હતી. આ ઓફરનો લાભ ફક્ત તે લોકોને જ આપવામાં આવી રહ્યો છે જેમને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે. મુસાફરોએ મુસાફરી માટે નીકળતી વખતે ડિસ્કાઉન્ટ મેળવવા માટે એરપોર્ટના ચેક-ઇન કાઉન્ટર અને બોર્ડિંગ ગેટ પર રસીકરણનું પ્રમાણપત્ર બતાવવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!