ક્રશ કરેલા મરચાં લાંબો સમય સુધી નથી રહેતા? તો ફોલો કરો આ કિચન ટિપ્સ

કેટલીક વખત ભોજન બનાવવા ને લઇને વિચારવા લાગીએ છીએ કે શુ બનાવીએ અને શુ ન બનાવીએ. તેમજ ઘણી વખત ખાવામાં સ્વાદ આવતો નથી તો આજે અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ. જેમા રસોડાની નાની નાની ટિપ્સના કારણે રસોડાની મોટી મોટી મુશ્કેલીઓ સરળ થઈ જાય છે. તો આપણે આજે અહીં કેટલીક રસોડાની ટિપ્સ વિષે જાણીએ.

image source

લીલાં મરચાં ને ક્રશ કરી હવા ચુસ્ત બાટલીમાં ચપટી હળદર નાખી ને ભરી રાખવાથી મરચાં લાંબા સમય સુધી લીલાં રહે છે. ભાત દાઝી જાય તો તેને બીજા વાસણમાં કાઢી તેમાં બ્રેડ નો ટુકડો મૂકી દેવાથી વાસ જતી રહે છે. બાથરૂમમાં લગાવેલા અરીસા પર ગરમ પાણી થી જામેલી ધૂંધળાશ ને દૂર કરવા માટે કપડાં પર થોડું ગ્લિસરીન લગાવી અરીસા ને લૂછો. એનાથી ઝાંખો પડી ગયેલો અરીસો ચમકી ઊઠે છે.

image source

તરબૂચ ની છાલ ને સૂકવીને પીસી નાખો. તેની ભૂકી નો ઉપયોગ ખાવાના સોડાની જગ્યાએ કરી શકાય છે, તેનાથી કઠોળ જલદી ચડી જાય છે. ગુલાબ ની પાંદડીઓ વાટી બાટલીમાં ભરી રાખો. રાત્રે હોઠ પર લગાવો, આનાથી હોઠ ગુલાબી રહે છે. ફાટેલાં જૂનાં મોજાં ફેંકી ના દેતાં, એને ધોઈને સાફ કરીને એનાથી વાસણો, વોશબેસીન, કાચ વગેરે સાફ કરી શકો છો, એનાથી લીસોટા પડતા નથી.

image source

તરબૂચનાં બી વાટીને તેનો પાવડર તથા ખડી સાકર દસ દસ ગ્રામ લઈ ને ચૂરણ ખાવાથી શરીર ભરાવદાર બને છે. મૂળાનાં પાન નો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે. હિંગ ને પાણીમાં ઉકાળી કોગળા કરવા થી દાંતનો દુઃખાવો મટે છે. નહાવા ના સાબુના વધેલા ટુકડાઓને ફેંકી નહીં દેતાં તેને પાણીમાં ઉકાળી તે પ્રવાહીને બાટલીમાં ભરી લેવું. આ સાબુનું પ્રવાહી હાથ ધોવા કામ લાગે છે. ઘઉં માં મેથી ની ભાજીનાં પાંદડાં નાખવા થી ઘઉં બગડતા નથી.

image source

સુગંધિત ચોખા બનાવવા હોય તો બનાવતી વખતે તેમાં તજ નો એક નાનકડો ટૂકડો તેમાં નાંખી દો. પ્રેશર કૂકર ની રિંગ ઢીલી થઇ ગઇ હોય તો તેને થોડો સમય ફ્રિઝમાં મૂકી દેવાથી તે ફરી વપરાશમાં લઇ શકાશે. ફણગાવેલા અનાજ ને ફ્રીઝમાં રાખતા પહેલા અનાજમાં એક ચમચી લીંબુ નો રસ નાંખશો તો તેમાં વાસ નહીં આવે.

image source

રોટી કે પરાઠા ને એકદમ નરમ બનાવવા માટે જ્યારે તમે તેનો લોટ બાંધતા હોવ ત્યારે, ઠંડા ની જગ્યા એ ગરમ પાણી નો ઉપયોગ કરવો. આમ કરવા થી કણક એકદમ સોફ્ટ તૈયાર થશે. શાકભાજી સમારતી વખતે લાકડાના પાટિયાનો ઉપયોગ કરો. ઘણી મહિલાઓ પ્લાસ્ટિક ના પાટિયા નો ઉપયોગ કરે છે.

image source

આમ કરવામાં ઘણીવાર પ્લાસ્ટિકના સુક્ષ્મ કણો સમારેલા શાકભાજીમાં જતા રહે છે. જયારે લાકડાંના પાટિયામાં આવું થવાની શકયતા રહેતી નથી. લસણ ને બે થી ત્રણ મિનિટ માટે શેકી લેવાનું અને પછી તેને ઠંડુ થવા દેવાનું. ત્યાર બાદ તેને આપણા બંને હાથની હથેળીઓથી મસળી લેવાનુ. તો તમે ખુબ જ ઝડપ થી લસણ ને સાફ કરી શકસો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!