ડુંગળી અને બટાકાને અંકુરિત થતા અટકાવવા માટે કમાલની છે આ ટ્રિક, જાણો તમે પણ

ભારતીય કિચનમાં ડુંગળી અને બટાકા સામાન્ય રીતે જોવા મળી જ રહે છે. અન્ય કોઈ શાક હોય કે ન હોય પણ આ 2 ચીજ ક્યારેય ખૂટી હોય તેવું જાણવા નહીં મળે. દરેક ઘરમાં અઠવાડિયામાં 2 વાર બટાકાનું શાક બનતું જ હોય છે. આ સિવાય અન્ય કોઈ શાકમાં પણ ભેળસેળ માટે તેનો ઉપયોગ કરાય છે અને સ્વાદ વધારવા ડુંગળીનો વઘાર તો દાળ કે શાક બધામાં કરવામાં આવે છે.

image source

આ માટે તેનો રોલ રસોઈમાં ખાસ રહે છે અને તમે તેને વધારે પ્રમાણમાં સ્ટોર કરીને પણ રાખો છો. પરંતુ અનેક મહિલાઓ એકસાથે આ બટાકા અને ડુંગળી લઈ આવે છે ત્યારે ક્યારેક એવું બને છે કે તે થોડા સમય બાદ અંકુરિત થવા લાગે છે. અંકુરિત થાય છે ત્યારે મહિલાઓ તેનો ઉપયોગ કરવાનું ટાળે છે. આવું એટલા માટે થાય છે કે આ મહિલાઓને ખ્યાલ હોતો નથી કે તેને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય છે. તો આજે જાણો કેટલીક ખાસ ટ્રિક્સને વિશે જેની મદદથી તમે બટાકા અને ડુંગળીને અંકુરિત થવાથી બચાવી શકો છો અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો.

પેપરનો કરો ઉપયોગ

image source

તમે કદાચ વિચારી રહ્યા હશો કે બટાકા અને ડુંગળીને અંકુરિત થતા અટકાવવામાં પેપર કેવી રીતે મદદ કરશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અનેક મહિલાઓ પેપરનું કવર બનાવીને ડુંગળી અને બટાકાને તેમાં રાખે છે. આમ કરવાથી ડુંગળી અને બટાકા અંકુરિત થશે નહીં. તમે પણ બટાકા અને ડુંગળીને અંકુરિત થતા બચાવવા ઈચ્છો છો તો તેના માટે કાગળનો ઉપયોગ કરી શકો છો. તમે તેને પેપરમાં સારી રીતે લપેટીને રાખો. તે એવા જ રહેશે.

ગરમ જગ્યાએ ન કરો સ્ટોર

image source

તમે આ વાત કદાચ જ જાણતા હશો. જો નથી જાણતા તો અમે તમને જણાવી રહ્યા છીએ કે બટાકા કે ડુંગળીને ગરમ જગ્યાએ સ્ટોર કરવા કે રાખવાના કારણે પણ તે અંકુરિત થવા લાગે છે. ધીરે ધીરે ગરમીની સીઝન ચાલી રહી છે એવામાં તમે ડુંગળી અને બટાકાને એવી જગ્યાએ સ્ટોર કરો જ્યાં વધારે ગરમી ન રહેતી હોય. તેને સામાન્ય તાપમાન રહેતું હોય તેવી જગ્યાએ રાખો. એવી જ્ગ્યાએ રાખો જ્યાં તેને હવા લાગતી રહે. હવા ન લગાવાથી તેમાં ફંગસ પણ આવી શકે છે.

સુતરાઉ કપડાનો કરો ઉપયોગ

image source

અનેક એવી મહિલાઓ હોય છે જે કોઈ પ્લાસ્ટિકની થેલી કે બેગમાં ડુગળી કે બટાકાને ખરીદીને લાવે છે અને પછી તેમાં જ રાખી લે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પ્લાસ્ટિકની થેલી કે બેગમાં રાખેલા બટાકા અને ડુંગળી ઝડપથી અંકુરિત થવા લાગે છે. આ માટે તમે બટાકા અને ડુંગળીને ક્યારેય આ રીતે સ્ટોર ન કરો. પરંતુ તેને લાંબા સમય સુદી સારા રાખવા માટે સુતરાઉ કપડાનો ઉપયોગ કરો. સુતરાઉ કપડામાં રાખવાથી ડુંગળી અને બટાકા ઝડપથી અંકુરિત થશે નહીં.

ફ્રિઝમાં ન રાખો

image source

અનેક વાર અનેક લોકો ડુંગળીને નહીં પણ બટાકાને ફ્રિઝમાં રાખી જ લે છે જેથી તે સુરક્ષિત રહે. પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ફ્રિઝમાં ક્યારેય બટાકા રાખવા નહીં. તે અહીં ઝડપથી અંકુરિત થવા લાગે છે. બટાકામાં સ્ટાર્ચ હોય છે જે ફ્રિઝમાં રાખવાથી શુગરમાં પરિવર્તિત થાય છે અને અંકુરિત થવા લાગે છે. કોશિશ કરો કે ડુંગળીને ક્યારેય ફ્રિઝમાં ન રાખો કેમકે તેને ફ્રિઝમાં રાખવાથી તે અંકુરિત થવા લાગે છે. તેને રૂમ ટેમ્પ્રેચર પર હવા લાગે તેવી રીતે સ્ટોર કરો. લાંબા સમય સુધી સારા રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!