આશ્ચર્ય! ગુજરાતના આ શહેરમાં યુવાને વેક્સિનના બે ડોઝ લીધા છતાં કોરોના થયો

જુનાગઢ શહેરની મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલ એક વિદ્યાર્થીએ કોરોના વાયરસની રસીના બે ડોઝ લઈ લીધા હતા. કોરોના વાયરસની વેક્સિનના બે ડોઝ લઈ લીધા પછી પણ બે દિવસ પહેલા જ તે મેડીકલ વિદ્યાર્થીનો રીપોર્ટ કોરોના પોઝેટીવ આવ્યો છે. જેના લીધે મેડીકલ કોલેજની હોસ્ટેલને ખાલી કરી દેવામાં આવી અને પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય ઓનલાઈન કરી દેવામાં આવ્યું છે.

હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા.

image source

અત્યારે કોરોના વાયરસની વેક્સિનના ડોઝ આપવા માટે વેક્સિનેશન પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગયા જાન્યુઆરી મહિનાના અંતમાં જુનાગઢ શહેરની મેડીકલ કોલેજમાં ભણી રહેલ વિદ્યાર્થીઓને કોરોના વાયરસની વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો અને પ્રથમ ડોઝ આપી દીધાના ૨૮ દિવસ પછી કોરોના વાયરસની વેક્સિનનો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો હતો. કોરોના વાયરસની વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા હોવા છતાં પણ મેડીકલ કોલેજમાં પહેલા વર્ષમાં ભયસ કરી રહેલ અને હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીનો બે દિવસ પહેલા જ કોરોના વાયરસનો રીપોર્ટ કરવામાં આવતા પોઝેટીવ રીપોર્ટ આવ્યો હતો, આ સાથે જ કોલેજમાં ભણતા અન્ય પ્રથમ વર્ષના ૨૦૦ વિદ્યાર્થીઓ સંક્રમિત ના થાય તે વાતને ધ્યાનમાં રાખતા તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

image source

વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તે વાતને ધ્યાનમાં રાખતા કોલેજ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય ઓનલાઈન શરુ કરી દેવામાં આવ્યું છે, પ્રેક્ટીકલ કોલેજ જયારે ફરીથી શરુ થશે ત્યાર બાદ કરાવવામાં એવું વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું છે.

કોરોના વાયરસની વેક્સિનના બે ડોઝ લઈ લીધા બાદ ૧૦ દિવસ સુધી સાવધાની જરૂરી.

image source

જાણકારોના મત મુજબ કોરોના વાયરસ વેક્સિનને એક મહિનાના સમયગાળાના અંતરે બે ડોઝ લેવાના હોય છે. જયારે કોરોના વાયરસની વેક્સિનનો બીજો ડોઝ લઈ લીધા પછી ૧૦ દિવસ બાદ કોરોના વાયરસની વેક્સિન લીધેલ વ્યક્તિમાં એંટીબોડીઝ ઉત્પન્ન થાય છે.

image source

સુત્રોના મત મુજબ જુનાગઢ શહેરની મેડીકલ કોલેજમાં જે વિદ્યાર્થીનો કોરોના વાયરસનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે તે વિદ્યાર્થીના કોરોના વાયરસની વેક્સિનના બે ડોઝ સમાપ્ત થઈ ગયા હતા, પણ કોરોના વાયરસ વેક્સિનનો બીજો ડોઝ લીધાના ૭ દિવસ પછી જ તે વિદ્યાર્થી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં સારા સમાચાર એ છે કે, આ વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય હાલમાં સ્થિર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!