કોરોના કાળમાં પણ PM મોદીની લોકપ્રિયતા બરકરાર, અમેરિકા સહિત 13 દેશના નેતાઓને પાડ્યા પાછળ

કોરોના કાળમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતાઓમાં પ્રથમ સ્થાને છે. કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાન મોદીએ જે રીતે દેશની કમાન સંભાળી છે, તેમણે ફરી એક વખત પીએમ મોદીને સૌથી લોકપ્રિય નેતા બનાવ્યા છે. અમેરિકન ડેટા ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે કરેલા એક સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય વૈશ્વિક નેતાઓની તુલનામાં સૌથી વધુ લોકપ્રિય છે. વડાપ્રધાન મોદીની વૈશ્વિક મંજૂરી રેટિંગ 66 ટકા છે. સર્વેમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા, બ્રિટન, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝિલ, ફ્રાન્સ અને જર્મની સહિત 13 દેશોના અન્ય નેતાઓ કરતા ઘણા આગળ છે.

image source

અમેરિકન ડેટા ઇન્ટેલિજન્સ કંપની ‘મોર્નિંગ કન્સલ્ટે’ દ્વારા કોરોના દરમિયાન વિશ્વભરના નેતાઓની લોકપ્રિયતાને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણના પરીણામને જોતા કહી શકાય છે કે કોરોના દરમિયાન વિશ્વના દરેક નેતાઓની લોકપ્રિયતામાં થોડો ઘટાડો થયો છે. આમ હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિય નેતાઓમાં ટોચ પર છે.

image source

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી ઇટલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીનો નંબર બીજા સ્થાને આવે છે. તેમનું રેટિંગ 65 ટકા છે, જ્યારે મેક્સિકોના રાષ્ટ્રપતિ લોકેઝ ઓબ્રેડોર ત્રીજા નંબરે છે. તેમનું રેટિંગ 63 ટકા છે.

image source

ભારતમાં 2126 વયસ્કો પર કરવામાં આવેલા સર્વેક્ષણ સાથે મોર્નિંગ કંસલ્ટ ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગ ટ્રેકરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 66 ટકા અપૂર્વલ દેખાડ્યું છે. જ્યારે 28 ટકાએ તેમને અસ્વીકૃત કર્યા છે. આ પહેલા આ ટ્રેકરને 17 જૂને અપડેટે કર્યું હતું.

image source

અમેરિકન ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ ‘મોર્નિંગ કંસલ્ટ’ સમયાંતરે વિશ્વના નેતાઓની મંજૂરી રેટિંગ્સને ટ્રેક કરે છે. આ સર્વે દર્શાવે છે કે તેમના નેતાઓ વિશે દેશના નાગરિકોનું શું અભિપ્રાય છે અને તેઓ તેમને કેટલા પસંદ કરે છે. આ સર્વેમાં ઇટલીના વડાપ્રધાનને (65 65%), મેક્સીકન પ્રમુખ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર ( 63%), ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસન (54%), જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ (53%), યુએસ પ્રમુખ જો બાયડેન ( 53%), કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (48%), યુકેના વડાપ્રધાન બોરીસ (44%) રેટીંગ ધરાવે છે.