વડોદરા: SOG PIના પત્ની રહસ્યમય સંજોગોમાં ગુમ, એક મહિના પછી પણ કોઈ ભાળ નહીં!

સમાજમાં બનતા ગુનાને ડામવાનું કામ કરતી પોલીસ ઘણા કેસને ઉકેલી શકતી નથી. સામાન્ય લોકોના જીવનમાં જેવી અણધારી ઘટના બનતી હોય છે તેવી જ ઘટનાઓ પોલીસ કર્મચારીઓના જીવનમાં પણ બનતી હોય છે. આવું જ કંઈક તાજેતરમાં થયું છે વડોદરા જિલ્લા એસઓજીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીના જીવનમાં. વડોદરા જિલ્લા એસઓજી પીઆઈ અજય દેસાઈના ઘરમાં પણ આવું જ સંકટ આવ્યું છે. કારણ કે તેમના પત્ની છેલ્લા 20 કરતાં પણ વધુ દિવસથી લાપતા છે.

image source

આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર વડોદરામાં જિલ્લા એસઓજીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ છેલ્લા કેટલાક દિવસોથી રહસ્યમયી સંજોગોમાં ગુમ થયા છે. ચિંતાની વાત એ છે કે તેમને સંતાનમાં 2 વર્ષનું બાળક પણ છે જે તેની માતા વિના વલખાં મારી રહ્યું છે. આ ઘટના પોલીસ વિભાગમાં પણ ચર્ચાનો વિષય બની છે. રહસ્યમયી રીતે સ્વીટીબેન ગુમ થતા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

image source

વડોદરા જિલ્લામાં પીઆઈના પત્ની ગુમ થઈ જવાની ઘટના ચર્ચાનું કેન્દ્ર બની ચુકી છે. આ ઘટના બની તેને 20 કરતાં વધુ દિવસ થઈ ચુક્યા હોવા છતાં હજુ સુધી સ્વીટી પટેલની કોઈ ભાળ મળી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે અજય દેસાઈના પત્ની ગુમ થયાની ફરિયાદ કરજણ પોલીસમાં સ્વીટીબેનને ભાઈએ નોંધાવી હતી. આ ફરિયાદ 11 જૂને નોંધાઈ હતી કે સ્વીટી પટેલ લાપતા થયા છે. ફરિયાદ અનુસાર સ્વીટી પટેલ ગત 6 જૂનના રોજ રાત્રે કોઈ કારણોસર ઘરે થી ગયા અને ત્યારથી પરત ફર્યા નથી. તેઓ ફોન પણ ઘરે મુકીને ગયા હતા.

image source

બે વર્ષના સંતાનને પણ ઘરે મુકીને ઘરેથી નીકળેલા સ્વીટી પટેલનો 1 મહિના સુધી પત્તો લાગ્યો નથી જેને લઈ પરિવારના સભ્યો ચિંતામાં છે. જો કે સ્વીટી પટેલ ઘરેથી મોબાઈલ લીધા વિના શા માટે ગયા અને ઘરેથી કયા કારણોસર નીકળ્યા હતા તે જાણી શકાયું નથી. 1 મહિના પહેલા સ્વીટીબેન રાત્રે ઘરેથી નીકળ્યા અને ભેદી સંજોગોમાં આજ સુધી લાપતા છે.

image source

જો કે આ રીતે પોલીસ કર્મચારીના પત્ની ગાયબ થયા અને ત્યારબાદ આજ સુધી તેમનો પત્તો લાગ્યો નહીં તે વાતને ધ્યાને લઈ પોલીસ પણ હરકતમાં આવી છે. આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે આ કેસમાં તપાસ ગાંધીનગરથી મળેલી સુચના મુજબ હવે ડીવાયએસપી કરશે. જિલ્લા એસપી દ્વારા આ મામલે તપાસ કરજણ પોલીસ પાસેથી લઈ ડીવાયએસપીને સોંપવામાં આવી છે. અજય દેસાઈના પત્ની જે એક મહિનાથી ગુમ છે તેમને શોધી કાઢવા પોલીસે ચક્રોગતિમાન કર્યો છે.