Income Taxમાં આ રીતે પણ મેળવી શકાય છે મોટી રાહત, જાણીને તમે પણ કરી લો ઉપાયો

આપણે સૌ જાણીએ છીએ કે હોમ લોન પર આપણને ઈન્કમ ટેક્સની છૂટ મળે છે. તેનાથી તમારા ટેક્સનો ભાર ઓછો થઈ જાય છે. આ સાથે તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ઘરની મરમ્મત, રિનોવેશનને માટે પણ લોન મળે છે અને તેનાથી તમે તમારા ટેક્સમાં રાહત મેળવી શકો છો.

કયા કામ માટે લઈ શકાય છે હોમ લોન

image source

જો તમે પણ ઘરનું સમારકામ કરાવવાના પ્લાનમાં છો તો તમે બેંકથી સ્પેશ્યલ લોનની ઓફર લઈ શકો છો. આ લોનના રૂપિયા તમે ઘરના અનેક કામમાં કરી શકો છો. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નિયમોના આધારે આ રૂપિયાથી તમે ઘરનું રંગરોગાન કરાવી શકો છો. નવો ફ્લોર પણ બનાવી શકો છો અને એટલુ જ નહીં તમે નવા રૂમ અને બાલ્કની પણ બનાવડાવી શકો છો.

image source

ઈન્ટિરિયર ડેકોરેશનને માટે તમે બેંકથી લોન પણ લઈ શકો છો. બાથરૂમ કે કિચનમાં ટાઈલ્સ લગાવવાને માટે તમને લોન મળી શકે છે. તેમાં દરેક પ્રકારના પ્લંબિંગના ખર્ચને પણ સામેલ કરી લેવાય છે. તમે ઘરમાં વાપરવા માટે ઈલેક્ટ્રોનિક ઉપકરણની ખરીદી માટે પણ લોન લઈ શકો છો.

આ કામ માટે નથી મળતી લોન

image source

ઈન્કમ ટેક્સના નિયમ અનુસાર જે કંઈ પણ Home Improvement Loanના આધારે કવર કરાય છે તેના પર ઈન્કમ ટેક્સમાં છૂટ મળે છે. જો કે કેટલાક ખર્ચા એવા પણ હોય છે જેની પર તમને ટેક્સમાં છૂટ મળતી નથી. જેમકે તમે ઘરમાં ફાયરપ્લેસ લગાવવા કે સ્વિમિંગ પુલ બનાવવા ઈચ્છો છો તો તેને ટેક્સમાં છૂટમાં ગણવામાં આવશે નહીં.

હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન પર ટેક્સના નિયમ

image source

જો પ્રોપર્ટી ભાડા પર આપવામાં આવી છે તો તે પ્રોપર્ટીના મેન્ટેનન્સને નામે કુલ રેન્ટના ફક્ત 30 ટકા મળી શકે છે. ભલે તમે કેટલો પણ ખર્ચ કર્યો હોય. માની લો કે તમને રેન્ટના રૂપમાં 2 લાખ રૂપિયા મળે છે તો તમે આ પ્રોપર્ટીના મેન્ટેનન્સ પર 60000 રૂપિયા ખર્ચ કરી શકો છો. જો તમે એ ઘરમાં રહેવા ઈચ્છો છો તો તમને મેન્ટેનન્સના નામે કોઈ છૂટ મળશે નહીં. Home Improvement Loan મેન્ટેનન્સના રેગ્યુલર ખર્ચ માટે હોતી નથી. તમે ઘરનું સમારકામ માટે લોન લઈ રહ્યા છો તો તમને કેપિટલ ગેન્સને ઘટાડવામાં મદદ મળી શકે છે.

કેપિટલ ગેન્સને ઘટાડવામાં મળશે મદદ

image source

જો તમે તે ઘરમાં 2 વર્ષથી વધારે સમય સુધી રહો છો તો તમે હોમ ઈમ્પ્રૂવમેન્ટ લોનને વાસ્તવમાં કેપિટલ ગેન્સથી સીધો ઘટાડી શકો છો. ઈન્કમ ટેક્સ કાયદા 161ના સેક્શન 24બીના આધારે જો તમે હોમ ઈમ્પ્રૂવમેન્ટ લોન લીધી છે તો તેના 30000 રૂપિયા સુધીના વાર્ષિક વ્યાજને તમે તમારી આવકમાં ઘટાડી શકો છો. ઘર જોઈન્ટ છે તો ઘરના બંને માલિક ટેક્સની છૂટની આ રકમનો ફાયદો લઈ શકે છે.

image source

ટેક્સની છૂટની આ રકમ જો હોમલોનના વ્યાજ પર ટેક્સ છૂટની કુલ સીમાને 2 લાખ રૂપિયાની છે તેની અંદર જ આવશે. જો તમે ઘર વેચવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે કેપિટલ ગેન્સને કેલ્ક્યુલેટ કરતી સમયે હોમ ઈમ્પ્રૂવમેન્ટ ખર્ચને પ્રોપર્ટીની કિમતમાં જોડી શકો છો. તેનાથી તમે કેપિટલ ગેન્સને ઘટાડવામાં મદદ લઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!