આ મહિલાની હાલત તો જુઓ, છેલ્લા 5 વર્ષથી છે હોસ્પિટલમાં, ડોક્ટરની કરતૂતો વિશે સાંભળીને પિત્તો જશે!

બેંગ્લોરની એક હોસ્પિટલમાં પૂનમ નામની મહિલા છેલ્લા પાંચ વર્ષથી હોસ્પિટલમાં દાખલ છે. પેટના દુખાવાની તપાસ માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આજે તેમને લગભગ 1,922 દિવસ (31 જાન્યુઆરી 2021 સુધી) હોસ્પિટલમાં દાખલ થયાના થવા આવ્યા છે. પૂનમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે અથવા તેની તબિયત બરાબર થાય તેની હજુ કોઈ સંભાવના નથી. પૂનલ હાલમાં કોમામાં છે.

image source

આ કદાચ હોસ્પિટલની સારવારની ભારતની સૌથી લાંબી કહાની છે. તેમનું ટ્રીટમેન્ટ બિલ અત્યાર સુધીમાં છ કરોડના આંકડાને પાર કરી ગયું છે. પૂનમની તબીબી નોટ લગભગ 11 પાનાની છે. આ નોટમાં 20 થી વધુ ડોકટરો છે જેમણે છેલ્લા પાંચ વર્ષમાં પૂનમની સારવાર કરી છે. પૂનમનું ટ્રીટમેન્ટ બિલ પણ લગભગ ચાર પાનાનું છે. પરિવાર આ મામલે હોસ્પિટલ મેનેજમેંટની બેદરકારીનો આરોપ લગાવી રહ્યું છે. જો કે, સવાલ એ છે કે એવુ તો શું થયું કે પૂનમ હજી ઘરે પરત આવી નથી?

image source

હંમેશા ખુશ રહેનારી 33 વર્ષીય પૂનમ એકવાર એકસેન્ટર કંપનીમાં બિઝનેસ રિપોર્ટિંગ એનાલિસ્ટ તરીકે કામ કરતી હતી. આજે તે ભાગ્યે જ હલી શકે છે અને બોલી શકે છે. પૂનમ મગજની તકલીફની એકદમ જૂની સ્થિતિમાં છે, જેમાં વ્યક્તિ જાગૃકરતાના કોઈ સંકેત બતાવતા નથી. ડોક્ટરોએ પાંચ વર્ષ પહેલા પરિવારને ‘મૃતદેહ ઘરે લઈ જવા’ કહેવા માટે કથિત રૂપે જણાવ્યું હતું. જો કે, પરિવારને આશા છે કે જો યોગ્ય રીતે સારવાર કરવામાં આવે તો પૂનમ ઘરે પરત આવી શકે છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસ અને સરકારમાં ફરિયાદ નોંધાવ્યા પછી પણ કોઈ મદદ મળી નથી.

image source

પૂનમના પરિજનોએ પૂનમની હાલત માટે હોસ્પિટલને દોષી ઠેરવી છે. તેના પતિ રાજેશ નાયરે પૂનમની હાલત માટે હોસ્પિટલને દોષી ઠેરવી હતી. પૂનમના પતિનું કહેવું છે કે ઓક્ટોબર 2015ના રોજ પૂનમ પેટમાં દુખાવાની ફરિયાદ લઈ હોસ્પિટલમાં ગઈ હતી અને પાંચ વર્ષ પછી આજે તેની હાલત શું છે? પૂનમના પતિ રાજેશ નાયરે આઈએમબી અને માઇક્રોસોફ્ટની જોબ પણ પત્નીની સંભાળ રાખવા માટે છોડી દીધી છે. પૂનમના પરિવારજનોએ પૂનમની સારવાર માટે અત્યાર સુધીમાં 1.34 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેના પતિનું કહેવું છે કે પૂનમની તબિયત બિલકુલ સારી જ હતી. પૂનમ પેટમાં દુખાવાની ફરિયાદ લઇને હોસ્પિટલમાં ગઈ હતી. આંતરડામાં લિકેજ અટકાવવા ડોકટરોએ તેની સર્જરી કરી હતી. તે જ સમયે ડોક્ટરોથી કંઈક ખોટું થઈ ગયું હતું, જેના કારણે આજે પૂનમની આવી હાલત છે. જલદી જ હોસ્પિટલોના લોકોને ખબર પડી કે તેઓ ખોટા કેસમાં ફસાયા છે, તેઓએ પૂનમની ખોટી તબીબી નોટ બનાવવાનું શરૂ કરી દીધું, જેમાં દાવો કરવામાં આવ્યો કે પૂનમ હોસ્પિટલમાં આવી ત્યારે તેની હાલત ગંભીર છે. ઓક્ટોબર 2015માં હોસ્પિટલે અમને કહ્યું હતું કે પૂનમ ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી જીવિત નહીં રહે, પરંતુ પૂનમ હિંમતથી લડતી હતી અને દરેક વખતે હોસ્પિટલના દાવાઓને ખોટા ઠેરવી રહી છે. શરૂઆતમાં તે કોમાથી પણ બહાર આવી ગઈ હતી.

પૂનમના પતિ રાજેશ નાયરે જણાવ્યું કે પૂનમ કોમાથી બહાર આવી રહી હતી. તેની ચેતના સતત વધી રહી હતી. હવે તે વેન્ટિલેટર-સપોર્ટથી બરાબર શ્વાસ લેતી હતી. અમને આશા હતી કે હવે તે જલ્દીથી વેન્ટિલેટર-સપોર્ટમાંથી બહાર આવી શકે છે. પરંતુ અચાનક હોસ્પિટલે એવી દવાઓ બંધ કરી દીધી જેણે તેના સ્વાસ્થ્યમાં સુધારો કર્યો હતો. તેની તબિયત ફરીથી કથળી ગઈ હતી. ત્યારથી તે ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે.

image source

નાયરે કહ્યું કે, પૂનમની તબિયત સુધારવા માટે હોસ્પિટલ તરફથી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. ડોકટરોએ તેને પાંચ વર્ષ પહેલાં કહ્યું હતું કે તે જીવશે નહીં, પરંતુ તે હજી જીવીત છે. પૂનમની તબિયત અત્યારે હોસ્પિટલમાં સારવારની જરૂર છે, અમે ઘરે તેની સારવાર કરી શકતા નથી. પૂનમના પિતા ભૂતપૂર્વ સૈનિક છે. તે છેલ્લા પાંચ વર્ષથી દરરોજ પોતાની પુત્રીને જોવા માટે હોસ્પિટલમાં આવે છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત