15 વર્ષથી ભારતીય ટીમને ચીઅર કરે છે આ રામબાબુ, 6 કલાકની મહેનતે બોડી પર ચિત્રાવે છે તિરંગો, ધોનીના ચહેરાનું પણ દોરાવી ચુક્યા છે ટેટુ

આખરે એ દિવસ આવી જ ગયો છે, જયારે અમદાવાદમાં આવેલ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં ૬ વર્ષ પછી આજ રોજ
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે મેચ રમવામાં આવી રહી છે. પરંતુ આ મેચની પહેલા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ ક્રિકેટ
સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરી દેવામાં આવ્યું છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં કુલ ૧ લાખ ૩૨ હજાર દર્શકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ કોરોના વાયરસ સંક્રમણના કારણે મોટેરા સ્ટેડિયમમાં કુલ ૫૦ % એટલે કે અંદાજીત ૬૦ હજાર કરતા વધારે દર્શકો મેચ જોવાનો લાભ ઉઠાવી શકે છે.

રામબાબુએ ક્રિકેટના સ્મરણોને યાદ કર્યા.

image source

નવું બનાવવામાં આવેલ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરામાં આજે મેચ રમવામાં આવી રહી છે, ત્યારે જ ક્રિકેટર્સ સહિત તેમના ફેંસમાં
પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યાં જ છેલ્લા ૧૫ વર્ષથી ટીમ ઈન્ડિયાને ચીઅર કરનાર રામબાબુની સાથે ખાસ વાતચીત કરવામાં
આવી હતી. આ વાતચીત દરમિયાન રામબાબુએ પોતાના શરીર પર દોરાવેલ તિરંગા વિષે વાત કરતા સમયે રામબાબુએ ભારતીય ક્રિકેટ ટીમ અને મહેન્દ્ર સિંહ ધોનીની સાથે સંબંધિત પોતાની યાદોને વાગોળી હતી. રામબાબુએ પોતાના હાથ પર ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ચહેરાનું ટેટુ કરાવ્યું છે અને પોતાના હાથમાં M. S. DHONI લખેલ ટેટુ પણ આપને જોવા મળી શકે છે.

બોડી પેઇન્ટિંગ કરાવવા માટે રામબાબુને ૫ થી ૬ કલાકનો સમય લાગે છે.

image source

રામબાબુએ પોતાના શરીર પર કરાવેલ પેઇન્ટિંગ વિષે વાત કરતા કહે છે કે, જયારે મેચ હોય છે ત્યારે તેઓ સવારના સમયે ૪-૫ વાગે વહેલા
ઉઠીને પોતાના શરીર પર ખાસ પ્રકારનું કેમિકલ લગાવી દીધા બાદ પેઈન્ટીંગ કરે છે. શરીર પર પેઇન્ટિંગ કરવા માટે તેમને અંદાજીત ૫ થી ૬
કલાક કરતા પણ વધારે સમય લાગે છે. એટલું જ નહી, સ્ટેડિયમમાં ચાલુ મેચ દરમિયાન શિયાળાની ઠંડી હોય કે પછી ઉનાળાની ગરમી હોય
રામબાબુ સતત ખુલ્લું શરીર રાખીને મેચ જોવા આવે છે. વધુ જણાવતા રામબાબુ કહે છે કે, ઉનાળાના દિવસોમાં પણ પેઇન્ટિંગ કરતા
હોવાના લીધે સ્કીનને નુકસાન થઈ જાય છે. પરંતુ તે વ્યક્તિ ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે સ્ટેડિયમમાં આવે છે. રામબાબુનો ભારતીય ક્રિકેટ ટીમને ચીયર કરવા માટે આવે છે. રામબાબુનો જુસ્સો ભારતીય ક્રિકેટ ટીમે ચીયર કરવાનો જુસ્સો વધતો જ જાય છ્હે.

રામબાબુ સ્ટેડિયમ પહોચ્યા.

image source

અત્યારે મોટેરા સ્ટેડિયમની બહાર દર્શકોની ભીડ ઉમડતી જોવા મળે છે ત્યારે સવારથી ઘણી મહેનત કરીને પોતાના શરીરને પેઈન્ટ કરી લીધા બાદ હવે રામબાબુ પણ આ ઐતિહાસિક મેચનો ભાગ બનવાની ઈચ્છાને પૂરી કરવા માટે મોટેરા સ્ટેડિયમ પહોચી ગયા છે. રામબાબુ
સ્ટેડિયમની બહાર ભારતીય ક્રિકેટ ટીમને ચીયર કરવા માટે પોતાના હાથમાં તિરંગો લઈને તેને હવામાં લહેરાવતા જોવા મળી રહ્યા છે.
રામબાબુનો ક્રિકેટ પ્રત્યેનો તેમનો ઉત્સાહ કઈક અલગ જ છે, જેના કારણે જ લગભગ ભારતના મોટાભાગની મેચમાં રામબાબુ ટીમ ઈન્ડિયા
ચીયર કરવા માટે પહોચી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!