ભગવાન રામાપીરના આ મંદિરની ગાથા છે અદ્ભુત, ભક્તોની દરેક કામના થાય છે પરિપૂર્ણ

ભારત દેશ આધ્યાત્મિકતા અને સંસ્કારોની સીંચન ભૂમિ રહી છે, વિવિધ ભગવાનોના અસંખ્ય મંદિરો ભારતભૂમિની શોભા વધારી રહ્યા છે

આવા ઘણા મંદિરોની લોકો મુલાકાત લેતા હોય છે અને તેની પાછળના કથા, રહસ્યો, મહાત્મય અને દંતકથાઓ તેમજ ગાથાઓનો અભ્યાસ કરે છે. ભારતમાં ઘણા એવા મંદિરો છે જેના રહસ્યો વિશે ઘણું કહેવાય છે અને માન્યતાઓમાં માનવામાં પણ આવે છે.

ગુજરાતમાં પણ આવા ઘણા મંદિરો અને ધામ આવેલા છે, એક એવું મંદિર છે જેના વિશે આજે

અમે તમને ખાસ જણાવીશું અમે ઉલ્લેખ કરી રહ્યા છીએ ગુજરાતના જામનગરના કાલાવડ નજીકના આવેલા રામદેવપીરજીના એક વિશાળ મંદિરની. આ મંદિરનું ઘણું મહત્વ છે અને તેના ચમત્કારોની વાત કરીએ તો . જૂનાગઢના સ્થાનક પાસે મંદિર જોવા મળે છે. જે લોકો અહીં મંદિરમાં આવે છે તેઓ કહે છે કે અહીં આવવાથી લોકોની તમામ પીડા, વેદના અને દુ:ખો દૂર થાય છે. જો કોઈને કોઈ અસાધ્ય.બીમારી હોય, તો તે પણ મટી જાય છે. અને જેમને સંતાનોની મહેચ્છા છે તે પણ જરૂરથી પૂરી થાય છે. ભગવાન તેમની ઈચ્છાઓ પૂરી કરે છે.

અહીંનો ઇતિહાસ હીરાબાઈ નામની વ્યક્તિ સાથે જોડાયેલો છે.

જે ઘેટાં અને બકરા ચરાવવાનું કામ કરતા, આ વ્યવસાયમાં તેઓ સંકળાયેલા હતા. તેમની રામદેવપીરની ભક્તિ અનન્ય હતી, તેમની ભક્તિ જોઈ રામદેવપીરે તેમને પરચો આપ્યો. જેના બાદ હીરાબાઈએ તે સ્થાન પર રામદેવપીરનું મંદિર બનાવ્યું અને તે સવાર સાંજ અહીં તેમના ભગવાનની પૂજા કરતાં તેમની આસ્થા જોઈને લોકો તેમને હીરા ભગત કહેતા હતા તે મંદિરની દેખભાળ કરતા હતા જેથી આજે પણ લોકો આ મંદિરમાં હીરા ભગતનો ધુણો કરે છે. આમ આ એક અનન્ય ભક્તિનું ઉદાહરણ સમાન મંદિર છે.

ભગવાનને વંદન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર વર્ષે અહીં આવે છે. તેઓ તેમના બધા દુ: ખનો નાશ માટેની અહીં ભગવાન રામાપીરજીને કામના કરે છે. જેના બાદ ભક્તો અહીંથી ભગવાનના દર્શન મેળવી કુશળ મંગળ સુખેથી પાછા ફરે છે. સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.