ભૂલ્યા વગર મંગળવારે કરો આ ઉપાય, ક્યારે નહિં આવે પૈસાની તંગી અને સાથે દૂર થઇ જશે અનેક સમસ્યાઓ પણ

મિત્રો, મંગળવારનો દિવસ એ પ્રભુ શ્રી બજરંગબલી સમર્પિત છે કારણકે, આ દિવસે જ તેમનો જન્મ થયો હતો અને મંગળ ગ્રહ પર પ્રભુ બજરંગબલી શાસન કરે છે. બળ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ માટે નિયમિત ભગવાનનુ પૂજન-અર્ચન પણ કરવુ જોઈએ.

image source

મંગળવારના દિવસે તેમની પૂજા કરવાની અને તેમની સાથે વાત કરવા માટેની એક વિશેષ જોગવાઈ છે. મંગળ કામના અને લાગણીથી બજરંગબલી સાથે જોડાવવાથી અનેકવિધ પ્રકારના સંકટોથી મુક્તિ અપાવી શકે છે. બજરંગબલી તમને જીવનના દરેક સમસ્યામાથી બહાર કાઢી શકે છે અને તમારા જીવનમા સંકટમોચન બનીને બધા સંકટોનો અંત કરી શકે છે.

image source

જો તમે પણ આ દિવસના રોજ આ કામ કરો તો ક્યારેય કંગાળ થતો નથી. આ દિવસે જો તમે રામ મંદિરમા જાવ અને જમણા હાથના અંગુઠાથી બજરંગબલીના માથા પર સિંદુર લઈને સીતા માતાના ચરણોમા લગાવી દો તો તે તમારી બધી જ ઈચ્છાઓને પૂર્ણ કરશે.

image source

જો ભય તમારો પીછો નથી છોડી રહ્યો તો તમે માનસિક તણાવ અનુભવી શકો છો તો આવામા સાત દિવસ પ્રભુ શ્રી બજરંગબલીની વિશેષ પૂજા કરો. હનુમાન અષ્ટક અને હનુમાન ચાલીસા નિયમિત ૧૦૦ વખત તમે વાંચો. જો પ્રભુ શ્રી બજરંગબલીને પ્રસન્ન કરવા ઈચ્છતા હોવ તો તમારે તમારી ઊંચાઈ પ્રમાણે નાળને ગાંઠ બાંધીને શ્રીફળ પર લપેટીને કેસર કે સિંદૂરથી સ્વસ્તિક બનાવીને બજરંગબલીના ચરણોમા અર્પિત કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

તમે તમારા મોઢાને દક્ષિણની તરફ કરી સાત દિવસ સુધી રોજ પીપળના વૃક્ષ નીચે બેસીને ૧૮૦ વાર હનુમાન ચાલીસાનુપઠન કરો. જો તમે આ ઉપાય અજમાવો છો તો તમને નાણાની કમી ક્યારેય રહેતી નથી. જો તમને પણ ગ્રહો સાથે સંકળાયેલી કોઈ સમસ્યા સતાવી રહી હોય તો કાળા ચણા અને ગોળ લઈને દરેક મંગળવાર અને શનિવારના રોજ પ્રભુ શ્રી બજરંગબલીના મંદિરમા પ્રસાદ વહેંચો.

image source

આ સિવાય જો તમે હનુમાન ચાલીસાનુ પઠન કરો તો તે પણ તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. એવુ કહેવામા આવે છે કે, જો તમે સંપૂર્ણપણે ધ્યાનથી ૨૧ દિવસ સુધી વિધિ-વિધાનપૂર્વક બજરંગબાણનુ પઠન કરો તો તે આપણી બધી જ સમસ્યાઓને દૂર કરી શકે છે.

image source

આ ઉપરાંત જો તમે મંગળવારના રોજ પ્રભુ શ્રી બજરંગબલીના મંદિરમા શ્રીફળ મુકો તો તે તમારા માટે ખુબ જ સારુ માનવામા આવે છે. જો તમે આ દિવસે પ્રભુ શ્રી બજરંગબલીના મંદિરમા ધજા ચઢાવીને આર્થિક સમૃદ્ધિની પાર્થના કરો તો તે પણ અવશ્યપણે ફળી જાય છે. આ સિવાય જો તમે પાંચ મંગળવાર સુધી આવુ કરો તો તમારા ધનના માર્ગના બધા જ અવરોધ દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *