પોસ્ટ ઓફિસની આ બચત સ્કીમ તમારા માટે છે બહુ લાભદાયી, જેમાં રોકાણ કરીને વધારો તમારી આવક, જાણો તમામ માહિતી

ડીજીટલ ઈન્ડિયાના સમયમાં પોસ્ટ ઓફીસ પણ સતત પોતાને અપડેટ કરી રહ્યું છે ત્યારે હવે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) મોબાઈલ એપને લોન્ચ કરી દેવામાં આવી છે. જેની મદદથી રોકાણકાર વ્યક્તિ પોસ્ટ ઓફિસમાં ગયા વિના જ પોતાનું એકાઉન્ટ ખોલાવી શકે છે. આવામાં જો આપ પોતાની આવકમાં વધારો કરવા ઈચ્છો છો તો આપે મોડું કર્યા વિના પોસ્ટ ઓફિસની આ માસિક આવકની યોજનામાં રોકાણ કરી શકો છો.

પોસ્ટ ઓફિસની માસિક આવકની યોજના.

image source

પોસ્ટ ઓફીસની આ યોજના માસિક આવક યોજનામાં આપને સારા રીટર્ન પ્રાપ્ત કરી શકો છો. જો કોઈ રોકાણકાર વ્યક્તિ આ યોજનામાં Joint Account ખોલાવ્યું છે અને જોઈન્ટ એકાઉન્ટમાં આપે ૯ લાખ રૂપિયામાં જમા કરાવશો તો આપને પ્રતિ માસ ૪૯૫૦ રૂપિયાની આવક કરી શકો છો. આપની મૂડી પર વાર્ષિક વ્યાજ ૬.૬% ના દરે ૫૯,૪૦૦ રૂપિયા થાય છે. આવી રીતે આપને પ્રતિમાસ વ્યાજની રકમ ૪૯૫૦ રૂપિયા જેટલી થાય છે, જેને આપ પ્રતિમાસ મેળવી શકો છો. જો આપને મળવાપાત્ર પ્રતિમાસની રકમ ફક્ત વ્યાજની રકમ જ હોય છે એટલા માટે આપની મૂડી એમની એમ જ જળવાઈ રહે છે. જેના લીધે આપ Maturity સમય બાદ રકમનો ઉપાડ કરી શકો છો.

આપ વધારી શકો છો રોકાણની રકમ.

image source

૪૯૫૦ રૂપિયાની રકમ આપ વાર્ષિક વ્યાજ આપને ૫ વર્ષના મેચ્યોરીટી પીરીયડ પ્રમાણે આપવામાં આવશે. જો આપ ઈચ્છો છો તો આપ મેચ્યોરીટી પીરીયડમાં વધારો કરી શકો છો. આ યોજના અંતર્ગત આપ ફક્ત ૧ હજાર રૂપિયાથી જ પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવી શકો છો. જો આપ સિંગલ એકાઉન્ટ ખોલાવવા ઈચ્છો છો તો આપે વધુમાં વધુ ૪.૫ લાખ રૂપિયા રકમ જમા કરાવી શકો છો. આ સાથે જ જો આપ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો છો તો આપ વધુમાં વધુ ૯ લાખ રૂપિયા સુધી જ રકમ જમા કરાવી શકો છો.

કોના નામે એકાઉન્ટ ખોલાવી શકાય છે?

image source
  • જે વ્યક્તિની ઉમર ૧૮ વર્ષ કરતા વધારે હોય.
  • એક જ એકાઉન્ટમાં એકસાથે ફક્ત ૨ નામ જ સામેલ થઈ શકે છે.
  • ૧૦ વર્ષ કરતા વધારે ઉમર ધરાવતા બાળકોના નામેપ્ન આપ એકાઉન્ટ ખોલાવી શકો છો.
  • ૧૦ વર્ષની ઉમર કરતા વધારે ઉમર ધરાવતા બાળક માટે માતા- પિતા કે પછી વાલીઓ પોતાના નામે એકાઉન્ટ ખોલાવી શકે છે.
  • પોસ્ટ ઓફિસમાં આપ ઘરે બેસીને જ એકાઉન્ટ ખોલાવી શકો છો.
  • આપ પોતાના IPPB મોબાઈલ બેન્કિંગ એપ ડાઉનલોડ કરવાની રહેશે.
  • IPPB મોબાઈલ બેન્કિંગ એપને ઓપન કર્યા બાદ આપે ‘Open Account પર ક્લિક કરવું.
image source
  • ત્યાર બાદ આપે પોતાનો આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખવાનો રહેશે.
  • આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
  • આપે પોતાની માતાનું નામ, શૈક્ષણિક લાયકાત, એડ્રેસ અને નોમિની વ્યક્તિની માહિતી આપવાની રહેશે.
  • આ તમામ માહિતી ભરી દીધા બાદ આપે સબમિટ પર ક્લિક કરવું.
  • આ ડીજીટલ સેવિંગ એકાઉન્ટ ફક્ત એક વર્ષ માટે જ માન્ય રાખવામાં આવે છે.
image source

-આપે એક વર્ષના સમયગાળામાં જ બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરી લેવાનું રહેશે. જો આપ બાયોમેટ્રિક પ્રમાણીકરણ પ્રુરુ કરી લેશો
તો આપનું એકાઉન્ટ નિયમિત સેવિંગ એકાઉન્ટ ખુલી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!