દેખરેખમાં રાખી લો આ 8 વાતનું ધ્યાન તો પાર્ટનરને કોરોના પોઝિટિવ હશે તો જલ્દી સાજા થશો

વૈશ્વિક મહામારીએ ભારતમાં પોતાનું આક્રમક રૂપ ધારણ કરી લીધુ છે. રોજ લાખો લોકોની સંખ્યામાં વ્યક્તિ સંક્રમિત થઈ રહ્યા છે. આ સમયે આપણી જવાબદારી વધી જાય છે.

ઘર અને સંક્રમણ

image source

જો તમારા ઘરમાં કોઈ પણ સંક્રમતિ છે તો તમારો આખો પરિવાર ઝપેટમાં આવી શકે છે. અનેક રિપોર્ટ કહે છે કે હાઉસહોલ્ડ ટ્રાન્સમિશન જ કોરોના વાયરસના ફેલાવવાનું મોટું કારણ બની રહ્યું છે. અહીં સમસ્યા સૌથી વધારે શારીરિક અંતર રાખવાની છે. ઘરના લોકો એક જ વાતાવરણ અને ચીજો શેર કરે છે અને સાથે જ કોરોના સંક્રમણનું સૌથી મોટું મજબત કારણ છે. કોવિડ પોઝિટુવ પાર્ટનરનો ખ્યાલ રાખીને તમે 8 વાતનું ધ્યાન રાખો તે જરૂરી છે.

આઈસોલેટ થવું જરૂરી છે

image source

જો તમે ઘરમાં એકથી વધારે રૂમ ધરાવો છો તો સંક્રમિત વ્યક્તિને અલગ રૂમમાં રાખો. શક્ય હોય તો તેમને કોઈ એવા રૂમમાં રાખો જ્યાં બાથરૂમ પણ એટેચ્ડ હોય અને પાલતૂ જાનવર પણ તેમનાથી અલગ રહે.

વોશિંગ્ટન વિશ્વવિદ્યાલયમાં સંક્રામક રોગોની સહાયક પ્રોફેસર અને ઇન્ફેર્શિયસ ડિસિઝ સોસાયટી ઓફ અમેરિકાની પ્રવક્તા ડો. રાચેલ બેંડર ઇગ્નાસિયો કહે છે કે આઈસોલેટ રૂમનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ. જેનાથી પરિવારના અન્ય સભ્ય આરામથી તેમના રૂમમાં ફરી શકે. સાથે આમ કરવાથી બાળકોને પણ સરળતાથી દૂર રાખી શકાશે.

જોન્સ હોપકિસ્નસ યુનિવર્સિટી સેન્ટર ફોર હેલ્થ સિક્યોરિટીના એક વરિષ્ઠ વિદ્વાન ડો. કહે છે કે જ્યારે અનેક લોકો એક સાથે નાની જગ્યામાં રહે છે તો કોરોના સંક્રમણથી બચવાનું મુશ્કેલ રહે છે.

ખાન પાનનું રાખો ધ્યાન

image source

જ્યારે પણ કોઈ વ્યક્તિ બીમાર હોય છે તો તેની ખાનપાનની આવશ્યકતાઓ સામાન્ય વ્યક્તિની સરખામણીએ વધી જાય છે. ખાસ કરીને કોવિડ પોઝિટિવ હોવાના કારણે ખાવાને માટેની અરુચી વધી જાય છે. આ સાથે તમે ખાનપાનમાં ફ્રેશ અને ઘરનું બનેલું ખાવાનું સામેલ કરો તે યોગ્ય છે. કોઈ કારણ સર જો તમે બહારથી ફૂડ માંગાવો છો તો તમે ખાવાનું ઘરની બહાર રાખવા કહો.

ખાવાનાના વાસણો અલગ રાખો

image source

સીડીસીનું કહેવું છે કે કોરોના પોઝિટિવ વ્યક્તિના વાસણ પણ અલગ રાખવા. જેને અન્ય પરિવારના લોકોની સાથે સંક્રમિત કરવાથી કોરોનાના ખતરાને ઘટાડી શકાય છે. એવામાં તમે ખાવાનું અલગ વાસણમાં રાકો અને સાથે તેના વાસણ અલગથી ગરમ પાણીમાં ધોઈ લો. ધ્યાન રાખો કે આ બંને કામ કરતા સમયે તમે હેન્ડ ગ્લવ્ઝ અને માસ્ક પહેરો તે જરૂરી છે. તેની સાથે તમે આ કામ કર્યા બાદ પણ હાથને સાબુથી સારી રીતે ધૂઓ.

કપડા અલગ ધૂઓ

image source

બેંડર ઈગ્નાસિયોના અનુસાર કોરોના વાયરસને માટે સારી વાત એ છે કે આ સરળતાથી સાબુ અને પાણીથી મરી જાય છે. સાથે બીમાર વ્યક્તિના કપડાને ફર્શ પર ન રાખો કેમકે તેનાથી ફર્શની જગ્યા પણ સંક્રમિત થઈ શકે છે. આ માટે તેમના કપડાને સીઘી ગરમ સાબુના પાણીમાં મિક્સ કરો અને ધોઈ લો. ઘરા અન્ય કપડાં અલગથી ધૂઓ અને સાથે સંક્રમિત વ્યક્તિના કપડાને અલગ રાખો. જો તમે વોશિંગ મશીનનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને બાદમાં સેનેટાઈઝ ભૂલ્યા વિના કરો તે જરૂરી છે.

શારીરિક નહીં પણ ભાવનાત્મક લાગણી કાયમ રાખો

યાદ રાખો કે આપણે સૌ માનવીય સંપ્રકની આવશ્યકતા રાખીએ છીએ. બીમાર વ્યક્તિની સાથે ફિઝિકલ કોન્ટે્ક્ટ રાખવાનું મુશ્કેલ હોઈ શકે છે. જો તમે તેનાથી ઈમોશનલ કોન્ટેક્ટ રાખી શકો છો તો તેને વીડિયો કોલ, ચેટિંગ કે રેગ્યુલર કોલની મદદથી તેમની સાથે સંપર્ક કરી શકો. એવામાં મુશ્કેલ સમયમાં તમે તેમના માનસિક સ્વાસ્થ્યને સારું રાખવા માટે તમે ઓનલાઈન વિકલ્પની મદદ લઈ શકો છો.

પોતાને પણ ક્વોરન્ટાઈન જ સમજો

image source

બેંડર ઈગ્નાસિયોનું કહેવું છે કે જો તમારા ઘરમાં એક વ્યક્તિ બીમાર છે તો ઘરના બાકી લોકોને પણ પોતે જ એસિમ્ટોમેટિક કે પ્રી સિમ્ટોમેટિક સમજવું જોઈએ. ભલે તે સારું કેમ ન અનુભવી રહ્યા હોય. આ સિવાય આખા ઘરને 2 અઠવાડિયા સુધી સંભાવિત રીતે સંક્રમિત માની લેવા જોઈએ. આ સમજવું જરૂરી છે કે કોઈને પણ તે ઘરના વાયરસને બહાર લાવવાની શક્યતા રહે છે. આ માટે સંક્રમિત વ્યક્તિના પરિવારને ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી ક્વોરન્ટાઈન રહેવું જોઈએ. તેનાથી લોકોના ઇન્ફેક્સનનું કારણ ન બને.

નો સેક્સ પ્લીઝ

image source

આ થોડું મુશ્કેલ લાગી શકે છે પણ આ સમયની જરૂરિયાત છે. શારીરિક દ્વવ્ય કોરોના વાયરસના પ્રસારની સૌથી સશ્ક્ત રીતે છે. તેમાં કિસ કરવી અને પેનિટ્રેશન બંને સામેલ છે. સંબંધમાં આત્મીયતા વધારવાના વિકલ્પ પર ધ્યાન આપો. વાતો કરો અને સારી યાદો શેર કરો. આ તમારા બોન્ડિંગને વધારવામાં મદદ કરશે.

સફાઈનું ધ્યાન રાખો

જે રૂમમાં સંક્રમિત વ્યક્તિ રહે છે અને ઘરના અન્ય રૂમમાં સફાઈને માટે અલગ અલગ કચરા પોતા કરો. ડોર નોબ, ફર્શ, બાથરૂમની દિવાલોને રોજ સાફ કરો. સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન રહેવું છે, જો શક્ય હોયતો કોરોના સંક્રમિત વ્યક્તિને અલગ બાથરૂમનો પ્રયોગ કરવો જોઈએ. જો તમે એક બાથરૂમ શેર કરો છો તો સીડીસી સલાહ આપવી જોઈએ. દેખરેખ કરનારા કોઈ સંક્રમિત વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવાથી તરત બાથરૂમમાં ન આવે.

image source

એવું માનવામાં આવે છે કે જો વ્યક્તિ ખાંસી કે છીંક ખાઈ રહ્યા છે તો વાયરસના કણ હવામાં રહી શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે જો વ્યક્તિ બીમાર રહે છે. તેને બહાર કાઢતા પહેલા બાથરૂમને કીટાણુરહિત કરવું જોઈએ.

ગયા વર્ષે ચીનમાં કોરોના વાયરસથી ગ્રસ્ત લોકો પર અધ્યયન કરવામાં 38 લોકોને સામેલ કર્યા છે. તેમાંથી 6 લોકોને સ્પર્મના સેમ્પલમાં કોરોના વાયરસ મળ્યો. જ્યારે તે સાજા થઇને હોસ્પિટલથી ઘરે આવી ચૂક્યા હતા. વિશેષ કરીને કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિ ઠીક થઈને 15 દિવસ બાદ તેઓએ સેક્સ કરવું નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *