મુંબઈથી લંડન સુધી ફેલાયેલી છે રાજ કુંદ્રાની માયાજાળ, યુકે બેઝડ કંપનીની વોટ્સએપ ચેટથી થયો ખુલાસો

મુંબઈ પોલીસે બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મ બનાવવાના આરોપમાં અરેસ્ટ કર્યા છે. રાજ કુન્દ્રા પર સોફ્ટ પોર્ન ફિલ્મ બનાવવા સિવાય એપ પર અપલોડ કરવાનો પણ આરોપ છે. આજે મુંબઈ પોલીસ રાજ કુન્દ્રાને કોર્ટમાં રજૂ કરશે. પોલીસનો દાવો છે કે રાજ કુન્દ્રાએ પોતાના એક સગા સાથે મળીને યુકે બેઝડ કંપની બનાવી હતી અને એ કંપની જ પોર્ન ફિલ્મો માટે ઘણા એજન્ટ્સને કોન્ટ્રાકટ આપે છે.

image source

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો અનુસાર રાજ કુન્દ્રાએ પોતાના સગા પ્રદીપ બખ્શી સાથે મળીને યુકે બેઝડ કેનરિન પ્રોડક્શન હાઉસ નામની એક કંપની બનાવી. પ્રદીપ બખ્શી યુકેમાં રહે છે અને કંપનીના ચેરમેન હોવાની સાથે સાથે રાજ કુન્દ્રાના બિઝનેસ પાર્ટનર પણ છે. સૂત્રો અનુસાર રાજ કુન્દ્રા અપ્રત્યક્ષ રીતે આ કંપનીના મલિક અને ઇન્વેસ્ટ પણ કરે છે. આ કંપની પોર્ન ફિલ્મો માટે ઘણા એજન્ટ્સને કોન્ટ્રાકટ આપે છે અને ફન્ડિંગ કરે છે.

image source

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એક વોટ્સએપ ગ્રુપનો ખુલાસો થયો છે જેના દ્વારા જ કોન્ટ્રાકટ લઈને વાતચીત થતી હતી. આ વોટ્સએપ ચેટ ગ્રુપનું નામ H Accounts છે અને એમાં રાજ કુન્દ્રાની સાથે લંડનમાં બેઠેલા પ્રદીપ બખ્શી સહિત 5 લોકો સામેલ છે. ક્રાઈમ બ્રાન્ચના હાથે આ ગ્રુપમાં થનારી ચેટ હાથ લાગી છે. જેમાં રેવેન્યુ વિશે વાતચીત સામે આવી છે.

image source

આ ગ્રુપમાં જ રોજે રોજની કમાણી કેટલી થઈ, પોર્નોગ્રાફીમાં કામ કરનારી એક્ટ્રેસને કેટલા પૈસા આપવાના છે. બિઝનેસમાં કમાણી ઘટી રહી કે વધી રહી બધી જ વાત કરવામાં આવતી હતી. આ ગ્રુપમાં જ માર્કેટિંગ સ્ટ્રેટજી, સેલ્સમાં થઈ રહેલો વધારો અને અન્ય ડીલને લઈને વાતચીત થતી હતી.

image source

રાજ કુન્દ્રાના એક્સ પીએ ઉમેશ કામત કેનરીન પ્રોડક્શન હાઉસના ભારતમાં રિપ્રેશન્ટેતિત્વ હતા. અભિનેત્રી ગહના વસિષ્ઠ અને ઉમેશ કામતને પોર્ન ફિલ્મ બનાવવાનું કામ કેનરીન પ્રોડક્શન હાઉસને મળતું હતું. અલગ અલગ પ્રકારની પોર્ન ફિલ્મ બનાવવા માટે એડવાન્સ કેનરીન પ્રોડક્શન હાઉસને જ મળતું હતું એ પછી આ બન્ને પ્રોન ફિલ્મ તૈયાર કરવામાં લાગી જતા હતા.

image source

પોર્ન ફિલ્મ બનાવ્યા પછી મેલ આઈડી દ્વારા કેનરીન પ્રોડક્શન હાઉસને મોકલી દેવામાં આવતા હતા. પોર્ન ફિલ્મ મળ્યા પછી પૈસા સીધા એ લોકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતા હતા. કેનરીન કંપની દ્વારા જ પોર્ન ફિલ્મોને સોશિયલ મીડિયા એપ hotshot પર અપલોડ કરવામાં આવતું હતું. આ પોર્નોગ્રાફી બાબતે ઇન્વેસ્ટિગેશન દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને એ પણ ખબર પડી કે કેનરીન પ્રોડક્શન હાઉસ દેશ ભરમાં આ રીતે અલગ અલગ એજન્ટ દ્વારા પોર્નોગ્રાફીનો બિઝનેસ કરી રહી છે અને પોર્નોગ્રાફીને ફન્ડિંગ કરે છે