વિરાટને ઉંચકીને અનુષ્કા શર્માએ બતાવી પોતાની તાકાત, વિડીયો થઈ રહ્યો છે વાયરલ.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ન ફક્ત મનોરંજન જગત પણ ખેલ જગતમાં પણ લોકપ્રિય કપલમાંના એક છે. બંનેની જબરજસ્ત ફેન ફોલોઇંગ પણ છે અને એમની વચ્ચેની કેમેસ્ટ્રી પર તો બધા જ ફિદા થઈ જાય છે તો બીજી બાજુ આ સ્ટાર કપલ સોશિયલ મીડિયા પર પણ ઘણું જ એક્ટિવ રહે છે. એ દરમિયાન અનુષ્કા શર્માએ અન્ય એક વિડીયી શેર કર્યો જે હાલ ખૂબ જ ઝડપથી ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં અનુષ્કા શર્મા વિરાટ કોહલીને ઉચકતી દેખાઈ રહી છે.

image source

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો આ વાયરલ વિડીયો એક જુના એડ શૂટનો છે. આ વીડિયોમાં અનુષ્કા શર્મા વિરાટને પકડીને ઉચકી લે છે તો વિરાટ કહે છે “ઓ તેરી..” વીડિયોમાં અનુષ્કા શર્મા આવું એકવાર નહિ પણ બે વાર કરે છે અને એ પછી પોતાના બાઈસપ્સ પણ બતાવે છે. ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને એ ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે. વાત જાણે એમ છે કે જ્યારે અનુષ્કા શર્મા વિરાટ કોહલીને પહેલી વાર ઉચકે છે તો એ કહે છે ફરી કરો. અનુષ્કા કહે છે કે તું મારી મદદ ના કરીશ, એ વાત પર એ જવાબ આપે છે કે નહિ કરું પ્રોમિસ. અનુષ્કા વિરાટને ફરીવાર ઉચકી લે છે. આ મજેદાર વિડીયો ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે અને લોકો આ વીડિયો પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે.

image source

વીડિયોની સાથે સાથે અનુષ્કા શર્મા કેપ્સનમાં લખે છે કે શુ મેં આવું કર્યું હતું. અનુષ્કાના આ કેપ્સન પર લોકો મજેદાર જવાબ આપી રહ્યા છે. અમુક ફેન્સે અનુષ્કા શર્મા માટે લખ્યું શક્તિમાન અલ્ટ્રા પ્રો મેક્સ. તો અન્ય સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું હા તમે આવું કર્યું હતું. તો અમુક યુઝર્સે તો આ જોડીના વખાણ કરતા થાકતા નથી.

image source

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી 11 જાન્યુઆરીએ માતા પિતા બન્યા છે. એમના ઘરે દીકરીએ જન્મ લીધો છે જેનું નામ એમને વામિકા રાખ્યું છે. વિરાટ અને અનુષ્કાની દીકરીને મીડિયાની ચકમકથી દૂર રાખવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

એ સિવાય અનુષ્કા છેલ્લી વાર શાહરુખ ખાન સાથે ફિલ્મ ઝીરોમાં દેખાઈ હતી. ફિલ્મને પડદા પર સફળતા નહોતી મળી અને એ પછીથી અનુષ્કા શર્માએ પોતાના કામથી બ્રેક લઈ લીધો હતો. તો હવે પોતાની દીકરીના જન્મ પછી અનુષ્કા શર્મા ફરીથી કમબેક માટે તૈયાર છે.\

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *