આ બિગ બોસ સ્ટાર્સ આપી ચુક્યા છે કોન્ટ્રોવરશિયલ ટિપ્પણી, જાણી લો કોણ કોણ છે લિસ્ટમાં

ટીવી રિયાલિટી શો બિગ બોસની આખા દેશમાં જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. ભારતમાં આ શોની સૌથી વધુ ટીઆરપી આવે છે. આ શોને ઘણા લોકો ફોલો કરે છે જ્યારે પણ એની નવી સિઝન આવે છે, ઓનએર રેટિંગ્સ ઘણા વધારે આવે છે. બિગ બોસના 14 સિઝન ખૂબ જ સક્સેસફૂલ રહ્યા છે. આ વખતે 15મી સિઝન શરૂ થવાની છે જે 8 ઓગસ્ટથી પહેલા 6 એપિસોડ માટે ઓટીટી પર લોન્ચ થશે. ઓક્ટોબર મહિનામાં એને ટીવી પર પ્રસારિત કરવામાં આવશે.ટીવી શોના એક્ટર્સ ઘર ઘરમાં જાણીતા હોય છે પણ આ શોમાં આવ્યા પછી આખા દેશમાં જાણીતા થઈ જાય છે. ઘરની અંદર એમની દરેક નાનામાં નેની વસ્તુ પર નજર રાખવામાં આવે છે. ઘણીવાર આ શોમાં એમને ખરી ખોટી સાંભળવા પણ મળે છે પણ ભૂલના કારણે. ઓડિયન્સની સામે આ એક્ટર્સ ઘણીવાર એવા શબ્દો પસંદ કરે છે જે એમના ગળા નીચે નથી ઉતરતા. ઘણીવાર તો શોના હોસ્ટ સલમાન ખાન પણ એક્ટર્સને સીધો બહારનો રસ્તો બતાવી દે છે તો ચાલો જાણી લઈએ એવા સેલેબ્સ વિશે જેમને કરી હતી આવી વાંધાજનક ટિપ્પણી.

અરમાન કોહલી.

image source

બિગ બોસની સાતમી સીઝનમાં અરમાન કોહલી આવ્યા હતા. એ સૌથી સ્ટ્રોંગ કન્ટેસ્ટન્ટમાંથી એક હતા. એમને કો કન્ટેસ્ટન્ટ એન્ડીને ઘણા અપશબ્દો કહ્યા હતા. એવામાં સલમાન ખાને એમને સબક શીખવાડતા ઘણું બધું કહ્યું હતું. એમને કામ્યા પંજાબી અને એન્ડી બન્નેની જ માફી માંગી હતી.

હિના ખાન.

image source

એક્ટ્રેસ હિના ખાન બિગ બોસના 11માં સીઝનમાં આવી હતી. એમમે એમના કો કન્ટેસ્ટન્ટ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે એ ક્યારેય સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ નથી બનવા માંગતી.એ સાથે જ હીનાએ એમનું બોડી શેમિંગ પણ કર્યું હતું. એના પર એક્ટ્રેસને ઓડિયન્સની ઘણી નફરત મળી હતી. સાથે જ સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસે પણ એમને ખરી ખોટી સંભળાવી હતી.

ઇમામ સિદ્દીકી.

image source

બિગ બોસ 6માં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ ઈમામ સિદ્દીકીને ઓડિયન્સે ઘણી ખરી ખોટી સંભળાવી હતી. એમને શોના હોસ્ટ સલમાન ખાનને ટાઈમ આઉટ કહી દીધા હતા એ પછી એ ખૂબ જ ટ્રોલ થયા હતા. સલમાન ખાને ઇમામને કહ્યું હતું કે એ ત્યાંથી ઉઠીને બીજે ક્યાંક બેસી જાય. એ ઇમામ સિદ્દીકી સાથે એ એપિસોડ શૂટ નહોતા કરવા માંગતા.

પ્રિયંકા જગ્ગા.

image source

બિગ બોસ સિઝન 10માં પ્રિયંકા જગ્ગા આવી હતી. એ કોમનર તરીકે શોમાં આવી જતી. એ હંમેશા જ કન્ટેસ્ટન્ટ સાથે ખરાબ વ્યવહાર કરતી હતી. મની પાંજબીને એમને ઘણા અપશબ્દો કહ્યા. અને એ પણ ત્યારે જ્યારે એ પોતાની માતાના નિધન પછી ફરી શોમાં એન્ટર થયા હતા. સલમાન ખાને એમને શો છોડીને જવા માટે કહી દીધું હતું. સલમાને મેકર્સને કહ્યું હતું કે એવા લોકોને શોમાં ન લઈને આવે.

સ્વામી ઓમ

image source

બિગ બોસના 10માં સીઝનમાં દિવંગત બાબા સ્વામી ઓમ આવ્યા હતા. એ કોમનર બનીને ઘરમાં આવ્યા હતા. આ પહેલી સિઝન હતી જ્યારે કોમનર અને સેલિબ્રિટીઝ વચ્ચે જંગ થઈ હતી. જ્યારે કન્ટેસ્ટન્ટ ટાસ્ક પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે સ્વામી ઓમે હોસ્ટ બાની જેની માતા માટે કહ્યું હતું કે એમને ટાસ્ક ન છોડ્યો તો એમની માતાનું નિધન થઈ જશે. ઓડિયન્સને એમનું આ સ્ટેટમેન્ટ નહોતું ગમ્યું અને સલમાન ખાનને એમને સબક શીખવાડવાની અપીલ કરવાની શરૂ કરી દીધી હતી.