ગિન્નીના પિતાએ કપિલને કરી દીધો હતો રિજેક્ટ, અને પછી આ રીતે પહોંચી હતી લગ્નની વાત

જાણીતા અભિનેતા અને કોમેડિયન કપિલ શર્માએ વર્ષ 2018માં 12 ડિસેમ્બરના રોજ પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. કપિલ શર્મા અને ગિન્નીના લગ્ન ઘણા જ ચર્ચામાં રહ્યા હતા. લગ્ન પહેલાની એમની પ્રેમ કહાની કોઈ ફિલ્મથી જરાય ઓછી નથી.

image source

કપિલ શર્મા પોતાના ઘણા ઇન્ટરવ્યૂમાં ગિન્ની સાથેની પોતાની પ્રેમ કહાની વિશે જણાવી ચુક્યા છે. એમને ઘણી વાર જણાવ્યું છે કે ગિન્ની સાથે લગ્ન એમને એ સમયે કર્યા હતા જ્યારે અભિનેતાના જીવનમાં કઈ સારું નહોતું ચાલી રહ્યું. ગિન્ની અને કપિલ શર્માની પ્રેમ કહાની કોલેજના દિવસોથી શરૂ થઈ હતી.

image source

જ્યારે કપિલ કોલેજના દિવસોમાં ક્રિકેટ રમતા હતા. કપિલ શર્માએ કહ્યું કે “2005માં હું ગિન્નીને મળ્યો હતો. મારા મિત્રોએ મને કહ્યું કે ગિન્ની મને પસંદ કરે છે પણ મેં ના પાડી દીધી હતી. એક દિવસ મેં ગિન્નીને સીધું જ પૂછી લીધું હતું કે તું મને પસંદ કરે છે? અને એને ના પાડી દીધી હતી. એ પછી યુથ ફેસ્ટિવલમાં મેં એને મારી માતા સાથે એક સ્ટુડન્ટ તરીકે મળાવી હતી.

image source

કપિલ શર્માએ પોતાની પ્રેમ કહાની વિશે આગળ વાત કરતા કહ્યું કે ” એ પછી હું ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ માટે મુંબઈ આવી ગયા પણ હું ત્યાં રિજેક્ટ થઈ ગયો હતો. એ પછી મેં ગિન્નીને કોલ કર્યો અને કહ્યું કે હું તારી સાથે વધુ સંપર્કમાં નહિ રહી શકું. મને એ સમયે લાગી રહ્યું હતું કે અમારા સંબંધનું કોઈ ભવિષ્ય નથી કારણ કે એમની આર્થિક સ્થિતિ સારી નહોતી અને અમારી કાસ્ટ પણ અલગ હતી. એટલે અમે બ્રેક લઈ લીધો.”

image source

કપિલ શર્માએ આગળ કહ્યું કે “જ્યારે હું લાફટર ચેલેન્જમાં ફરીવાર આપેલા ઓડિશનમાં સિલેક્ટ થઈ ગયો તો ગિન્નીએ મને શુભકામનાઓ આપવા કોલ કર્યો. એ પછી જ્યારે મારુ કરિયર સારું ચાલી રહ્યું હતું તો મારી માતા ગિન્નીના ઘરે મારા લગ્નનો પ્રસ્તાવ લઈને ગઈ હતી પણ એમના પિતાએ ના પાડી દીધી હતી. એ પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. જ્યારે ગિન્ની ફાઇનાન્સમાં એમબીએ કરી રહી હતી તો હું વિચારવા લાગ્યો કે પોતાના અભ્યાસના કારણે એ લગ્ન કરવાથી બચી રહી છે.

image source

કપિલ શર્માએ આગળ કહ્યું કે ” એક સમય આવ્યો જ્યારે હું મુંબઈ શિફ્ટ થઈ ગયો અને મારી જિંદગીમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. એ પછી મને લાગ્યું કે આટલું બધું થયું લન ગિન્નીએ મને ક્યારેય હેરાન નથી કર્યો. આટલી શાંતિ કોઈનામાં નથી જોઈ મેં. એ સમયે મેં નક્કી કરી લીધું કે લગ્ન કરવાનો આ સાચો સમય છે. એ પછી ગિન્ની અને કપિલ શર્માએ 12 ડિસેમ્બર 2018માં લગ્ન કરી લીધા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત