મંદિરા બેદીએ જ્યારે રાજ કૌશલ માટે લડી હતી પોતાના પરિવાર સામે, રોમેન્ટિક લવ સ્ટોરી વાંચીને તમે પણ થઇ જશો ફિદા

પહેલી મુલાકાતથી લઈને લગ્ન સુધી, ખૂબ જ ફિલ્મી છે મંદિરા બેદી અને રાજ કૌશલની પ્રેમ કહાની.

મંદિરા બેદીને આજે કોઈ પરિચયની જરૂર નથી. એમની અંદર જબરદસ્ત પ્રતિભા છે. પડદા પર તો એમને પોતાની ઓળખ બનાવી જ હતી સાથે જ અંગત જીવનમાં પણ સાચો પ્રેમ મેળવ્યો. બહુ ઓછા લોકો હોય છે આ દુનિયામાં જે કોઈને સાચો પ્રેમ કરે છે અને એના બદલામાં એમને એ જ પ્રેમ મળી જાય છે જો કે આજે મંદિરાનો પ્રેમ હંમેશા માટે એમનાથી દૂર થઈ ગયો છે.સમય મંદિરા માટે કઠોર થઈ ગયો છે અને એમના પતિ એમનાથી દૂર ચાલ્યા ગયા છે તમને જણાવી દસીએ કે મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું છે

image source

આ ખબરે ફેન્સને જબરજસ્ત ઝટકો આપ્યો તો મંદિરા પર અત્યારે શુ વીતી રહી હશે એનો તો કોઈ અંદાજો પણ ન લગાવી શકે. મંદિરા અને રાજ એકબીજાના સ્વભાવથી બિલકુલ અલગ હતા પણ કહેવાય છે ને કે વિપરીત એકબીજા પ્રત્યે આકર્ષિત થાય છે બસ મંદિરા અને રાજ સાથે પણ આવું જ કંઈક હતું. બંનેએ પહેલી મુલાકાતથી લઈને લગ્ન સુધી અને પછી આ અંતિમ જુદાઈ એકદમ કોઈ ફિલ્મી કહાની જેવી રહી. તો ચાલો આજે તમને જણાવી દઈએ મંદિરા અને રાજની લવસ્ટોરી વિશે.

image source

વર્ષ 1996માં રાજ અને મંદિરાની પહેલી મુલાકાત થઈ હતી. ફિલ્મ દિલવાલે દુલહનિયા લે જાયેંગેમાં પ્રીતિનો રોલ કરનારી મંદિરાને ફિલ્મમાં રાજ નહોતા મળી શક્યા પણ અસલ જિંદગીમાં રાજ એમના જ થઈ ગયા હતા. મંદિરા આ ફિલન સિવાય શાંતિ સીરિયલમાં પણ કામ કરી ચુકી છે. તો રાજ મુકુલ આનંદના ચીફ આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા હતા એ ફિલિપ્સ શોના ઓડિશનનું કામ સંભાળી રહ્યા હતા.

image source

રાજે મંદિરાને પહેલા ઘણા શો અને ફિલ્મમાં કામ કરતા જોઈ હતી પણ એમને પહેલીવાર મંદિરા પર ધ્યાન ત્યારર આપ્યું જ્યારે એ ઓડિશન માટે લાલ સફેદ સ્ટ્રીપડ ટીશર્ટ અને ખાકી પેન્ટ પહેરેલી દેખાઈ હતી. રાજે જણાવ્યું હતું કે હું મુકુલ આનંદનો ચીફ આસિસ્ટન્ટ હતો અને શો ફિલિપ્સ 10 માટે ઓડિશન લઈ રહ્યો હતો. મંદિરાને પણ ઓડિશન માટે બોલાવવામાં આવી હતી. આ એ પહેલો મોકો હતો જ્યારે મેં એને જોઈ હતી. મેં દિલવાલે દુલહનિયા લે જાયેંગે ફિલ્મ જોઈ હતો પણ એના પર આ પહેલા ધ્યાન નહોતું ગયું.

image source

કોને ખબર હતી કે એ મુલાકાત ક્યારેક જન્મોનું બંધન બની જશે. બન્નેની મુલાકાત વધવા લાગી અને વર્ષ 1996 ખતમ થતા થતા મંદિરા અને રાજ બન્ને એકબીજાને ખૂબ જ ચાહવા લાગ્યા. બન્ને સ્વભાવમાં એકબીજાથી બિલકુલ અલગ હતા પણ રાજનું કહેવું હતું કે ત્રણ મુલાકાતમાં જ એમને વિશ્વાસ આવી ગયો હતો કે એમને સાચો પ્રેમ મળી ગયો છે.

image source

એ દિવસને યાદ કરતા રાજે કહ્યું હતું કે અમે ઘણીવાર મુકુલ આનંદના ઘરે મળતા હતા અને મને ખબર પડી ગઈ હતી કે એ ફક્ત મારા માટે બની છે. બન્ને એકબીજાને કેવી રીતે આટલું પસંદ કરે છે એ સવાલ પર મંદિરા કહે છે કે એ એક સાધારણ અને સાચા માણસ છે. એમની અંદર કઈ જ જૂઠો દેખાડો નથી. જ્યાં ઘણા લોકો નકાબની પાછળ સાવ જુદા હોય છે તો રાજનો એવો કોઈ ચહેરો નહોતો.

image source

રાજ અને મંદિરાના લગ્ન સરળ નહોતા. રાજે પોતાના મનમાં મંદિરા સાથે લગ્ન કરવાનો વિચાર કરી લીધો હતો. એવામાં એમને તરત જ પોતાના પરિવારને મંદિરા સાથે મળાવી દીધો. રાજના માતા પિતાને મંદિરા ખૂબ જ ગમી અને એ આ લગ્ન માટે તૈયાર થઈ ગયા. જો કે મંદિરા બેદીના પરિવારજનો નહોતા ઈચ્છતા કે એમની દીકરીના લગ્ન એક ફિલ્મ નિર્દેશક સાથે થાય.

જો કે પછી એમનો સાચો પ્રેમ જોઈને પરિવારના લોકો પણ માની ગયા અને 14 ફેબ્રુઆરી 1999એ રાજ અને મંદિરા હંમેશા હંમેશા માટે એક થઈ ગયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!