કપિલ શર્મા શોના કોણ છે માલિક? એક એક વિકેન્ડ માટે કરોડો રૂપિયા કરે છે ચાર્જ

બોલિવૂડ એક્ટર અને કોમેડિયન કપિલ શર્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. કપિલ શર્માને તેની કોમેડી માટે કોણ નથી ઓળખતું. કપિલ શર્મા પણ તેની શાનદાર કોમિક ટાઈમિંગને કારણે હેડલાઈન્સમાં રહે છે. કપિલ શર્માએ તેમના જીવનમાં કોમેડી નાઈટ્સ વિથ કપિલ અને ધ કપિલ શર્મા શો દ્વારા ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. કપિલ શર્મા લાખો દિલો પર રાજ કરે છે. શું તમે જાણો છો એ શોનો માલિક કોણ છે જેમાંથી કપિલ શર્મા લોકોના ચહેરા પર સ્મિત લાવે છે.

image soucre

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપિલ શર્મા શોના ડાયરેક્ટર ભરત કુકરેતી છે અને આ શોને કપિલ શર્મા હોસ્ટ કરે છે. તેમજ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ શોને સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ શો સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપિલ શર્મા શો 23 એપ્રિલ 2016ના રોજ શરૂ થયો હતો. કપિલ શર્મા દર અઠવાડિયે પોતાના શોમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સને ગેસ્ટ તરીકે આમંત્રિત કરે છે. બોલિવૂડ સ્ટાર્સ કપિલના શોમાં આવીને ઘણી વાતો શેર કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

કપિલ શર્માની શાનદાર કોમિક ટાઈમિંગ અને જોક્સનો જ કમાલ છે કે આજ સુધી આ શોને કોઈ પછાડી નથી શક્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપિલ એક શો માટે 50 લાખ રૂપિયા લે છે એટલે કે તેને એક વીકએન્ડ માટે 1 કરોડ રૂપિયા મળે છે. કપિલ શર્મા શો છેલ્લા ઘણા સમયથી ટીવી પર રાજ કરી રહ્યો છે. આ શોને ટક્કર આપવા ઘણા શો આવ્યા પરંતુ કપિલની સામે કોઈ ટકી શક્યું નહીં. શોમાં કપિલની સાથે ભારતી સિંહ, કીકુ શારદા, કૃષ્ણા અભિષેક, ચંદન પ્રભાકર સહિતના તમામ કલાકારોની કોમેડી જોરદાર ધૂમ મચાવે છે.

image soucre

તમને જણાવી દઈએ કે કપિલ શર્મા ટેલીવીઝન ઇન્ડસ્ટ્રીનો એ ચહેરો છે જે દરેક ઘરમાં લોકપ્રિય થઈ ચૂક્યો છે. તેનો ધ કપિલ શર્મા શો સતત ટીઆરપીમાં હાઈ રહે છે. કપિલ શર્માની આ જગ્યાએ પહોંચવા સુધીની સફર પણ રસપ્રદ રહી છે. પોતાના કરિયરમાં પણ અઢળક ઉત્તાર ચડાવ જોઈ ચૂકેલા કૉમેડી કિંગ આજની તારીખે કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક છે.

image soucre

એક એવો પણ સમય હતો જ્યારે ઘર ચલાવવા માટે કપિલ શર્માએ દુપટ્ટો સુદ્ધા વેચ્યો હતો. તેણે એવો સમય પણ જોયો જ્યારે બહેનની સગાઈ માટે તેની પાસે રૂપિયા નહોતા. પોતાની પૉકેટમની માટે કપિલ શર્મા બુથ ઉપર કામ કરતો હતો.