કરીના કપૂરે માલદીવમાં સેલિબ્રેટ કર્યો સૈફ અલી ખાનનો બર્થ ડે, તૈમુર અને જહાંગીર આ અંદાજમાં દેખાયા..

કરીના કપૂર ખાન પતિ સૈફ અલી ખાન અને બન્ને દીકરા તૈમુર અને જહાંગીર સાથે માલદીવમાં છે. આખો પરિવાર થોડા દિવસ પહેલા જ વેકેશન પર ગયો છે. હવે સોમવારે કરીના કપૂર ખાને પતિ સૈફ અલી ખાનનો બર્થડે ત્યાં સેલિબ્રેટ કર્યો. એ દરમિયાન બન્ને દીકરાઓ પણ સામેલ હતા.

image source

કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા પર પણ સૈફ માટે એક સ્પેશિયલ પોસ્ટ કરી છે. એક્ટ્રેસે 2 ફોટા શેર કર્યા છે. એકમાં એ સૈફ અલી ખાન, તૈમુર અને જહાંગીર સાથે દેખાઈ રહી છે. એ દરમિયાન જ્યાં કરીનાએ સૈફને પાછળથી હગ કર્યું છે તો તૈમુર કુર્તા પજામાં પહેરેલા દેખાઈ રહ્યા છે અને જહાંગીર નજીકમાં સુતેલા છે.

Kareena Kapoor
image source

બીજા ફોટામાં કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન પુલમાં એન્જોય કરી રહ્યા છે. ફોટો શેર કરતા કરીના કપૂરે ખાને લખ્યું છે કે હેપી બર્થડે મારા જીવનના પ્રેમ. હંમેશા માટે બસ તારો સાથ ઈચ્છું છું.

કરીના કપૂર ખાનની આ પોસ્ટ પર ફેન્સની સાથે સાથે સેલેબ્સ પણ ખૂબ રીએક્ટ કરી રહ્યા છે. બધા સૈફ અલી ખાનને બર્થડે વિશ કરી રહ્યા છે.

image source

થોડા દિવસ પહેલા જ કરીના કપૂર ખાનના બીજા દીકરાના નામનો ખુલાસો થયો છે. કરીના કપૂર ખાનના નાના દીકરાનું નામ જહાંગીર રાખ્યું છે. નામ જાણ્યા પછી એક્ટ્રેસને દીકરાના નામે ખૂબ જ ટ્રોલ કરવામાં આવી. એના પર કરીના કપૂર ખાને કહ્યું હતું કે હું ખૂબ જ પોઝિટિવ માણસ છું અને પોતાની આસપાસ પણ પોઝિટિવિટી જાળવી રાખું છું. હું આ નેગેટિવ કમેન્ટ્સને અવગણું છું. દરેક સિક્કાની બે બાજુ હોય છે. જો તમને પ્રેમ મળી રહ્યો છે તો ટ્રોલિંગ પણ થશે જ. જો કે ટ્રોલિંગ અને નેગેટિવિટી ન હોવી જોઈએ. અહીંયા 2 માસૂમ બાળકોની વાત છે, લોકોએ સમજવું જોઈએ.

છોડો આપણે ફક્ત પોઝિટિવિટી જ જોવાની.

image source

કરીના કપૂર ખાને હાલમાં જ કહ્યું કે એ નથી ઇચ્છતી કે એમના બન્ને દીકરા એક્ટર્સ બને. કરીના કપૂરે કહ્યું હતું કે હું ઈચ્છું છું કે મારા બંને બાળકો આ ઇન્ડસ્ટ્રીમાં પગ ન મૂકે. મને ખુશી થશે જો કાલે મારા બન્ને દીકરા એ કહે કે એમને ફિલ્મોમાં નહિ પણ બીજા પ્રોફેશનને ફોલો કરવા માંગે છે. આમ તો એ જે પણ કરવા માંગે હું એમને હંમેશા પૂરો સ્પોર્ટ કરીશ.