જીગ્નેશ કવિરાજના જન્મ દિવસને આ વ્યક્તિએ બનાવી દીધો ખાસ, આપી અતિ કિંમતી ગિફ્ટ

ગુજરાતી ગાયકો વાત આવે એટલે વર્તમાનમાં જીગ્નેશ કવિરાજનું નામ અવશ્ય આવે. જીગ્નેશ કવિરાજમાં રાજ્યમાં લાખોની સંખ્યામાં ફેનફોલોવિંગ છે. ખાસ કરીને જીગ્નેશ કવિરાજ યુવાનોમાં ખુબ લોકપ્રીય છે. નોંધનિય છે કે જ્યારે તેમના માનિતા કલાકારનો જન્મ દિવસ હોય એટલે ચાહકોમાં ભારે ઉત્લાહ હોય તે સ્વાભાવિક છે. આ અવસરે તેમના એક ચાહકે ભવ્ય ગિફ્ટ આપી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં તેમના ફેન્સે શુભકામના પાઠવી હતી.

નોંધનિય છે કે, વર્તમાન સમયે ગાયક જીગ્નેશ કવિરાજ અને રોહિત ઠાકોરનું એક જગ્યાએ શૂટિંગ ચાલી રહ્યું છે અને તે જ જગ્યા ઉપર તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમને જણાવી દઈએ કે, જીગ્નેશ કવિરાજના જન્મ દિવસની ઉજવણી કરવા માટે તેમના ફેન્સ અને સાથી મિત્રો શૂટિંગના સ્થેળે એકત્ર થયા હતા. તમને જાણી આશ્ચર્ય થશે કે જીગ્નેશ કવિરાજના અંતગ મિત્ર અને નાંગલ ધામના પ્રમુખ એવા નવગણભાઈ ભરવાડે જીગ્નેશ કવિરાજને સોનાની ચેન અને વીંટી આપી હતી. આ દરમિયાન ધામધૂમથી જીગ્નેશ કવિરાજના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

તો બીજી તરફ આ સરપ્રાઈઝ ગીફ્ટ જોઈને ગાયક જીગ્નેશ કવિરાજ પણ ખુબ ભાવુક થઊ ગયા હતા અને તેમણે તેમના મિત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનિય છે કે, તેમના જન્મદિવસની ઉજવણી કર્યા પછી ડાન્સ પણ કર્યો હતો તેની ઘણી તસવીરો અને વિડિયો પણ સામે આવ્યા છે.

બાળકની મદદે આવ્યા જીગ્નેશ કવિરાજ

SMA પીડિત એક બાળકની મદદ માટે જીગ્નેશ કવિરાજે હાથ લંબાયો છે. આ અંગે વિગતે વાત કરી એ તો, આ પરિવાર ગીર સોમનાથના આલીદર ગામનો રહેવાસી છે અને તે બાળકનું નામ છે વિવાન. મધ્યમ વર્ગના પરિવાર માટે 16 કરોડ રૂપિયા એટલે જાગતા સપના જોવા જેવુ લાગે. ગીર સોમનાથ જિલ્લાના આલિદર ગામનો અઢી માસનો વિવાન ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. SMA (સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી) નામની ગંભીર બીમારીને લઈ બાળક વિવાન સહિત ચાર લોકો પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું છે.

તમને જણાવી દઈએ કે, કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા વિવાનના પિતા અશોકભાઈ વાઢેળ પોતાના એકના એક દીકરાનો જીવ બચાવવા લોકોની મદદ માગી રહ્યા છે. પરંતુ આ પરિવારની મદદે આવ્યા છે હવે ગુજરાતી ગાયક જીગ્નેશ કવિરાજ. તો બીજી તરફ એક માહિતી મુજબ વિવાનના પિતાએ કહ્યું કે તેમની પાસે હાલ ૩ કરોડની આસપાસ રૂપિયા ભેગા થઇ ગયા છે જે લોકોએ જ મદદ કરી હતી પરંતુ હજુ પણ લાંબી મંજીલ કાપવાની જરૂર છે અને ઘમા લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે.

તો બીજી તરફ જીગ્નેશ કવિરાજે પણ વિવાનની મદદ કરવા માટે તેમના એક પ્રોગ્રામમાંથી જે કઈ પણ આવક થાશે તે બધી આવક આ બાળકની સારવાર માટે આપવાની જાહેરાત કરી છે. આમ હવે જીગ્નેશ કવિરાજની મદદથી આ બાળક માટે જે 16 કરોડ રૂપિયા ભેગા કરવાના છે તેમા ઘણી મદદ કરશે.